Posts

વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫- )

વેડછીની વડવાઈ : મકનજીબાબા ( ૧૯૦૫-      )     આજે ૨૦૧૮નો પહેલો દિવસ.આજે જેમનો જન્મ દિવસ છે તેવા મકનજી કોટાભાઈ ચૌધરી ઉર્ફે મકનજીબાબા નું નામ ઘણા ખરાએ સાંભળ્યું પણ નહિ હોય ,કઈ વાંધો નહિ આજે   તેમના વિષે થોડુક જાણીએ.ભારતના ઇતિહાસમાં ૧૯૨૦થી ૧૯૪૭ સુધીનો ગાળો ગાંધીયુગ તરીકે ઓળખાય છે.આ દરમિયાન શહેરોથી લઇ ગામડાઓ અને સમાજના ભદ્ર વર્ગથી વંચિતો સુધી ગાંધીવાદી કાર્યકરોની સુંદર શ્રેણી તૈયાર થઇ હતી .આ યાદીમાં એક ગૌરવવંતુ નામ મકનજી કોટાભાઈ ચૌધરીનું છે.દક્ષિણ ગુજરાતમાં સુરત જીલ્લાના બેડ્કુવા ગામે જન્મેલા મકનજી વેડછી ગામની શાળામાં શિક્ષક હતા,ભાવનાશીલ,ચીવટવાળા ,ચારિત્રવાન , સ્વાશ્રયી અને સાદાઈ જેવા અનેક સદગુણો ધરાવતા મકનજીભાઈ સુરત જીલ્લામાં ગાંધી પ્રવુંતિઓનો સીમાસ્તંભ હતા.ચુનીલાલ મહેતા અને જુગતરામ દવે જેવા ગાંધીવાદીઓ મકનજી જેવા આદિવાસી કાર્યકર્તાઓની મદદથી તેમની પ્રવુંતિઓ વિસ્તારી શક્યા હતા.ખાદીનો પ્રચાર હોય કે રેંટીયા પ્રવુંતિઓ   હોય તેઓ દરેક બાબતોમાં આગેવાની કરતા હતા. ગાંધીવાદી હોય એટલે આઝાદીના આન્દોલનો સાથે સીધો નાતો હોય જ.   દાંડીકૂચમાં તેમણે “ અ...

સુધારાના સારથી :મહીપતરામ રૂપરામ (૧૮૨૯-૧૮૯૧)

સુધારાના સારથી :મહીપતરામ રૂપરામ (૧૮૨૯-૧૮૯૧) ૧૯મા સૈકામાં પશ્રિમના પંથે ગુજરાતના સમાજને સુધારવા મથતા સુધારકો પૈકીના એક મહીપતરામ રૂપરામનો આજે જન્મ દિવસ છે.સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા મહિપતરામે શિક્ષણ સુરત અને મુંબઈથી લીધું હતું. દોઢ વર્ષની ઉમરે માતાનું અવસાન થયું અને ચાર વર્ષની વયે તો તેમના લગ્ન ત્રણ વર્ષના પાર્વતીકુંવર સાથે થઇ ગયા.મહિપતરામ મુંબઈ નિવાસ દરમિયાન જ્ઞાન પ્રસારકસભા અને બુદ્ધિવર્ધકસભા જેવી સંસ્થાઓમાં સક્રિય થયા હતા.સન ૧૮૫૭ના વર્ષે મહીપતરામ અમદાવાદની હાઈસ્કુલમાં આચાર્ય તરીકે આવ્યા.આ પૃષ્ઠભૂમિ પર તેમને ઇંગ્લેન્ડનો શૈક્ષણિક પ્રવાસ કરવાની તક મળી આ સમય કાળું પાણી ઓળગવું અર્થાત વિદેશગમનની  સામાજિક મનાઈનો સમય હતો છતાં તેને અવગણી પત્ની,રસોઈઓ અને સીધું-સામાન લઇ બ્રિટનના પ્રવાસે નીકળી પડ્યા પણ પાછા આવ્યા કે તરત જ સુરતની વડનગરા નાગર જ્ઞાતિએ તેમને નાત બહાર મુક્યા મહીપતરામેં નાતની માફી માગી ,ભારે રકમનો દંડ ભરી પ્રાયશ્ચિત પણ કરવું પડ્યું. સુરતની શેરીઓમાં તો  આ દરમિયાન તેમની "વિલાયતી વાંદરું"કહીને મજાક પણ ઉડાવવામાં આવતી હતી. તેમના વિલાયતગમનનો પસંગ ગુજરાત...

રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ :કસ્તુરભાઈ લાલભાઈ[૧૮૯૪-૧૯૮૦]

રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ :કસ્તુરભાઈ લાલભાઈ[૧૮૯૪-૧૯૮૦] અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ,રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ અને દાનવીર કસ્તુરભાઈ લાલભાઈનો આજે જન્મદિવસ છે.પ્રાથમિક,માધ્યમિક અને થોડુક ઉચ્ચ શિક્ષણ મેળવી કસ્તુરભાઈ પિતાના વારસાગત મિલ ઉદ્યોગમાં જોડાયા હતા.વ્યવસાયની સાથે તેઓને ગુજરાતના જાહેરજીવનમાં પણ ઊંડો રસ હતો.૧૯૨૩-૧૯૨૬ દરમિયાન દિલ્હીની વડી ધારાસભામાં મીલમાંલીકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.વડી ધારાસભામાં તેમની કામગીરીના વખાણ તો" ટાઈમ્સ ઓફ ઇન્ડીયા" જેવા અખબારે પણ કર્યા  હતા કસ્તુરભાઈએ એક નવાચારી ઉદ્યોગપતિ તરીકે વારસાગત ઉદ્યોગ-ધંધાઓનો વિકાસ તો કર્યો જ સાથે ગુજરાતની મહાજન પરમ્પરાના પ્રતિનિધિ તરીકે કેળવણીની સંસ્થાઓના વિકાસમાં પણ રસ દાખવ્યો હતો.કારણકે તેઓ જાણતા હતા કે આઝાદ ભારતમાં શિક્ષણનું મહત્વ શું રહેવાનું છે! આઝાદી પછીના ત્રણ દાયકાઓમાં તેમના પરિવારે માત્ર કેળવણીની સંસ્થાઓને દોઢ કરોડ કરતા વધુ રકમનું દાન કર્યું હતું ધાર્મિક સંસ્થાઓ અને જૈન સંસ્થાઓને કરેલા દાન તો જુદા .અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત નિર્માણ પામેલી શાળા-કોલેજો ઉપરાંત ગુજરાત યુનિ.,અટીરા વગેરેમાં કસ્ત...

મોટા બેન :અનસુયાબેન સારાભાઇ[૧૮૮૫-૧૯૫૮]

મોટા બેન :અનસુયાબેન સારાભાઇ[૧૮૮૫-૧૯૫૮] અમદાવાદ એક બંગલા પાસેથી ચિંતાતુર ચ્હેરે પસાર થઇ રહેલા મજુરોને એક મહિલાએ તેમની ચિંતાનું કારણ પૂછયું મજુરોએ કહ્યું "સતત ૩૬ કલાક કામ કરી અમારા ઘરે જઈ રહ્યા છીએ"-સતત ૩૬ કલાક કામ સાંભળીને એ સવેન્દનશીલ મહિલા હચમચી ગયા ,તેમનું હૈયું કરાહી ઉઠ્યું ,મજુરોને આ અન્યાય  અને તેમને મળતા વળતર બાબતે સંગઠિત કર્યા ,પોતાના સગા ભાઈ સહિતના અમદાવાદના મિલમાલિકો સામે લગભગ ૨૧ દિવસ હડતાલ પાડી અને મજુરોને તેમના વ્યાજબી હક્કો અપાવ્યા .આ નારાયણીનું નામ અનસુયાબેન સારાભાઇ .જન્મ અમદાવાદના પસિદ્ધ સારાભાઇ પરિવારમાં ,નવ વર્ષની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ,૧૩ વર્ષની ઉમરે બાળલગ્ન નિષ્ફળ રહ્યું ૧૯૧૨મા બ્રિટન મેડિકલનું ભણવા ગયા પણ તેમાં જીવહત્યા થતી હોવાથી અને ખાસ તો જૈન હોવાથી  એ ભણવાનું માંડી વાળ્યું પણ ત્યાંથી ફેબિયન સમાજવાદથી ગાઢ રીતે પ્રભાવિત થયા હતા.અમદાવાદમાં આવી હોમરુલ આન્દોલનથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો.તે પછી તો ગુજરાતમાં થયેલા મોટા ભાગના આદોલનો અને જાહેરજીવનની પ્રવુંતિઓમાં અનસુયાબેન સક્રિય રહ્યા હતા.૧૯૧૪મા અમદાવાદમાં અમરપુરામાં જ્યુબીલી મિલ...

દાદાસાહેબ :ગણેશ વાસુદેવ માવલંકર [૧૮૮૮-૧૯૫૬]

દાદાસાહેબ :ગણેશ વાસુદેવ માવલંકર [૧૮૮૮-૧૯૫૬]   આજે  આઝાદ ભારતની લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર સમેત ક્રાંતિકારી  સુધારક જોતિબા ફૂલે,કવિ શ્રી હરિવંશરાય બચ્ચન અને ઇતિહાસકાર કે.પી.જયસ્વાલનો જન્મદિવસ છે.દાદાસાહેબના હુલામણા નામથી જાણીતા થયેલા શ્રી માવલંકરનો જન્મ વડોદરામાં થયો હતો.તેઓ ૧૯૦૪માં  મેટ્રિક અને ૧૯૦૬મા અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજથી બી.એ થયા હતા.તત્પશ્યાત વકીલાત ,ગુજરાતના જાહેર જીવન અને રાષ્ટ્રના આઝાદીના  સંગ્રામમાં જોડાઈ અનેકવિધ ક્ષેત્રોમાં માતબર યોગદાન આપ્યું હતું .તેમની  બહુવિધ પ્રવુંતિઓ હોવા છતાં તેમાં કેળવણી ક્ષેત્રની કામગીરી સરસાઈ ભોગવે છે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિ.ની સ્થાપનામાં તેમનો સિંહફાળો હતો ગુજરાત યુનિ.સ્થાપના સમયે તેઓ કહેતા હતા કે "ગુજરાત યુનિ.ની કલ્પનાને હું મારૂ સ્વપ્ન નહિ પણ જાગૃત અવસ્થા કહું છું."વિશ્વ વિદ્યાલય એ પોતાના દેશકાળનું પ્રતિબિંબ છે,તેમ દેશકાળને ઘડ્નારું એક બળ પણ છે આમ માનતા હોવાથી તેઓએ  એક વ્યક્તિના નામ સાથે ગુજરાત યુનિ.સંકળાય તેના બદલે હજારો ગુજરાતીઓની સખાવતથી ગુજરાત ...

ફ્રાંસની ક્રાંતિનું દર્પણ:જીન જેક રૂસો [૧૮૧૨-૧૮૭૮ ]

ફ્રાંસની ક્રાંતિનું દર્પણ:જીન જેક  રૂસો  [૧૮૧૨-૧૮૭૮ ] વિશ્વના અનેક દેશોની આઝાદી આંદોલનની પ્રેરકબળ  સમી ૧૭૮૯ની  ફ્રેંચ ક્રાંતિ  માટે કહેવાય છે કે  તે રેસ્ટોરાં અને હેર કટિંગ  સલુંનોમાંથી પેદા થઇ હતી .એનું કારણ  ક્રાંતિ પૂર્વે રચાયેલું બોદ્ધિક  વાતાવરણ હતું . વોલ્તેર ,મોન્તેસ્ક ,રૂસો અને દીદેરો જેવા  વિચારકો ફ્રાન્સની  વિપદા સમયે ઉભા થયા અને દેશને ક્રાંતિ સુધી દોરી ગયા .આ બોદ્ધીકોમાંના  એક રૂસોનો આજે  જન્મદિવસ છે .રૂસો જન્મીને  હજુ  જગતને જુએ તે પહેલા તેની માએ   અંતિમ શ્વાસ લીધા .૧૦ વર્ષની ઉંમરે  પિતા પણ  રુસોને છોડીને ચાલ્યો ગયો .લગભગ અનાથ સમો રૂસોને  પારિવારિક પરવર્રીશને  અભાવે  અશ્લીલ  સાહિત્ય વાંચવાની  બુરી લત વળગી .પરિણામે  અનેક આનુશંગીક દોષો પણ રૂસોના જીવનમાં  પ્રવેશ્યા  .જુઠૂં  બોલવું ,ચોરી કરવી ,વ્યભિચાર વગેરે તેના માટે સહજ બાબતો હતી .લગભગ ૩૦ વર્ષ સુધી  તેના જીવનમાં મહાનતાના કોઈ  લક્ષણો ન હતા .પરંતુ તે પછી મહાપુરુષોના ...

ઇતિહાસકાર ડો.સતીશચંદ્ર મિશ્ર [૧૯૨૫-૧૯૮૪]

૨૨ જુલાઈ માટે                       ઇતિહાસકાર ડો.સતીશચંદ્ર મિશ્ર [૧૯૨૫-૧૯૮૪   સર જદુનાથ સરકારે એવું લખ્યું છે કે "આખા ભારતમાં ઈતિહાસલેખનના સાધનોની  વિવિધતા અને વિપુલતાની દ્રષ્ટીએ ગુજરાત સૌથી સમૃદ્ધ છે ".આ વિધાનના હિસાબે ગુજરાતમાંથી સૌથી વધુ અને પ્રતિભાશાળી ઈતિહાસકારો પાકવા જોઈએ ,પણ કમનસીબે એમ થઇ શક્યું નથી.છતાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા કેટલાક ઈતિહાસકારો તો ગુજરાતમાં નીપજયા છે.તેમાં ડો.સતીશચંદ્ર મિશ્રનું નામ અગ્રણી છે.મધ્યપ્રદેશના હોશંગાબાદમાં જન્મેલા પ્રોફે..મિશ્રએ આગ્રા અને  બનારસ યુનિ.ઓમાંથી શિક્ષણ મેળવ્યું હતું .૧૯૫૦માં શેરશાહ સૂરિ પર તેમણે પીએચ.ડીની પદવી મેળવી હતી.તેઓ ૧૯૫૨માં વડોદરાની એમ.એસ .યુનિ.માં અધ્યાપક તરીકે જોડાયા હતા. મધ્યકાલીન ઇસ્લામી ઇતિહાસકાર તરીકે પંકાયેલા પ્રોફ. મિશ્રએ rise of muslim power in gujarat[1963]"muslim communities of gujarat"[1964],જેવા વિદ્વતાપૂર્ણ ઈતિહાસગ્રંથો લખ્યા છે.મુસ્લિમ કોમ્યુનીટીઝ ઓફ ગુજરાત ગ્રથમાં તેમને ૬૯ મુસ્લિમ ક...