Posts

સિકંદર

૨૦ જુલાઈ એલેકઝાંડર દિ ગ્રેટ :સિકંદર ( ઈ.સ.પૂર્વે ૩૫૬ - ૩૨૩ ) "પિતાજી તમે જ બધું જીતી લેશો તો મારા ભાગમાં જીતવા માટે શું રહેશે ?,જેવી દંતકથનાત્મક વાતો જેની સાથે સંકળાયેલી છે તે એલેકઝાડર અને આપણી ભાષામાં સિકંદર તરીકે ઓળખાતા ગ્રીક સેનાપતિનો આજે જન્મ દિવસ છે. આખું નામ એલેકઝાડર ત્રીજો ઓફ મેસેડોન હતું.ઈ.સ.પૂર્વે ૩૩૩ માં મેસેડોનિયામાં દરીયસ ત્રીજાને હરાવી રાજ્ય સ્થાપ્યું અને સમયના વહેંણ  સાથે સામ્રાજ્ય પણ ઉભું કર્યું.તેનું સ્વપ્ન આખી દુનિયા જીતવાનું હતું. ઈ.સ પૂર્વે ૩૨૬-૨૭મા તે ભારત વિજય માટે આવ્યો .ઝેલમ અને ચિનાબ નદીઓ વચ્ચે રાજ કરતા પોરસ સાથેના તેના યુદ્ધની ચર્ચા ભારતમાં સવિશેષ થાય છે.સિકંદરે પણ  પોરસ અને તેના બહાદુર સૈનિકોની પસંશા કરી છે.ખરેખર તો પોરસના પરાક્રમથી પ્રભાવિત થઇ સિકંદર ભારતમાં આગળ વઘવાનું વિચારી શક્યો ન હતો. વાયવ્ય ભારતથી જ તે મેસેડોનિયા પરત ફરવા નીકળ્યો પણ પહોચી ન શક્યો પહેલા તેનો પ્રિય અશ્વ બીસોફોલસ અને પછી ૧૩ જુન ૩૨૩ નાં રોજ સિકંદરનું બેબીલોન (આજનું ઈરાક )ખાતે મેલેરિયાથી અવસાન થયું હતું.મૃત્યુ પહેલા તેણે કહેલું કે મારી દફનવિધિ વખતે મારા હાથ કોફીનમાંથી બહાર રાખજો જેથ...

ડેવિડ થોરો

            ડેવિડ થોરો (૧૮૧૭-૧૮૬૨)                                    આજે શાંતિનું નોબલ પારિતોષિક પામનાર મલાયા યુસુફજાઈ ,વિચારક હેનરી ડેવિડ થોરો ,સાહિત્યકાર પાબ્લો નેરુદા અને ગુજરાતી સંશોધક અને સાહિત્યકાર શ્રીકલ્યાણરાય જોશીનો જન્મદિવસ છે .                         આજે જન્મેલા મહાનુભાવોમાંથી આપણે પરિચય કરીએ અમેરિકન કવિ નિબંધકાર અને દાર્શનિક હેનરી ડેવિડ થોરોનો .થોરોનો જન્મ અમેરિકાના મેસેચ્યુંસેટસ રાજ્યના કન્કર્દ ખાતે થયો હતો.તેમનો બાહ્ય દેખાવ એવો હતો કે એકવાર તેમને જોનાર થોરોને ભૂલી શકતા નહિ .                 હાર્વડ કોલેજમાં ક્લાસિક,તત્વજ્ઞાન,ગણિત અને વિજ્ઞાનના વિષયો સાથે તેઓ સ્નાતક થયા હતા.હેનરી ડેવિડ થોરોનું સ્મરણ ખાસ કરીને તેમના પુસ્તકો અને પર્યાવર...

ગુરુદત્ત

  ભારતના ઓર્સન વેલ્સ: ગુરુદત્ત (૧૯૨૫ - ૧૯૬૪)         આજે તારીખ ૯ જુલાઇ અને રશિયાના પહેલાં શાસક ( ઝાર ) પીટર દિ ગ્રેટ અને ભારતનાં ઓર્સન વેલ્સ તરીકે પણ ઓળખાણ પામેલાં ગુરુદત્તનો જન્મદિવસ છે.          બેંગ્લોરમાં જન્મેલાં ગુરુદત્તનું મૂલનામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમના પિતા સ્કૂલમાં હેડ માસ્તર હતાં. ગુરુદત્તના જન્મ સમયે માતાની વય ૧૬ વર્ષ હતી. ગુરુદત્તનું બચપણ કોલકતામાં વીત્યું હતું જ્યાં બંગાળી સંસ્કૃતિનો તેમના પર એટલો તો પ્રભાવ પડયો કે તેઓએ જન્મનું નામ બદલી ગુરુદત્ત રાખી લીધું.         તેમનાં દાદી હાથની આંગળીઓથી દિવાલ પર વિવિધ મુદ્રામાંથી આકૃત્તિઓ ઉપસાવતાં તે ગુરુદત્તના અભિનય વર્ગનું પહેલું પ્રશિક્ષણ હતું. પછી તો નૃત્ય, નાટક અને સંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી. ફિલ્મી દુનિયામાં આવતાં પહેલાં ટેલિફોન ઓપરેટર તરીકે પણ કામ કર્યું હતું.         અભિનેતા , નિર્દેશક, નિર્માતા અને કોરિયોગ્રાફર  ગુરુદત્તે શરૂમાં જરુર પડતાં અભિનય કરવાની ફરજ પડી હતી. પછી તો ૧૯૫૦-૬૦નો દાયકો ગુરુદત્તના નામે રહ્ય...

અરદેશર કોટવાળ

વિસ્મૃત પ્રતિભા : અરદેશર કોટવાળ (૧૭૯૬-૧૮૫૬) "બહાદુર ને બલવંત ,ઇન્સાફમાં અફસર, પરમાર્થમાં પૂરો ,શુરવીર અરદેશર "             આવા નેકદિલ અને પ્રતિભાશાળી ,૬ ફૂટ ૨ ઇંચ ઊંચાઈ,ભરાવદાર અને કસરતી શરીર  ,ગૌરવર્ણ ,મારકણી આંખો તથા હિંમત અને બહાદુરીના પર્યાય  છતાં ગુજરાતીઓ દ્રારા અવગણાયેલા અરદેશર કોટવાળનો આજે જન્મદિવસ છે.             સુરતમાં પારસી પરિવારમાં જન્મેલા અરદેશરનું મુળનામ અરદેશર બહેરમંદખાન હતું .તેમના પૂર્વજો મુઘલાઈમાં બાદશાહોની  શાસકોની સેવા કરી ઘણા માનપાન પામ્યા હતા. ૨૩ વર્ષની યુવા વયે અરદેશરે અદાલતમાં કારકુન તરીકે કારકિર્દી શરુ કરી હતી.             ૧૮૨૧મા અરદેશરને સુરત નગરની કોટવાળી મળી હતી.તેમના કોટવાળીના સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું એવું તે સુનિયોજન હતું કે સુરતીઓ ઘરના બારણા ઉઘાડા રાખી સુઈ શકતા.સુરતમાં તેઓએ રાત્રીના સમયે હાક મારી જાગતા રહેવાની જવાબદારી અદા કરે તેવી ડાંડિયાની પ્રથા પણ  શરુ કરાવી હતી.તેના પરથી પાછળથી કવિ નર્મદે ડાંડિયો નામનું સાપ્તાહિક શરુ કર્યું હતું. ...

ગુરુ હરગોવિંદ

સચ્ચા બાદશાહ : ગુરુ હર ગોવિંદ ( ૧૫૯૫ ૧૬૪૪ )        આજે તારીખ ૧૯ જુનના રોજ ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક , સર્વોદયી કાર્યકર હરવિલાસબેન મહેતા અને સચ્ચા બાદશાહ તરીકે પ્રસિદ્ધ થયેલા છઠા શીખગુરુ હરગોવિંદનો જન્મદિવસ છે .        અમૃતસર પાસે ગુરુની વડાલી ખાતે જન્મેલા  ગુરુ હરગોવિંદના પિતા અર્જુનદેવ શીખગુરું હતાં .ગુરુ હરગોવિંદે  શીખ ધર્મ ,સંસ્કૃતિ  અને આચાર સંહિતાને મજબુત કરી હતી .શસ્ત્ર અને શાસ્ત્રનું ચિંતન ગુરુ હરગોવિંદે જ રજુ કર્યું હતું  તેઓએ શીખોને યુદ્ધ કળા અને સૈન્ય પરીક્ષણ માટે પ્રેરિત કર્યા . યુદ્ધમાં સામેલ થવાવાળા તેઓ પહેલાં શીખગુરું હતાં . ગુરુ હરગોવિંદે રોહિલા ,કરતારપુર અને અમૃતસર જેવી ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો . તેઓ દલ - ભંજન યોધ્ધા  તરીકે પણ જાણીતા થયાં હતાં .            તેમના ક્રાંતિકારી ચિંતને મુઘલ શાસન સામે વિદ્રોહ જાગૃત કર્યો હતો .પરિણામે મુઘલ બાદશાહ  જહાંગીરે તેમને ગિરફતાર કરી ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા .પરંતુ ગુરુની મહાનતા અને પ્રતિભા પારખી મુક્ત કર્યા હતા .    ...

થોમસ હાર્દી

         થોમસ હાર્ડી (૧૮૪૦..૧૯૨૮)        " અમેરિકાએ એક નવજાત શિશુને( રાષ્ટ્રસંઘ)જન્મ આપી યુરોપમાં  અનાથની જેમ છોડી દીધું છે." વિશ્વશાંતિની સંસ્થાને જન્મ આપી  અમેરિકા તેમાં જોડાયું નહીં ત્યારે આવી સટિક વાણી ઉચ્ચારનાર કવિ, નવલકથાકાર નાટ્યકાર અને વાર્તાકાર થોમસ હાર્ડીનો જનમદિવસ છે.            ઇંગ્લેન્ડના ડોરસેટ ખાતે જન્મેલા થોમસના અભ્યાસની વિશેષ કાળજી તેની માતાએ લીધી હતી.૧૬માં  વર્ષે ઔપચારિક શિક્ષણ પૂરું કરી થોમસ સ્થાપત્યનો અભ્યાસ માટે લંડન ગયા હતા. દરમિયાન સાહિત્ય સર્જન શરૂ કરી વાયોલિન અને નૃત્યનો શોખ કેળવ્યો હતો.          દરેક સાહિત્યકાર જેમ કવિતા લખવાથી રહી શકતો નથી તેમ થોમસ હાર્ડીએ પણ લેખનની શરૂઆત કવિતાથી કરી હતી.૧૭ માં વર્ષે લખવાની શરૂઆત કરનાર  થોમસે ૧૮૭૨ માં જીવન સાહિત્યસર્જન માટે સમર્પિત કર્યું હતું. હાર્ડીની પહેલી કૃતિ પ્રકાશકે રિજેકટ કરી હતી. થોમસ હાર્ડીએ The poor man and the lady, desperate remedies, under the greenwood,far from the maddening,A pair of blue eyes...

સત્યજિત રે

    શો મેન  : સત્યજીત  રે  (  ૧૯૨૧ - ૧૯૯૨ )        આજે તારીખ ૨  મે ના રોજ  મહાન ફિલ્મ સર્જક  સત્યજીત રે  , ગુજરાતી સાહિત્યકાર ચુનીલાલ  વર્ધમાન  શાહ અને રશિયાની મહાન સામ્રાજ્ઞી  કેથેરીન દિ ગ્રેટનો જન્મદિવસ છે .          કોલકાતામાં  કળાપ્રેમી  પરિવારમાં  જન્મેલા સત્યજીત રે એ  પ્રેસિડેન્સી કોલેજ , કોલકાતા  યુનિ . અને  વિશ્વ ભારતીમાંથી  શિક્ષણ  પ્રાપ્ત કર્યું  હતું .          સત્યજીત રેની  કારકિર્દી ચિત્રકાર  તરીકે શરુ  થઇ  હતી .લંડન પ્રવાસ દરમિયાન  ઇટાલિયન નિર્માતાની ફિલ્મથી  પ્રભાવિત  થઇ  ફિલ્મોના  નિર્માણના  ક્ષેત્રે  આવ્યા હતા .તેઓએ ફિલ્મ નિર્માણના ક્ષેત્રે નિર્માતા  પટકથા લેખન  , ગીતકાર  જેવી અનેક જવાબદારીઓ  વહન કરી  હતી .       પોતાની  ફિલ્મ સર્જન  કારકિર્દી દરમિયાન માનવીય અભિગમ  દર્શાવતી  ...