Posts

Showing posts from June, 2020

અરદેશર કોટવાળ

વિસ્મૃત પ્રતિભા : અરદેશર કોટવાળ (૧૭૯૬-૧૮૫૬) "બહાદુર ને બલવંત ,ઇન્સાફમાં અફસર, પરમાર્થમાં પૂરો ,શુરવીર અરદેશર "             આવા નેકદિલ અને પ્રતિભાશાળી ,૬ ફૂટ ૨ ઇંચ ઊંચાઈ,ભરાવદાર અને કસરતી શરીર  ,ગૌરવર્ણ ,મારકણી આંખો તથા હિંમત અને બહાદુરીના પર્યાય  છતાં ગુજરાતીઓ દ્રારા અવગણાયેલા અરદેશર કોટવાળનો આજે જન્મદિવસ છે.             સુરતમાં પારસી પરિવારમાં જન્મેલા અરદેશરનું મુળનામ અરદેશર બહેરમંદખાન હતું .તેમના પૂર્વજો મુઘલાઈમાં બાદશાહોની  શાસકોની સેવા કરી ઘણા માનપાન પામ્યા હતા. ૨૩ વર્ષની યુવા વયે અરદેશરે અદાલતમાં કારકુન તરીકે કારકિર્દી શરુ કરી હતી.             ૧૮૨૧મા અરદેશરને સુરત નગરની કોટવાળી મળી હતી.તેમના કોટવાળીના સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું એવું તે સુનિયોજન હતું કે સુરતીઓ ઘરના બારણા ઉઘાડા રાખી સુઈ શકતા.સુરતમાં તેઓએ રાત્રીના સમયે હાક મારી જાગતા રહેવાની જવાબદારી અદા કરે તેવી ડાંડિયાની પ્રથા પણ  શરુ કરાવી હતી.તેના પરથી પાછળથી કવિ નર્મદે ડાંડિયો નામનું સાપ્તાહિક શરુ કર્યું હતું. ...

ગુરુ હરગોવિંદ

સચ્ચા બાદશાહ : ગુરુ હર ગોવિંદ ( ૧૫૯૫ ૧૬૪૪ )        આજે તારીખ ૧૯ જુનના રોજ ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક , સર્વોદયી કાર્યકર હરવિલાસબેન મહેતા અને સચ્ચા બાદશાહ તરીકે પ્રસિદ્ધ થયેલા છઠા શીખગુરુ હરગોવિંદનો જન્મદિવસ છે .        અમૃતસર પાસે ગુરુની વડાલી ખાતે જન્મેલા  ગુરુ હરગોવિંદના પિતા અર્જુનદેવ શીખગુરું હતાં .ગુરુ હરગોવિંદે  શીખ ધર્મ ,સંસ્કૃતિ  અને આચાર સંહિતાને મજબુત કરી હતી .શસ્ત્ર અને શાસ્ત્રનું ચિંતન ગુરુ હરગોવિંદે જ રજુ કર્યું હતું  તેઓએ શીખોને યુદ્ધ કળા અને સૈન્ય પરીક્ષણ માટે પ્રેરિત કર્યા . યુદ્ધમાં સામેલ થવાવાળા તેઓ પહેલાં શીખગુરું હતાં . ગુરુ હરગોવિંદે રોહિલા ,કરતારપુર અને અમૃતસર જેવી ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો . તેઓ દલ - ભંજન યોધ્ધા  તરીકે પણ જાણીતા થયાં હતાં .            તેમના ક્રાંતિકારી ચિંતને મુઘલ શાસન સામે વિદ્રોહ જાગૃત કર્યો હતો .પરિણામે મુઘલ બાદશાહ  જહાંગીરે તેમને ગિરફતાર કરી ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા .પરંતુ ગુરુની મહાનતા અને પ્રતિભા પારખી મુક્ત કર્યા હતા .    ...

થોમસ હાર્દી

         થોમસ હાર્ડી (૧૮૪૦..૧૯૨૮)        " અમેરિકાએ એક નવજાત શિશુને( રાષ્ટ્રસંઘ)જન્મ આપી યુરોપમાં  અનાથની જેમ છોડી દીધું છે." વિશ્વશાંતિની સંસ્થાને જન્મ આપી  અમેરિકા તેમાં જોડાયું નહીં ત્યારે આવી સટિક વાણી ઉચ્ચારનાર કવિ, નવલકથાકાર નાટ્યકાર અને વાર્તાકાર થોમસ હાર્ડીનો જનમદિવસ છે.            ઇંગ્લેન્ડના ડોરસેટ ખાતે જન્મેલા થોમસના અભ્યાસની વિશેષ કાળજી તેની માતાએ લીધી હતી.૧૬માં  વર્ષે ઔપચારિક શિક્ષણ પૂરું કરી થોમસ સ્થાપત્યનો અભ્યાસ માટે લંડન ગયા હતા. દરમિયાન સાહિત્ય સર્જન શરૂ કરી વાયોલિન અને નૃત્યનો શોખ કેળવ્યો હતો.          દરેક સાહિત્યકાર જેમ કવિતા લખવાથી રહી શકતો નથી તેમ થોમસ હાર્ડીએ પણ લેખનની શરૂઆત કવિતાથી કરી હતી.૧૭ માં વર્ષે લખવાની શરૂઆત કરનાર  થોમસે ૧૮૭૨ માં જીવન સાહિત્યસર્જન માટે સમર્પિત કર્યું હતું. હાર્ડીની પહેલી કૃતિ પ્રકાશકે રિજેકટ કરી હતી. થોમસ હાર્ડીએ The poor man and the lady, desperate remedies, under the greenwood,far from the maddening,A pair of blue eyes...