કોઈપણ પુસ્તકના શરૂઆતના પાના
અરુણ વાઘેલા કોઈપણ પુસ્તકના શરૂઆતના પાનાં લેખનું શીર્ષક ‘ શરૂઆતના પાનાં ’ એટલે જેમાં પુસ્તકની મુખ્ય વાંચનસામગ્રીનો સમાવેશ થતો નથી તેવાં પાનાં સમજવા . (વાચક તરીકે તમને લાગે કે વોટ્સએપ યુગમાં અને અનુકોરોના સમયમાં વાંચવાની વાત તો દુર રહી પુસ્તકો કે ગ્રંથાલયો સામે જોવાની પણ કોઈને ફુરસદ નથી ત્યારે હું આવી વાત કેમ કરી રહ્યો છું , પણ ઇતિહાસના અધ્યાપક તરીકે મારું માનવું છે કે સાંપ્રત સાથે લાગુ ન પડે તેમ ન લાગે તો તેવી બાબતોમાં ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સમજવું.) કોઈપણ પુસ્તકના આવા પાનામાં પુસ્તકનું પૂંઠું , પ્રકાશકનું નામ , કોપીરાઈટ ,કીમત ,અર્પણપત્રિકા , લેખકનું નિવેદન , કોઈએ શરમના માર્યા પ્રસ્તાવના લખી હોય તો તે વગેરેનો સમાવેશ થાય .હવે વિગતવાર જોઈએ . પ્રાચીન સંસ્કૃત સાહિત્ય વિષે કહેવાય છે કે તેમાં કર્તા મોટેભાગે પોતાનું નામ અજ્ઞાત રાખતા અને જ્ઞાનસર્જન...