સુષ્મા સ્વરાજ
રાજનીતિની ગિરિમાળા : સુષ્મા સ્વરાજ (૧૯૫૨- ૨૦૧૯ ) આજે તારીખ ૧૪ ફેબ્રુઆરી અને મુઘલ બાદશાહ બાબુર , રંગના કવિ સોમાલાલ શાહ , પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ ,સ્વતંત્રતા સૈનિક મોહનલાલ ધારિયા , બ્રિટીશ અર્થશાસ્ત્રી રોબર્ટ માલ્થાસ , સિને તારિકા મધુબાલા અને રાજનીતિની ગિરિમાળા સમાન સુષ્મા સ્વરાજનો જન્મદિવસ છે . હરિયાણાના અંબાલામાં જન્મેલા તેજસ્વી છાત્રા સુષ્મા સ્વરાજે બી.એ , એલ .એલ.બી સુધીનો અભ્યાસ કર્યો અને એ.બી .વી.પી થી જાહેરજીવનનો પ્રારંભ કર્યો હતો. સર્વોચ્ચ અદાલતના વકીલ સુષ્મા સ્વરાજ જયપ્રકાશ નારાયણ પ્રેરિત સંપૂર્ણ ક્રાંતિ આંદોલનના સમર્થક અને કટોકટીના વિરોધી રહ્યાં હતાં . વિદ્યાર્થી અવસ્થામાં કોલેજમાં શ્રેષ્ઠ છાત્રા , શ્રેષ્ઠ વક્તા અને શ્રેષ્ઠ એન.સી .સી કેડેટ રહ્યાં હતાં . સુષ્મા સ્વરાજની રાજકીય વિકાસયાત્રા ધારાસભ્ય , એકાધિક વખત સાંસદ , રાજ્યના પ્રધાન , સુચના અને પ્રસારણ મંત્રી , દિલ્હીના મુખ્યમંત્રી અને વિદેશમંત્રી લગી વિસ્તરી હતી .દિલ્હીના પહેલાં મુખ્યમંત્રી અને શ્રેષ્ઠ સાંસદ સુષ્મા સ્વરાજ ...