પંડિત ભીમસેન
- Get link
- X
- Other Apps
પંડિત ભીમસેન જોશી{૧૯૨૨-૨૦૧૧}
ભારતીય શાસ્ત્રીય સંગીત પર્મ્પરાને સુદ્રઢ બનાવનાર પંડિત ભીમસેન જોશીનો આજે જન્મદિન છે.કર્ણટક
ભારતીય શાસ્ત્રીય સંગીત પર્મ્પરાને સુદ્રઢ બનાવનાર પંડિત ભીમસેન જોશીનો આજે જન્મદિન છે.કર્ણટક
ગડગ પાસેંના રોણ ગામે જન્મેલા ભીમસેન માતા-પિતાના સોળ સંતાનોમાં સૌથી મોટા હતા.
બચપણમાં જ માં નું અવસાન થતા તેમનો ઉછેર સાવકી માએ કર્યો હતો.પંડિતજીએ બાલ્યાવસ્થામાં કિરાના ધરાનાના ગાયક અબ્દુલ કરીમ ખાને ગાતા જોઈ ગાયકીની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.હાર્મોનિયમ અને તાનપુરાની સંગત કરાતા શાસ્ત્રીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી .
૧૧ વર્ષની ઉમરે શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે ઘર છોડી ત્રણેક વર્ષ ઉત્તર ભારતમાં ફર્યા,ખિસ્સામાં પૈસા ન હોય તો ઉછીના પૈસે પણ રેલ્વેમાં મુસાફરી કરતા.આખરે ધારવાડમાં સવાઈ ગાંધર્વ મહારાજના રૂપમાં તેમને ગુરુ મળી ગયા. કિરાના ધરાનાને અપનાવ્યો.
૧૯૪૧ થી ૨૦૦૦ એટલેકે લગભગ ૫૯ વર્ષ સુધી સંગીત ક્ષેત્રે સક્રિય રહેનાર પંડિત ભીમસેને પહેલો કાર્યક્રમ ૧૯ વર્ષની વયે આપ્યો હતો.તાનની ગતિ,તેનો સુર વગેરે તેમણે સ્વરના વિશેષ અભ્યાસથી પ્રાપ્ત કરી હતી.
પંડિતજીએ શુદ્ધ કલ્યાણ,મિયા કી તોડી,પુરીયા ધનાશ્રી ,મુલતાની,દરબારી અને રામકલી વગેરે રાગમાં મહારથ હાંસલ કરી હતી.તેમનું "મિલે સુર મેરા તુમ્હારા "ગીતે વૈશ્વિક પસિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
ભારતીય શાસ્ત્રીય સંગીતને નવો મુકામ આપનાર પંડિત ભીમસેન જોશીનું પદ્મશ્રી,પદ્મભૂષણ,સંગીત નાટક અકાદમી,ફિલ્મ સંગીતનો રાષ્ટ્રીય પુરસ્કાર અને ભારત રત્ન જેવા અનેક એવોર્ડોથી સન્માન થયું હતું.૨૪ જાન્યુ.૨૦૧૧ના રોજ ૮૮ વર્ષની ઉમરે તેમનું અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર ,૪ ફેબ્રુ.૨૦૨૧ ,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Nice
ReplyDelete