૩૦ ડિસે.માટે ગુજરાતની અસ્મિતા: કનૈયાલાલ મુનશી(૧૮૮૭-૧૯૭૧) ગુજરાતી ભાષાના સૌથી વધુ વંચાતા લેખકો પૈકીના એક,બહુમુખી પ્રતિભા ધરાવતાના ધની,સ્વતંત્રતા સૈનિક અને બીજી અનેક ઓળખ ધરાવતા કનૈયાલાલ માણેકલાલ મુનશીનો આજે જન્મ દિવસ છ્વે.ભરૂચમાં જન્મેલા મુનશીએ બી.એ,એલ.એલ.બી સુધીનો અભ્યાસ કર્યો હતો.બી.એ માં તો તેઓએ એલીસ પ્રાઈઝ પ્રાપ્ત કર્યું હતું..૧૯૧૩મા મુનશીએ વકીલાત શરુ કરી.ગાંધીજીના પ્રભાવમાં આવ્યા,આઝાદીના અન્દોલનમાં જોડાયા .૧૯૩૭ માં રચાયેલા મુંબઈ સરકારના પ્રધાન મંડળના મંત્રી પણ બન્યા હતા.આઝાદી પછી સરદાર પટેલ સાથે હેદ્રાબાદના વિલીનીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી..બંધારણ સભાના સભ્ય,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ,કેન્દ્ર સરકારમાં પ્રધાન જેવા હોદ્દાઓ પણ શોભાવ્યા હતા.મુંબઈમાં ભારતીય વિદ્યાભવન નામની સંસ્થા પણ મુનશીની ઉત્તમ કૃતિ છે. ગુજરાત અને ભારતના જાહેરજીવન ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સર્જન અને સંશોધનના ક્ષત્રે પણ તેમનું માતબર યોગદાન રહ્યું છે.મુનશીના ઐતિહાસિક અને સંસ્કૃતિક કથાનક કેન્દ્રી સર્જનો અતિ લોકપ્રિય થયા છે..ગુજરાતનો નાથ,પાટણની પ્રભુતા,રાજાધિરાજ,કૃષ્ણઅવતાર ,લોપામુદ્રા,તપસ્વિની,...