ચં. ચી. મહેતા
- Get link
- X
- Other Apps
ચંદ્રવદન મહેતા (૧૯૦૧..૧૯૯૨ )
આજે તારીખ ૬ એપ્રિલ ગુજરાતના ઉચ્ચ દરજ્જાના નાટ્યકાર, કવિ અને ચરિત્રકાર ચંદ્રવદન મહેતાનો જન્મદિન છે.
ગુજરાતના વિદ્યાજગતમાં ચં. ચી. મહેતા તરીકે પસિધ્ધ છે. સુરતમાં જન્મેલાં ચંદ્રવદન મહેતા નાનપણથી જ તીવ્ર જીજ્ઞાસાવૃતિ ધરાવતાં હતાં. પ્રાથમિક શિક્ષણ વડોદરા , માધ્યમિક શિક્ષણ સુરતથી અને મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજથી સ્નાતક થયા હતા . કોલેજ પુરી કરી શિક્ષક બન્યાં .
નાટકના અનહદ શોખને કારણે આકાશવાણીમાં નોકરી સ્વીકારી. મુંબઇ અને અમદાવાદ આકાશવાણીમાં નિયામકના હોદ્દે પણ રહ્યા હતાં. આકાશવાણીની નોકરીએ તેમનાં નાટકના શોખને ઊર્જા પૂરી પાડી હતી. રંગભૂમિની સૂઝ અને તખ્તાને જીવંત કરતાં અનેક નાટકો ચંદ્રવદન મહેતા એ રચ્યાં છે.જેમાં આગગાડી, ધરા ગુર્જરી, મેના પોપટ, રમકડાંની દુકાન, શેતલને કાંઠે, કપૂરનો દીવો , હોહોલિકો મુખ્ય છે.
તેમનાં નાટકોએ ગુજરાતમાં થિએટર મુવમેન્ટનો પાયો નાંખ્યો હતો. તેમનો"ઇલા કાવ્યો"કાવ્ય સંગ્રહ ગુજરાતી સાહિત્યનું ઘરેણું છે. બાંધ ગઠરિયા, છોડ ગઠરીયા અને રંગ ગઠરીયા નામની ગઠરીયા શ્રેણી પણ ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધ છે. તેમનું "bibliography of stegeble plays in Indian languages" પુસ્તક નાટક સાહિત્યની મિમાંશાં કરતો ગ્રંથ છે .સાહીત્ય સર્જન ઉપરાંત પત્રકારત્વ અને બારડોલી સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો હતો.
શ્રી મહેતાના સાહિત્યિક યોગદાનનું નર્મદ ચંદ્રક, રણજિતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ એમ અનેક રીતે સન્માન થયું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૬ એપ્રિલ ૨૦૨૦ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment