થોમસ હાર્દી
- Get link
- X
- Other Apps
થોમસ હાર્ડી (૧૮૪૦..૧૯૨૮)
" અમેરિકાએ એક નવજાત શિશુને( રાષ્ટ્રસંઘ)જન્મ આપી યુરોપમાં અનાથની જેમ છોડી દીધું છે." વિશ્વશાંતિની સંસ્થાને જન્મ આપી અમેરિકા તેમાં જોડાયું નહીં ત્યારે આવી સટિક વાણી ઉચ્ચારનાર કવિ, નવલકથાકાર નાટ્યકાર અને વાર્તાકાર થોમસ હાર્ડીનો જનમદિવસ છે.
ઇંગ્લેન્ડના ડોરસેટ ખાતે જન્મેલા થોમસના અભ્યાસની વિશેષ કાળજી તેની માતાએ લીધી હતી.૧૬માં વર્ષે ઔપચારિક શિક્ષણ પૂરું કરી થોમસ સ્થાપત્યનો અભ્યાસ માટે લંડન ગયા હતા. દરમિયાન સાહિત્ય સર્જન શરૂ કરી વાયોલિન અને નૃત્યનો શોખ કેળવ્યો હતો.
દરેક સાહિત્યકાર જેમ કવિતા લખવાથી રહી શકતો નથી તેમ થોમસ હાર્ડીએ પણ લેખનની શરૂઆત કવિતાથી કરી હતી.૧૭ માં વર્ષે લખવાની શરૂઆત કરનાર થોમસે ૧૮૭૨ માં જીવન સાહિત્યસર્જન માટે સમર્પિત કર્યું હતું. હાર્ડીની પહેલી કૃતિ પ્રકાશકે રિજેકટ કરી હતી. થોમસ હાર્ડીએ The poor man and the lady, desperate remedies, under the greenwood,far from the maddening,A pair of blue eyes, The return of the native, the mayor of casterbridge, Tess of the urbervilles, Jude The obcure,A drama of nepoleonic wars , winter words જેવાં પુસ્તકો લખ્યાં છે.
તેમના સાહિત્યએ વિક્ટોરિયન યુગના વાચકોની સંવેદનાને અંનૈતિક જાતિય સંબંધો, ગેરકાયદેસર બાળકોના મોત, લગ્ન પહેલાં લીવ ઇન રિલેશનશીપ જેવાં મુદ્દાઓ વિશે ઝંકૃત કરી હતી.
૧૧ જાન્યુ.૧૯૨૮ ના રોજ આ મહાન વિચારકનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment