અચ્યુત પટવર્ધન
- Get link
- X
- Other Apps
૫ ફેબ્રુઆરી
સતારાના સિંહ : અચ્યુત પટવર્ધન ( ૧૯૦૫ -૧૯૯૨ )
આજે તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ સમાજવાદી નેતા અચ્યુત પટવર્ધનનો જન્મદિવસ અને ગઝલકાર આસીમ રાંદેરી અને ઇતિહાસકાર થોમસ કાર્લાઈલની પુણ્યતિથિ છે .
સતારાના સિંહ : અચ્યુત પટવર્ધન ( ૧૯૦૫ -૧૯૯૨ )
આજે તારીખ ૫ ફેબ્રુઆરીના રોજ સમાજવાદી નેતા અચ્યુત પટવર્ધનનો જન્મદિવસ અને ગઝલકાર આસીમ રાંદેરી અને ઇતિહાસકાર થોમસ કાર્લાઈલની પુણ્યતિથિ છે .
ધનિક પરિવારમાં ૬ સંતાનોમાં બીજા પુત્ર તરીકે જન્મેલા અચ્યુત પટવર્ધન અર્થશાસ્ત્ર વિષય સાથે સ્નાતક અને અનુસ્નાતક થયાં હતાં .અર્થશાસ્ત્રના પ્રોફેસર પટવર્ધન થિયોસોફીથી ગાઢ રીતે પ્રભાવિત થયાં હતા. યુરોપના દેશોના પ્રવાસો અને વાંચનથી તેઓ પર સમાજવાદી વિચારોનો ઊંડો પ્રભાવ પડ્યો હતો . અચ્યુત પટવર્ધન ભારતીય સમાજવાદી પક્ષના સ્થાપક સભ્ય પણ બન્યાં હતાં .
તેઓ સવિનય કાનુન ભંગ આંદોલન અને હિન્દ છોડો આંદોલનના સક્રિય સૈનિક હતાં સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ જેલની સજા પણ થઈ હતી ..સતારા સત્યાગ્રહના મુખ્ય નેતા અચ્યુત પટવર્ધને ત્યાં સમાંતર સરકારની સ્થાપના પણ કરી હતી .અચ્યુત પટવર્ધન ૧૯૫૦ પછી રાજનીતિમાંથી સન્યાસ લઈ પુનામાં સ્થાયી થયાં હતાં .
૧૦૦ થી વધુ પુસ્તકો અને પેમ્ફલેટ લખનાર પટવર્ધનનાં કોમ્યુનલ ટ્રાઈગલ ઓફ ઇન્ડિયા ( હિંદનો કોમી ત્રિકોણ ) અને આઈડીયોલોજી એન્ડ પર્સ્પેકટીવ ઓફ સોશ્યલ ચેન્જ ઇન ઇન્ડિયા તેમના જાણીતા ગ્રંથો છે .તેમનું હિંદનો કોમી ત્રિકોણ પુસ્તક ભારતમાં કોમવાદને સમજવા માટે અત્યંત મહત્વનું પુસ્તક છે .
આજીવન અપરણિત અને ભારતમાં સમાજવાદી વિચારસરણીના સ્તંભ સમાન અચ્યુત પટવર્ધનનું ૫ ઓગસ્ટ ૧૯૯૨ના રોજ વારાણસીમાં અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય : દિવ્ય ભાસ્કર , ૫ ફેબ્રુઆરી ૨૦૨૧,અમદાવાદ
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment