મહર્ષિ કર્વે
જહા ચાહ વહાં રાહ : મહર્ષિ કર્વે (૧૮૫૮ - ૧૯૬૨) આજે ઘોંડું કેશવ કર્વનો જન્મદિન છે. પૈતૃક ગામ મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠાનું મરૂડ પણ જન્મ મોસાળ શેરવલીમાં થયો હતો. તેમની પહેલાના ત્રણ ભાઈઓ બચપણમાં જ મૃત્યું પામતા માતા બાળક ઘોંડુના સ્વાસ્થય વિશે સતત ચિંતિત રહેતા હતા. પણ ચિંતિત માને કયાં ખબર હતી કે પુત્ર ૧૦૪ વર્ષ જીવશે અને ઇતિહાસમાં નામ અંકિત કરશે. સામાન્ય પરિવારના ઘોન્ડુ એ અનેક વિપદાઓ વચ્ચે અભ્યાસ કર્યો.૧૫ માં વર્ષે રાધાબાઈ સાથે લગ્ન થયા પછી મુંબઈ ભણવા ગયા. ત્યાં ખર્ચ કાઢવા ટ્યુશન કરતાં પણ તેમાંથી ૧ રૂપિયો ધર્માદામાં આપતાં. પિતાના અવસાન પછી માતા પરના વૈધવય અસહ્ય બંધનો એ તેમને સમાજ સુધારાની દિશા ચીંધી હતી. નાની મોટી નોકરીઓ કરતાં પૂનાની ફર્ગ્યુશન કોલેજમાં ગણિતના અધ્યાપક બન્યાં. સમાજ સુધારા માટે પોતાનાથી દાખલા ઊભા કરવા જોઈએ તે ન્યાયે પત્ની અને બહેનને વેકેશનમાં ભણાવતા. તેમનો સૈાથી મોટો દાખલો તે ૧૧ માર્ચ ૧૮૯૩ ના રોજ આનંદીબાઈ સાથે કરેલાં વિધવાલગ્ન. આ પુનઃ લગ્ને પશ...