માખણલાલ ચતુર્વેદી
- Get link
- X
- Other Apps
કર્મવીર : માખણલાલ ચતુર્વેદી (૧૮૮૯..૧૯૬૮)
પંડિતજી તરીકે પંકાયેલા માખણલાલ ચતુર્વેદીનો આજે જન્મદિવસ છે.
પંડિતજી તરીકે પંકાયેલા માખણલાલ ચતુર્વેદીનો આજે જન્મદિવસ છે.
મધ્યપ્રદેશના હોશંગાબાદ પાસે બવાઇ ગામે જન્મેલા માખનલાલ ૧૬મા વર્ષે શિક્ષક બન્યાં હતાં. સંસ્કૃત અને અંગ્રેજીનો મજબૂત પાયો બનાવી તેઓએ
જ્ઞાનજગતમાં પ્રવેશ કર્યોં.આ સમયે દેશમાં ગાંધીયુગ શરૂ થયો હતો પણ ચતુર્વેદીજી તો એ પહેલાં થી જ લોકમાન્ય ટિળકના રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થઈ ચૂકયા હતા. ગણેશશંકર વિદ્યાર્થી સાથે ગાંધીજીને મળ્યાં.
જ્ઞાનજગતમાં પ્રવેશ કર્યોં.આ સમયે દેશમાં ગાંધીયુગ શરૂ થયો હતો પણ ચતુર્વેદીજી તો એ પહેલાં થી જ લોકમાન્ય ટિળકના રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થઈ ચૂકયા હતા. ગણેશશંકર વિદ્યાર્થી સાથે ગાંધીજીને મળ્યાં.
૧૯૧૯માં " કર્મવીર" સામયિકનું સંપાદન હાથમાં લીધું અને ગુલામીની ઝંઝીરો તોડવા આહ્વાન કર્યું. રાષ્ટ્રવાદી પ્રવુતિઓને કારણે અસહકાર, સવિનય કાનૂનભંગ ઉપરાંત બીજાં આંદોલનમાં ભાગ લઇવાડાઓમાં પ્રજાકીય જાગૃતિ આણવા પ્રજા મંડળનું ગઠન કર્યું.
માખણલાલ ચતુર્વેદી સ્વાતંત્ર્ય સૈનિક ઉપરાંત કવિ, નિબંધકાર , પત્રકાર અને નાટ્યકાર પણ હતાં. એક ભારતીય આત્મા નામથી તેઓ કવિતા લખતાં. દીપ સે દીપ જલે,કૈસા ચાંદ બના દેતી હૈ, પુષ્પ કી અભિલાષા, હિમ કિરીતિની, હિમ તરગિની, યુગ ચરણ, સમય કે પાવ, સાહિત્ય દેવતા, અમીર ઇરાદે ગરીબ ઇરાદે, ચિંતક કી લાચારી વગેરે તેમના સાહિત્ય સર્જનો છે.
સાહિત્ય ક્ષેત્રે પ્રદાનને લઈ દેવ પુરસ્કાર, હિન્દી સાહિત્ય સંમેલનના અધ્યક્ષ, ડી.લિટ્ટ, પદ્મભૂષણ વગેરેથી તેમનું સન્માન થયું છે. તારીખ ૩૦ જાન્યુ.૧૯૬૮ ના રોજ માખણલાલ ચતુર્વેદીનું અવસાન થયું હતું.
તેમની સ્મૃતિમાં ભોપાલમાં માખણલાલ
ચતુર્વેદી પત્રકારિતા વિશ્વ વિદ્યાલય બન્યું છે.
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૪ એપ્રિલ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment