Posts

અરદેશર કોટવાળ

વિસ્મૃત પ્રતિભા : અરદેશર કોટવાળ (૧૭૯૬-૧૮૫૬) "બહાદુર ને બલવંત ,ઇન્સાફમાં અફસર, પરમાર્થમાં પૂરો ,શુરવીર અરદેશર "             આવા નેકદિલ અને પ્રતિભાશાળી ,૬ ફૂટ ૨ ઇંચ ઊંચાઈ,ભરાવદાર અને કસરતી શરીર  ,ગૌરવર્ણ ,મારકણી આંખો તથા હિંમત અને બહાદુરીના પર્યાય  છતાં ગુજરાતીઓ દ્રારા અવગણાયેલા અરદેશર કોટવાળનો આજે જન્મદિવસ છે.             સુરતમાં પારસી પરિવારમાં જન્મેલા અરદેશરનું મુળનામ અરદેશર બહેરમંદખાન હતું .તેમના પૂર્વજો મુઘલાઈમાં બાદશાહોની  શાસકોની સેવા કરી ઘણા માનપાન પામ્યા હતા. ૨૩ વર્ષની યુવા વયે અરદેશરે અદાલતમાં કારકુન તરીકે કારકિર્દી શરુ કરી હતી.             ૧૮૨૧મા અરદેશરને સુરત નગરની કોટવાળી મળી હતી.તેમના કોટવાળીના સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું એવું તે સુનિયોજન હતું કે સુરતીઓ ઘરના બારણા ઉઘાડા રાખી સુઈ શકતા.સુરતમાં તેઓએ રાત્રીના સમયે હાક મારી જાગતા રહેવાની જવાબદારી અદા કરે તેવી ડાંડિયાની પ્રથા પણ  શરુ કરાવી હતી.તેના પરથી પાછળથી કવિ નર્મદે ડાંડિયો નામનું સાપ્તાહિક શરુ કર્યું હતું. ...

ગુરુ હરગોવિંદ

સચ્ચા બાદશાહ : ગુરુ હર ગોવિંદ ( ૧૫૯૫ ૧૬૪૪ )        આજે તારીખ ૧૯ જુનના રોજ ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક , સર્વોદયી કાર્યકર હરવિલાસબેન મહેતા અને સચ્ચા બાદશાહ તરીકે પ્રસિદ્ધ થયેલા છઠા શીખગુરુ હરગોવિંદનો જન્મદિવસ છે .        અમૃતસર પાસે ગુરુની વડાલી ખાતે જન્મેલા  ગુરુ હરગોવિંદના પિતા અર્જુનદેવ શીખગુરું હતાં .ગુરુ હરગોવિંદે  શીખ ધર્મ ,સંસ્કૃતિ  અને આચાર સંહિતાને મજબુત કરી હતી .શસ્ત્ર અને શાસ્ત્રનું ચિંતન ગુરુ હરગોવિંદે જ રજુ કર્યું હતું  તેઓએ શીખોને યુદ્ધ કળા અને સૈન્ય પરીક્ષણ માટે પ્રેરિત કર્યા . યુદ્ધમાં સામેલ થવાવાળા તેઓ પહેલાં શીખગુરું હતાં . ગુરુ હરગોવિંદે રોહિલા ,કરતારપુર અને અમૃતસર જેવી ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો . તેઓ દલ - ભંજન યોધ્ધા  તરીકે પણ જાણીતા થયાં હતાં .            તેમના ક્રાંતિકારી ચિંતને મુઘલ શાસન સામે વિદ્રોહ જાગૃત કર્યો હતો .પરિણામે મુઘલ બાદશાહ  જહાંગીરે તેમને ગિરફતાર કરી ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા .પરંતુ ગુરુની મહાનતા અને પ્રતિભા પારખી મુક્ત કર્યા હતા .    ...

થોમસ હાર્દી

         થોમસ હાર્ડી (૧૮૪૦..૧૯૨૮)        " અમેરિકાએ એક નવજાત શિશુને( રાષ્ટ્રસંઘ)જન્મ આપી યુરોપમાં  અનાથની જેમ છોડી દીધું છે." વિશ્વશાંતિની સંસ્થાને જન્મ આપી  અમેરિકા તેમાં જોડાયું નહીં ત્યારે આવી સટિક વાણી ઉચ્ચારનાર કવિ, નવલકથાકાર નાટ્યકાર અને વાર્તાકાર થોમસ હાર્ડીનો જનમદિવસ છે.            ઇંગ્લેન્ડના ડોરસેટ ખાતે જન્મેલા થોમસના અભ્યાસની વિશેષ કાળજી તેની માતાએ લીધી હતી.૧૬માં  વર્ષે ઔપચારિક શિક્ષણ પૂરું કરી થોમસ સ્થાપત્યનો અભ્યાસ માટે લંડન ગયા હતા. દરમિયાન સાહિત્ય સર્જન શરૂ કરી વાયોલિન અને નૃત્યનો શોખ કેળવ્યો હતો.          દરેક સાહિત્યકાર જેમ કવિતા લખવાથી રહી શકતો નથી તેમ થોમસ હાર્ડીએ પણ લેખનની શરૂઆત કવિતાથી કરી હતી.૧૭ માં વર્ષે લખવાની શરૂઆત કરનાર  થોમસે ૧૮૭૨ માં જીવન સાહિત્યસર્જન માટે સમર્પિત કર્યું હતું. હાર્ડીની પહેલી કૃતિ પ્રકાશકે રિજેકટ કરી હતી. થોમસ હાર્ડીએ The poor man and the lady, desperate remedies, under the greenwood,far from the maddening,A pair of blue eyes...

સત્યજિત રે

    શો મેન  : સત્યજીત  રે  (  ૧૯૨૧ - ૧૯૯૨ )        આજે તારીખ ૨  મે ના રોજ  મહાન ફિલ્મ સર્જક  સત્યજીત રે  , ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ  વર્ધમાન  શાહ અને રશિયાની મહાન સામ્રાજ્ઞી  કેથેરીન દિ ગ્રેટનો જન્મદિવસ છે .          કોલકાતામાં  કળાપ્રેમી  પરિવારમાં  જન્મેલા સત્યજીત રે એ  પ્રેસિડેન્સી કોલેજ , કોલકાતા  યુનિ . અને  વિશ્વ ભારતીમાંથી  શિક્ષણ  પ્રાપ્ત કર્યું  હતું .          સત્યજીત રેની  કારકિર્દી ચિત્રકાર  તરીકે શરુ  થઇ  હતી .લંડન પ્રવાસ દરમિયાન  ઇટાલિયન નિર્માતાની ફિલ્મથી  પ્રભાવિત  થઇ  ફિલ્મોના  નિર્માણના  ક્ષેત્રે  આવ્યા હતા .તેઓએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રે નિર્માતા  પટકથા લેખન  , ગીતકાર  જેવી અનેક જવાબદારીઓ  વહન કરી  હતી .       પોતાની  ફિલ્મ સર્જન  કારકિર્દી દરમિયાન માનવીય અભિગમ  દર્શાવતી  ...

મહર્ષિ કર્વે

જહા ચાહ વહાં રાહ : મહર્ષિ કર્વે (૧૮૫૮ - ૧૯૬૨)             આજે ઘોંડું કેશવ કર્વનો જન્મદિન છે. પૈતૃક ગામ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠાનું મરૂડ પણ જન્મ મોસાળ શેરવલીમાં થયો હતો. તેમની પહેલાના ત્રણ ભાઈઓ બચપણમાં જ મૃત્યું પામતા માતા બાળક ઘોંડુના સ્વાસ્થય વિશે સતત ચિંતિત રહેતા હતા. પણ ચિંતિત માને કયાં ખબર હતી કે પુત્ર ૧૦૪ વર્ષ જીવશે અને ઇતિહાસમાં નામ અંકિત કરશે.           સામાન્ય પરિવારના ઘોન્ડુ એ અનેક વિપદાઓ વચ્ચે અભ્યાસ કર્યો.૧૫ માં વર્ષે રાધાબાઈ સાથે લગ્ન થયા પછી મુંબઈ ભણવા ગયા. ત્યાં ખર્ચ કાઢવા ટ્યુશન કરતાં પણ તેમાંથી ૧ રૂપિયો ધર્માદામાં આપતાં. પિતાના અવસાન પછી માતા પરના વૈધવય  અસહ્ય બંધનો એ તેમને સમાજ સુધારાની દિશા ચીંધી હતી.           નાની મોટી નોકરીઓ કરતાં પૂનાની ફર્ગ્યુશન કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યાં. સમાજ સુધારા માટે પોતાનાથી દાખલા ઊભા કરવા જોઈએ તે ન્યાયે પત્ની અને બહેનને વેકેશનમાં ભણાવતા. તેમનો સૈાથી મોટો દાખલો તે ૧૧ માર્ચ ૧૮૯૩ ના રોજ આનંદીબાઈ   સાથે કરેલાં વિધવાલગ્ન. આ પુનઃ લગ્ને પશ...

સ્નેહરશ્મિ

            આજે તારીખ ૧૬ એપ્રિલ. આજના દિવસે જ ૧૮૬૮ નાં વર્ષે પંચમહાલના ૫ નાયક આદિવાસીઓને અંગ્રેજોએ ફાંસીના માંચડે લટકાવી દીધા હતા . આજના દિવસે જ મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી સ્નેહરશ્મિનો જન્મ થયો હતો .            સ્નેહરશ્મિનું મૂળ નામ ઝીણાભાઈ રતનજી દ્દેસાઈ અને જન્મસ્થળ વલસાડ જિલ્લામાં ચીખલી ખાતે. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ ચીખલીમાં મેળવ્યું.૧૯૨૦ માં અસહકારનું આંદોલન શરૂ થતાં અભ્યાસ પડતો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા હતા.           વિદ્યાપીઠના સ્નાતક થઈ અધ્યાપક બન્યાં.૧૯૩૦ માં "સત્યાગ્રહ પત્રિકા"નું સંપાદન સંભાળ્યુ. મુંબઇ રાષ્ટ્રીય શાળામાં આચાર્ય બન્યાં.૧૯૩૮ માં અમદાવાદમાં ચી. ન. વિદ્યાવિહારના આચાર્યપદે જોડાયાં .૧૯૪૨ માં હિંદ છોડો આંદોલન માં ભાગ લઈ જેલવાસ પણ ભોગવ્યો.            આઝાદીના સૈનિક કરતાં સ્નેહરશ્મિ સાહિત્યકાર તરીકે વધુ જાણીતા  છે. અર્ધ્ય , અણદીઠ જાદુગર, પનઘટ, સોનેરી ચાંદ રૂપેરી સૂરજ, અતીતની પાંખમાંથી, કેવળ બીજ, ગાતાં આસોપાલવ, તૂટેલા તાર, મોટી બહેન, હીરાના લટકણિયા...

My Publications

૧ . ઇતિહાસ અન્વેષણા  , ૨૦૦૧ ૨ .ઇતિહાસ દર્પણ ,૨૦૦૬  ૩ .પંચમહાલ જીલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો ,૨૦૦૭ ૪ .પંચમહાલનાં આદિવાસીઓની વિકાસયાત્રા ,૨૦૦૯ ,૨૦૧૬ ૫ .ભીલ સેવા મંડળ ,૨૦૧૦ ૬. વિસરાયેલા શહીદો : પંચમહાલનાં નાયક       આદિવાસીઓનો આઝાદીનો જંગ , ૨૦૧૧ ,૨૦૧૬ (આ પુસ્તકનો હિન્દી અનુવાદ - વિસ્મૃત શહીદ નામે થયો છે ,૨૦૧૯)  ૭ .આઝાદીના  જંગનો આદિવાસી રંગ : ૧૭ નવેમ્બર ૧૯૧૩ ,માનગઢ  હત્યાકાંડ ,૨૦૧૨ ,૨૦૧૫ ,૨૦૧૭ ૮ .ગુજરાતની આદિવાસી સંસ્કૃતિ ,૨૦૧૩ ,૨૦૧૬ ૯ . મહાગુજરાત આંદોલન ,૨૦૧૬ ૧૦ . ગુજરાત યુનિવર્સિટી : વિદ્યાનું વટવૃક્ષ ,૨૦૧૬ ૧૧ .સાંસ્થાનિક  ગુજરાતની આદિવાસી ચળવળો ,૨૦૧૯ ૧૨ . ગુજરાતની અનુસૂચિત જનજાતિની ચળવળો        ( સંપા. ૨૦૧૯) ૧૩ . ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત : ડાંગ દરબાર ,૨૦૨૦