Posts

ગની દહીંવાલા

ગઝલના બુલબુલ : ગની દહીવાલા ( ૧૯૦૮ - ૧૯૮૭ )            આજે તારીખ ૧૭ ઓગસ્ટના રોજ ગુજરાતી  ભાષાના  મોટા ગજાના ગઝલકાર ગની દહીવાલા ,રંગભૂમિના નટ અને દિગ્દર્શક બરજોર પટેલ , સર્વોદય કાર્યકર કાંતિભાઈ શાહ ,નવલકથાકાર અમૃતલાલ નાગરનો જન્મદિન અને ક્રાંતિકાર મગનલાલ ઢીંગરાની પુણ્યતિથિ છે .             ગની દહીવાલાનું આખુનામ અબ્દુલ ગની અબ્દુલ કરીમ દહીવાલા હતું . સુરતમાં જન્મેલાં ગની દહીવાલા ગુજરાતી ત્રણ ચોપડી સુધીજ ભણ્યા હતાં .તેમનો વ્યવસાય દરજીકામ હતો . સુરતમાં તેઓએ સ્વરસંગમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી .મહા ગુજરાત ગઝલ મંડળના ગની દહીવાલા સ્થાપક સભ્ય  હતાં .               ગુજરાતી સાહિત્ય સર્જન ક્ષેત્રે ગઝલને પોતાના સર્જનનું ખાસ ક્ષેત્ર બનાવનાર ગની દહીવાલાએ ગાતાં ઝરણાં , મહેંક , મધુરપ , ગનીમત , નિરાંત ,ફાંસ ફૂલની અને ગનીભાઈનાં શ્રેષ્ઠ કાવ્યો જેવાં કાવ્ય ગ્રંથો લખ્યાં છે . ભીખારણનું ગીત અને ચાલ મજાની આંબાવાડી તેમની જાણીતી રચનાઓ  છે .                ...

ચંદ્રકાંત બક્ષી

            આજે તારીખ ૨૦ ઓગસ્ટ અને આજીવન સંશોધક રસિકલાલ પરીખ , નારાયણ ગુરુ , રાજીવ ગાંધી અને ચંદ્રકાંત બક્ષીનો જન્મદિવસ તથા  લોક સંગીતજ્ઞ હેમુ ગઢવી ,અવિનાશ વ્યાસ , રાજનેતા સનત મહેતા અને રશિયન સામ્યવાદી નેતા લિયોન ટ્રોટસ્કીની પુણ્યતિથિ છે.              ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુરમાં અને  અભ્યાસ  એમ.એ , એલ.એલ .બી સુધીનો .કલકતામાં  વ્યવસાય કરતાં સાહિત્ય સર્જન શરુ કર્યું .બક્ષી મુંબઈમાં ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્રના  અધ્યાપક , આચાર્ય અને પત્રકાર પણ રહ્યાં હતા .              તેઓની વિશેષ ઓળખ સાહિત્યકાર અને કટાર લેખક તરીકેની હતી .સાહિત્ય સર્જન ક્ષેત્રે ચંદ્રકાંત બક્ષીએ પડઘા ડૂબી ગયા , રોમાં ,એકલતાના કિનારા ,આકાર ,અતીતવન , પેરેલિસિસ , એક સાંજની મુલાકાત , હું કોનારક શાહ ,બક્ષીની શ્રેષ્ઠ વાર્તાઓ , ચદ્રકાંત બક્ષીના શ્રેષ્ઠ નિબંધો , તવારીખ , વાતાયન જેવાં નવલકથા , વાર્તા , ઈતિહાસ અને રાજકારણ જેવાં અનેક વિષયો પર ૧૮૦ થી વધુ પુસ્તકો લખ્યાં છે . તેમણે બક્ષીનામાશીર્ષકથી ત્રણ ભાગમ...

માસ્તર કરીમ મહમદ

વિસરાયેલા વિદ્વાન : કરીમ મહમદ માસ્તર                 ( ૧૮૮૪  - ૧૯૬૨ )     આજે તારીખ ૧૮ ઓગસ્ટના રોજ મરાઠા સેનાપતિ બાજીરાવ પહેલાં , કરીમ મહમદ માસ્તર ,લીનાબેન મંગળદાસ , કુલપતિ એન.વી .વસાણી સંગીતકાર વિષ્ણુ દિગંબર પલુસ્કર અને બ્રિટીશ પ્રધાન મંત્રી જ્હોન રસેલનો જન્મદિવસ છે .      વહોરા પરિવારમાં જન્મેલાં કરીમ મહમદે નડિયાદમાં વકીલાત અને જુનાગઢ સદર અદાલતમાં જજ તરીકે કામ કર્યું હતું .૧૯૪૮માં નિવૃત થયા પછી તેઓએ અધ્યયન અને સંશોધન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું .તેઓનું વિશેષ સ્મરણ મહા ગુજરાતના મુસલમાનો , પંચસુરા અને મુસલમાન વકફ આક્ટ જેવાં પુસ્તકોના લેેેખન માટે થાય છે .       મહા ગુજરાતના મુસલમાનો નામનો બે ભાગમાં લખાયેલો ગ્રંથ આજે પણ  માહિતીપૂર્ણ અને પ્રમાણભૂત ગ્રંથ ગણાય છે .તેમનું પંચસુરા નામનું પુસ્તક ઇસ્લામ વિશેની શાસ્ત્રીય માહિતી આપે છે .       ૨૧ ડીસેમ્બર ૧૯૬૨ ના રોજ ૭૮ વર્ષની વયે કરીમ મહમદ માસ્તરનું અવસાન થયું હતું .તેમની સર્જન શક્તિ કવિતામાં પણ પ્રતિબિમ્બિત થાય છે : " અશ્રુ સરે છે આં...

સિકંદર

૨૦ જુલાઈ એલેકઝાંડર દિ ગ્રેટ :સિકંદર ( ઈ.સ.પૂર્વે ૩૫૬ - ૩૨૩ ) "પિતાજી તમે જ બધું જીતી લેશો તો મારા ભાગમાં જીતવા માટે શું રહેશે ?,જેવી દંતકથનાત્મક વાતો જેની સાથે સંકળાયેલી છે તે એલેકઝાડર અને આપણી ભાષામાં સિકંદર તરીકે ઓળખાતા ગ્રીક સેનાપતિનો આજે જન્મ દિવસ છે. આખું નામ એલેકઝાડર ત્રીજો ઓફ મેસેડોન હતું.ઈ.સ.પૂર્વે ૩૩૩ માં મેસેડોનિયામાં દરીયસ ત્રીજાને હરાવી રાજ્ય સ્થાપ્યું અને સમયના વહેંણ  સાથે સામ્રાજ્ય પણ ઉભું કર્યું.તેનું સ્વપ્ન આખી દુનિયા જીતવાનું હતું. ઈ.સ પૂર્વે ૩૨૬-૨૭મા તે ભારત વિજય માટે આવ્યો .ઝેલમ અને ચિનાબ નદીઓ વચ્ચે રાજ કરતા પોરસ સાથેના તેના યુદ્ધની ચર્ચા ભારતમાં સવિશેષ થાય છે.સિકંદરે પણ  પોરસ અને તેના બહાદુર સૈનિકોની પસંશા કરી છે.ખરેખર તો પોરસના પરાક્રમથી પ્રભાવિત થઇ સિકંદર ભારતમાં આગળ વઘવાનું વિચારી શક્યો ન હતો. વાયવ્ય ભારતથી જ તે મેસેડોનિયા પરત ફરવા નીકળ્યો પણ પહોચી ન શક્યો પહેલા તેનો પ્રિય અશ્વ બીસોફોલસ અને પછી ૧૩ જુન ૩૨૩ નાં રોજ સિકંદરનું બેબીલોન (આજનું ઈરાક )ખાતે મેલેરિયાથી અવસાન થયું હતું.મૃત્યુ પહેલા તેણે કહેલું કે મારી દફનવિધિ વખતે મારા હાથ કોફીનમાંથી બહાર રાખજો જેથ...

ડેવિડ થોરો

            ડેવિડ થોરો (૧૮૧૭-૧૮૬૨)                                    આજે શાંતિનું નોબલ પારિતોષિક પામનાર મલાયા યુસુફજાઈ ,વિચારક હેનરી ડેવિડ થોરો ,સાહિત્યકાર પાબ્લો નેરુદા અને ગુજરાતી સંશોધક અને સાહિત્યકાર શ્રીકલ્યાણરાય જોશીનો જન્મદિવસ છે .                         આજે જન્મેલા મહાનુભાવોમાંથી આપણે પરિચય કરીએ અમેરિકન કવિ નિબંધકાર અને દાર્શનિક હેનરી ડેવિડ થોરોનો .થોરોનો જન્મ અમેરિકાના મેસેચ્યુંસેટસ રાજ્યના કન્કર્દ ખાતે થયો હતો.તેમનો બાહ્ય દેખાવ એવો હતો કે એકવાર તેમને જોનાર થોરોને ભૂલી શકતા નહિ .                 હાર્વડ કોલેજમાં ક્લાસિક,તત્વજ્ઞાન,ગણિત અને વિજ્ઞાનના વિષયો સાથે તેઓ સ્નાતક થયા હતા.હેનરી ડેવિડ થોરોનું સ્મરણ ખાસ કરીને તેમના પુસ્તકો અને પર્યાવર...

ગુરુદત્ત

  ભારતના ઓર્સન વેલ્સ: ગુરુદત્ત (૧૯૨૫ - ૧૯૬૪)         આજે તારીખ ૯ જુલાઇ અને રશિયાના પહેલાં શાસક ( ઝાર ) પીટર દિ ગ્રેટ અને ભારતનાં ઓર્સન વેલ્સ તરીકે પણ ઓળખાણ પામેલાં ગુરુદત્તનો જન્મદિવસ છે.          બેંગ્લોરમાં જન્મેલાં ગુરુદત્તનું મૂલનામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ હતું. તેમના પિતા સ્કૂલમાં હેડ માસ્તર હતાં. ગુરુદત્તના જન્મ સમયે માતાની વય ૧૬ વર્ષ હતી. ગુરુદત્તનું બચપણ કોલકતામાં વીત્યું હતું જ્યાં બંગાળી સંસ્કૃતિનો તેમના પર એટલો તો પ્રભાવ પડયો કે તેઓએ જન્મનું નામ બદલી ગુરુદત્ત રાખી લીધું.         તેમનાં દાદી હાથની આંગળીઓથી દિવાલ પર વિવિધ મુદ્રામાંથી આકૃત્તિઓ ઉપસાવતાં તે ગુરુદત્તના અભિનય વર્ગનું પહેલું પ્રશિક્ષણ હતું. પછી તો નૃત્ય, નાટક અને સંગીતની શાસ્ત્રીય તાલીમ લીધી. ફિલ્મી દુનિયામાં આવતાં પહેલાં ટેલિફોન ઓપરેટર તરીકે પણ કામ કર્યું હતું.         અભિનેતા , નિર્દેશક, નિર્માતા અને કોરિયોગ્રાફર  ગુરુદત્તે શરૂમાં જરુર પડતાં અભિનય કરવાની ફરજ પડી હતી. પછી તો ૧૯૫૦-૬૦નો દાયકો ગુરુદત્તના નામે રહ્ય...

અરદેશર કોટવાળ

વિસ્મૃત પ્રતિભા : અરદેશર કોટવાળ (૧૭૯૬-૧૮૫૬) "બહાદુર ને બલવંત ,ઇન્સાફમાં અફસર, પરમાર્થમાં પૂરો ,શુરવીર અરદેશર "             આવા નેકદિલ અને પ્રતિભાશાળી ,૬ ફૂટ ૨ ઇંચ ઊંચાઈ,ભરાવદાર અને કસરતી શરીર  ,ગૌરવર્ણ ,મારકણી આંખો તથા હિંમત અને બહાદુરીના પર્યાય  છતાં ગુજરાતીઓ દ્રારા અવગણાયેલા અરદેશર કોટવાળનો આજે જન્મદિવસ છે.             સુરતમાં પારસી પરિવારમાં જન્મેલા અરદેશરનું મુળનામ અરદેશર બહેરમંદખાન હતું .તેમના પૂર્વજો મુઘલાઈમાં બાદશાહોની  શાસકોની સેવા કરી ઘણા માનપાન પામ્યા હતા. ૨૩ વર્ષની યુવા વયે અરદેશરે અદાલતમાં કારકુન તરીકે કારકિર્દી શરુ કરી હતી.             ૧૮૨૧મા અરદેશરને સુરત નગરની કોટવાળી મળી હતી.તેમના કોટવાળીના સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું એવું તે સુનિયોજન હતું કે સુરતીઓ ઘરના બારણા ઉઘાડા રાખી સુઈ શકતા.સુરતમાં તેઓએ રાત્રીના સમયે હાક મારી જાગતા રહેવાની જવાબદારી અદા કરે તેવી ડાંડિયાની પ્રથા પણ  શરુ કરાવી હતી.તેના પરથી પાછળથી કવિ નર્મદે ડાંડિયો નામનું સાપ્તાહિક શરુ કર્યું હતું. ...