Posts

સુષ્મા સ્વરાજ

 રાજનીતિની ગિરિમાળા : સુષ્મા સ્વરાજ                   (૧૯૫૨- ૨૦૧૯ ) આજે તારીખ ૧૪ ફેબ્રુઆરી અને મુઘલ બાદશાહ બાબુર , રંગના કવિ સોમાલાલ શાહ , પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ ,સ્વતંત્રતા સૈનિક મોહનલાલ ધારિયા , બ્રિટીશ અર્થશાસ્ત્રી રોબર્ટ માલ્થાસ , સિને તારિકા મધુબાલા અને રાજનીતિની ગિરિમાળા સમાન સુષ્મા સ્વરાજનો જન્મદિવસ છે .  હરિયાણાના અંબાલામાં જન્મેલા  તેજસ્વી છાત્રા સુષ્મા સ્વરાજે બી.એ , એલ .એલ.બી સુધીનો અભ્યાસ કર્યો  અને  એ.બી .વી.પી થી જાહેરજીવનનો પ્રારંભ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના વકીલ સુષ્મા સ્વરાજ જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના સમર્થક  અને કટોકટીના વિરોધી રહ્યાં હતાં . વિદ્યાર્થી અવસ્થામાં કોલેજમાં શ્રેષ્ઠ છાત્રા , શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ એન.સી .સી કેડેટ રહ્યાં હતાં . સુષ્મા સ્વરાજની રાજકીય વિકાસયાત્રા ધારાસભ્ય , એકાધિક વખત સાંસદ , રાજ્યના પ્રધાન , સુચના અને પ્રસારણ મંત્રી , દિલ્હીના મુખ્યમંત્રી અને વિદેશમંત્રી લગી વિસ્તરી હતી .દિલ્હીના પહેલાં મુખ્યમંત્રી અને શ્રેષ્ઠ સાંસદ સુષ્મા સ્વરાજ ...

અચ્યુત પટવર્ધન

૫ ફેબ્રુઆરી સતારાના સિંહ : અચ્યુત પટવર્ધન  ( ૧૯૦૫ -૧૯૯૨ ) આજે તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ સમાજવાદી નેતા અચ્યુત પટવર્ધનનો  જન્મદિવસ અને ગઝલકાર આસીમ રાંદેરી  અને ઇતિહાસકાર થોમસ કાર્લાઈલની પુણ્યતિથિ છે .  ધનિક પરિવારમાં ૬ સંતાનોમાં બીજા પુત્ર તરીકે જન્મેલા અચ્યુત પટવર્ધન અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક થયાં હતાં .અર્થશાસ્ત્રના પ્રોફેસર પટવર્ધન થિયોસોફીથી ગાઢ રીતે પ્રભાવિત થયાં હતા. યુરોપના દેશોના પ્રવાસો અને વાંચનથી તેઓ પર સમાજવાદી વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો . અચ્યુત પટવર્ધન ભારતીય સમાજવાદી પક્ષના સ્થાપક સભ્ય પણ બન્યાં હતાં . તેઓ સવિનય કાનુન ભંગ આંદોલન અને હિન્દ છોડો આંદોલનના સક્રિય સૈનિક હતાં સત્યાગ્રહમાં  ભાગ લેવા બદલ જેલની સજા પણ થઈ હતી ..સતારા સત્યાગ્રહના મુખ્ય નેતા અચ્યુત પટવર્ધને ત્યાં સમાંતર સરકારની સ્થાપના પણ કરી હતી .અચ્યુત પટવર્ધન ૧૯૫૦ પછી રાજનીતિમાંથી સન્યાસ લઈ પુનામાં સ્થાયી થયાં હતાં .  ૧૦૦ થી વધુ પુસ્તકો અને પેમ્ફલેટ લખનાર પટવર્ધનનાં કોમ્યુનલ ટ્રાઈગલ ઓફ ઇન્ડિયા ( હિંદનો કોમી ત્રિકોણ ) અને આઈડીયોલોજી એન્ડ પર્સ્પેકટીવ ઓફ સોશ્યલ ચેન્જ ઇન ...

પંડિત ભીમસેન

પંડિત ભીમસેન જોશી{૧૯૨૨-૨૦૧૧} ભારતીય શાસ્ત્રીય સંગીત પર્મ્પરાને સુદ્રઢ બનાવનાર પંડિત ભીમસેન જોશીનો આજે જન્મદિન છે.કર્ણટક  ગડગ પાસેંના રોણ ગામે જન્મેલા ભીમસેન માતા-પિતાના સોળ સંતાનોમાં સૌથી મોટા હતા. બચપણમાં જ માં નું અવસાન થતા તેમનો ઉછેર સાવકી માએ કર્યો હતો.પંડિતજીએ બાલ્યાવસ્થામાં કિરાના ધરાનાના ગાયક અબ્દુલ કરીમ ખાને ગાતા જોઈ ગાયકીની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.હાર્મોનિયમ અને તાનપુરાની સંગત કરાતા શાસ્ત્રીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી .  ૧૧ વર્ષની ઉમરે શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે  ઘર છોડી ત્રણેક વર્ષ ઉત્તર ભારતમાં ફર્યા,ખિસ્સામાં પૈસા ન હોય તો ઉછીના પૈસે પણ રેલ્વેમાં મુસાફરી કરતા.આખરે ધારવાડમાં સવાઈ ગાંધર્વ મહારાજના રૂપમાં તેમને ગુરુ મળી ગયા. કિરાના ધરાનાને અપનાવ્યો. ૧૯૪૧ થી ૨૦૦૦ એટલેકે લગભગ ૫૯ વર્ષ સુધી સંગીત ક્ષેત્રે સક્રિય રહેનાર પંડિત ભીમસેને પહેલો કાર્યક્રમ ૧૯ વર્ષની વયે આપ્યો હતો.તાનની ગતિ,તેનો સુર વગેરે તેમણે સ્વરના વિશેષ અભ્યાસથી પ્રાપ્ત કરી હતી. પંડિતજીએ શુદ્ધ કલ્યાણ,મિયા કી તોડી,પુરીયા ધનાશ્રી ,મુલતાની,દરબારી અને રામકલી વગેરે રાગમાં મહારથ હાંસલ કરી હતી.તેમનું "મ...

ભુપત બહારવટિયો

એક હતો ભૂપત  : ભૂપત બહારવટિયો                           ( ૧૯૨૨ - ૧૯૯૬ ) આજે તારીખ ૩૧ જાન્યુઆરી અને ગુજરાતના ઇતિહાસમાં દંતકથા સમા  બહારવટિયા ભૂપત મેરૂજી બૂબ  ઉર્ફે ભૂપત બહારવટિયાનો જન્મદિન અને કવિ મકરંદ દવે અને ગાયિકા તથા અભિનેત્રી સુરૈયાની પુણ્યતિથિ છે .  ગાયકવાડી પ્રાંત અમરેલીના બરવાળા બાવીસી ગામે જન્મેલા ભુપતસિંહનો બાહ્ય દેખાવ એકવડિયું શરીર ,પાણીદાર - ખુન્નસથી ભરેલી આંખોવાળો હતો . ક્રિકેટ અને રમત- ગમતમાં અત્યંત રુચિ ધરાવતા , નિશાનબાજીમાં પ્રવીણ  ભૂપત માટે એમ કહેવાતું કે તે બે અશ્વો પર એક એક  પગ રાખી સવારી કરી શકતો . તેણે જૂનાગઢની આરઝી હકુમત આંદોલનમાં પણ ભાગ લીધો હતો . ૧૯૪૮મા સૌરાષ્ટ્રમાં ઢેબર સરકાર આવ્યા પછી થયેલા  જમીન સુધારણામાં ભૂપતની બહારવટાના બીજ પડેલા હતા . વટ ,વચન અને વ્યવહાર માટે બહારવટિયો બનેલો ભૂપત સોરઠી બહારવટિયાઓની પરમ્પરામાં ચોરી-છુપી નહી  જાસો મોકલી બહારવટું કરતો પણ તેના ખોફ્માંથી મહિલાઓ અને નિર્દોષો બાકાત રહેતા . અલબત્ત તેના અત્યાચારનો ભોગ કિસાનો અને વ્યાપારીઓ વ...

મહેશ કનોડિયા

કાદવમાં  ખીલેલું કમળ : મહેશ કનોડિયા                 ( ૧૯૩૭ - ૨૦૨૦ ) આજે તારીખ ૨૭ જાન્યુઆરી અને મુનિ જિનવિજયજી , સાહિત્યકાર નવનીતભાઈ મદ્રાસી જનરલ એ. એસ . વૈધ અને સંગીતકાર મહેશ કનોડિયાનો જન્મદિવસ તથા અભિનેતા ભારત ભૂષણ અને પૂર્વ રાષ્ટ્રપતિ આર . વેંકટરામનની પુણ્યતિથિ છે .  માતા -પિતાના સાત સંતાનો પૈકીના એક મહેશભાઈનો જન્મ  પાટણ જીલ્લાના કનોડા ગામે અને  શિક્ષણ અમદાવાદમાં લીધું હતું . કારમો જીવન સંઘર્ષ કરતાં , પડોશીઓના ઘરે રેડિયો સાંભળતા મહેશ કનોડિયાએ સ્ટેજ પરફોર્મન્સ આપવા શરુ કર્યા હતાં .  ૨૬ જેટલાં અવાજમાં ગાઈ શકતા મહેશભાઈએ અનેક ગુજરાતી ફિલ્મોમાં અવાજનો જાદુ પાથર્યો હતો . વેણીએ આવ્યાં ફૂલ ,વણજારી વાવ , તમે રે ચંપો ને અમે કેળ , મેરુ માલણ ,જોગ - સંજોગ , સાહ્યબો મારો ગુલાબનો છોડ જેવી અનેક ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેઓએ છોટા આદમી , હસીના માન જાયેગી , રફુ ચક્કર અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે . ગરબા , લોકસાહિત્ય અને આલ્બમોમાં પણ તેમણે સંગીત પીરસ્યું છે .  ૪ દાયકાની સંગીતકાર તરીકેની કારકિર્દીમાં મહેશ કનો...

રમણલાલ સોની

બહુમુખી પ્રતિભા  : રમણલાલ સોની (૧૯૦૮ - ૨૦૦૬ ) સ્વતંત્રતા સૈનિક,બાળસાહિત્યકાર અને  ચરિત્રકાર  રમણલાલ પિતામ્બરદાસ સોની પુરાતત્વવિદ  કનૈયાલાલ દવે ,સ્વતંત્રતા સૈનિક ચારુમતી યૌદ્ધા ,રમાબાઈ રાનડે અને રસાયણશાસ્ત્રી રોબર્ટ બોઈલનો આજે જન્મદિન તથા સ્વામિ આંનદ અને અભિનેત્રી પદ્મારાણીની પુણ્યતિથિ   છે. મોડાસા તાલુકાના કોકાપુર ગામે જન્મેલા રમણલાલે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોડાસામાં અને સ્નાતક સુધીનું આગ્રા  યુનિ.માંથી લીધું હતું.રમણલાલ આઝાદીના આન્દોલનમાં સક્રિય થઇ જેલવાસ પણ ભોગવ્યો હતો. ૧૯૪૫મા મોડાસા હાઇસ્કુલમાં શિક્ષક અને આચાર્ય બન્યા પણ સાહિત્ય અને કિસાન-દલિત સમસ્યાઓ માટે નોકરી છોડી એ ક્ષેત્રોમાં સક્રિય થયા.આઝાદી પછી મુંબઈ ધારાસભાના સભ્ય પણ બન્યા હતા.જાહેરજીવન જેટલું જ બલ્કે  તેથી વિશેષ યોગદાન  બાળસાહિત્યના ક્ષેત્રે રહ્યું છે .બાળ કાવ્યો,બાળનાટકો ,બાળ વાર્તાઓના ક્ષેત્રે તેમનું મહત્વપૂર્ણ યોગદાન છે "રમણ સોનીના બાળકાવ્યો",છબીલોલાલ,ભગવો ઝંડો,ઇસપની બાળવાર્તા,ગલબા શિયાળના પરાક્રમો,ગલબા શિયાળની બત્રીસ વાતો,જગતના ઇતિહાસની વીરકથાઓ ,રામરાજ્યના મોતી  જેવ...

કમલ ગુહા

લોકનેતા :કમલ ગુહા ( ૧૯૨૮ - ૨૦૦૭ ) આજે તારીખ ૨૦ જાન્યુઆરી અને બંગલાના ઝુઝારું નેતા કમલ કાન્તી ગુહાનો જન્મદિવસ છે . કુચબિહારના દીન્હાતમાં જન્મેલા કમલ ગુહા પર નેતાજી સુભાષચંદ્ર બોઝના વિચારોનો ઊંડો પ્રભાવ હતો .પરિણામે વિદ્યાર્થી કાળથી જ સુભાષ બાબુના ફોરવર્ડ બ્લોકમાં સક્રિય થયા હતા . ઓલ ઇન્ડિયા ફોરવર્ડ બ્લોક વતી દીન્હાતા વિધાનસભા મત વિસ્તારથી ચુંટણી લડી કમલ ગુહા ૮ વખત  ધારાસભ્ય બન્યા હતા .તેઓ ૧૯૬૨ ,૧૯૮૨  ,૧૯૭૭ અને ૨૦૦૧મા રાજ્ય મંત્રીમંડળમાં મંત્રી પણ બન્યા હતા ખેતી ,ઈજનેરી અને જાહેર આરોગ્ય જેવા ખાતાઓની કમલ ગુહાની કામગીરી ઘણી વખણાઇ હતી .પક્ષમાં રહેવા છતાં તેઓ સમૂહ હિતો માટે પક્ષની અંદર પણ લડતા રહેતા હતા .  ગેરકાયદેસર ભરતી ,શાળા અને વિદ્યુત બોર્ડના પ્રશ્નો માટે તેમને ફોરવર્ડની સામે પણ બાંયો ચડાવી હતી .તીન બીઘા ચળવળ અને ગ્રેટર કુચ બિહારના મુદ્દે તેમને પક્ષ સાથે ત્રીવ મતભેદો ઉભા થયા હતા .છતાં તેમનું એટલું જ પ્રદાન બંગાળમાં ફોરવર્ડ બ્લોકનું સંગઠન અને જનાધાર તૈયાર કરવામાં રહ્યું હતું .  ઉત્તર બંગાળમાં તો તેઓ ફોરવર્ડ બ્લોકના સીમાસ્તમ્ભ કહેવાતા હતા .બંગલામાં લોકનેતાનું બિરુદ પામે...