ગુરુ હરગોવિંદ
- Get link
- X
- Other Apps
સચ્ચા બાદશાહ : ગુરુ હર ગોવિંદ ( ૧૫૯૫ ૧૬૪૪ )
આજે તારીખ ૧૯ જુનના રોજ ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક , સર્વોદયી કાર્યકર હરવિલાસબેન મહેતા અને સચ્ચા બાદશાહ તરીકે પ્રસિદ્ધ થયેલા છઠા શીખગુરુ હરગોવિંદનો જન્મદિવસ છે .
આજે તારીખ ૧૯ જુનના રોજ ડાંગના ગાંધી ઘેલુભાઈ નાયક , સર્વોદયી કાર્યકર હરવિલાસબેન મહેતા અને સચ્ચા બાદશાહ તરીકે પ્રસિદ્ધ થયેલા છઠા શીખગુરુ હરગોવિંદનો જન્મદિવસ છે .
અમૃતસર પાસે ગુરુની વડાલી ખાતે જન્મેલા ગુરુ હરગોવિંદના પિતા અર્જુનદેવ શીખગુરું હતાં .ગુરુ હરગોવિંદે શીખ ધર્મ ,સંસ્કૃતિ અને આચાર સંહિતાને મજબુત કરી હતી .શસ્ત્ર અને શાસ્ત્રનું ચિંતન ગુરુ હરગોવિંદે જ રજુ કર્યું હતું તેઓએ શીખોને યુદ્ધ કળા અને સૈન્ય પરીક્ષણ માટે પ્રેરિત કર્યા . યુદ્ધમાં સામેલ થવાવાળા તેઓ પહેલાં શીખગુરું હતાં . ગુરુ હરગોવિંદે રોહિલા ,કરતારપુર અને અમૃતસર જેવી ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો . તેઓ દલ - ભંજન યોધ્ધા તરીકે પણ જાણીતા થયાં હતાં .
તેમના ક્રાંતિકારી ચિંતને મુઘલ શાસન સામે વિદ્રોહ જાગૃત કર્યો હતો .પરિણામે મુઘલ બાદશાહ જહાંગીરે તેમને ગિરફતાર કરી ગ્વાલિયરના કિલ્લામાં કેદ કર્યા હતા .પરંતુ ગુરુની મહાનતા અને પ્રતિભા પારખી મુક્ત કર્યા હતા .
ગુરુ હરગોવિંદના સમયમાં જ અકાલ તખ્ત (ઈશ્વરનું સિંહાસન)નું નિર્માણ , મીરી -પીરી(બે તલવારો ) સંકલ્પ અને ગુરમતિ દર્શન દેશના ખૂણે ખૂણે પહોંચ્યું હતું . શીખ ધર્મને નવી ઉંચાઈએ લઈ જનાર ગુરુ હર ગોવિંદનું ૨ માર્ચ ૧૬૪૪ નાં રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા .
અરુણ વાઘેલા .
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment