દુર્ગારામ મહેતા
૨૫ ડિસે માટે
દીસે અરુણું પ્રભાત :દુર્ગારામ મહેતાજી[૧૮૦૯-૧૮૭૬]
આજે નાતાલ અને આજ દિવસે ગુજરાતના સમાજ સુધારાના આદ્ય સુધારક,પોકારચી દુર્ગારામ મંછારામ મહેતાજીનો જન્મ સુરતમાં થયો હતો.વડનગરા નગર જ્ઞાતિમાં જન્મેલા દુર્ગારામના માતા ૧૧ વર્ષની ઉમરે મૃત્યુ પામતા માસીએ તેમનો ઉછેર કર્યો હતો.શરૂમાં કઈ ભણેલા નહિ પણ ૧૮૨૫માં મુંબઈ ગયા ત્યાં શાળા જોઈ અને ભણવા બેસી ગયા.ત્યાંથી મહેતાજી બની સુરત પરત આવ્યા તેમની શાળાની એવી તો છાપ હતી કે "દુર્ગારામ મહેતાનો કોઈ વિદ્યાર્થી ઠોઠ હોઈ જ ન શકે!૧૯માં સૈકાના પ્રારંભમાં આપણો સમાજ અનેક કુરિવાજોથી ખદબદતો હતો ત્યારે મહેતાજીએ પુસ્તક પ્રસારક મંડળી,માનવધર્મસભા જેવી સંસ્થાઓના માધ્યમથી વિધવા વિવાહ ,નાત-જાતના બંધનો,ભૂત-પ્રેતના ચમત્કારો વગેરે મુદ્દે જબરદસ્ત વાતાવરણ તૈયાર કર્યું હતું.ભૂત-પ્રેત છે એવું સાબિત કરનારાઓ માટે તો તેઓએ ઇનામ સહીતનો જાહેર પડકાર ફેંક્યો હતો.૧૮૪૪માં મીઠા વેરા વિરુદ્ધ સુરતમાં આન્દોલન પણ ચલાવ્યું હતું તો માનવધર્મસભા[૨૨ જુન ૧૮૪૪]જેવી સંસ્થા તો તર્કબુદ્ધિવાદના[retionalism] પાયા પર ચલાવી હતી. અસ્પુશ્યતાના વિરોધમાં તેમણે વ્યક્ત કરેલા વિચારો તો એ જમાનામાં ક્રાંતિકારી ગણાય તેવા હતા. તેઓએ જ્યાં પણ જાય ત્યાં અને દિવસમાં અમુક હજાર શબ્દો સુધારા વિષે બોલવા જ એવું નક્કી કર્યું હતું.એ એટલે સુધી કે એક દિવસ નિર્જન જગ્યા એ ચોરોની ઝપટમાં આવી ગયેલા મહેતાજીએ ચોરને પણ નૈતિક શું અને અનૈતિક શું વિષે લાંબુ ભાષણ આપ્યું હતું.ગુજરાતના સમાજમાં સૌપ્રથમ સુધારાનો પોકાર ઉઠાવનાર અને ગુજરાતમાં જેમની પુરતી કદર થઇ નથી તેવા દુર્ગારામ મહેતાજીનું ૧૮૭૬માં અવસાન થયું હતું.
સૌજન્ય દિવ્ય ભાસ્કર , તારીખ ૨૫ ડિસે.૨૦૧૭ ,અરુણ વાઘેલા

Attachments area
Comments
Post a Comment