ઔધોગિક ક્રાંતિના પિતા : રિચાર્ડ આર્કરાઈટ (૧૭૩૨-૧૭૯૨)


આજે જગત ટેકનોલોજીકલ ક્રાંતિમાંથી ગુજરી રહ્યું છે પણ તે રાતોરાત થયું નથી ટેક્નોલોજીકલ પરીવર્તનોની પૂર્વાવસ્થા ઔધોગિક ક્રાંતિ હતી તેના પ્રણેતા રિચાર્ડ આર્કરાઈટનો આજે જન્મદિન છે.ઇંગ્લેન્ડની લેન્કેશાયર કાઉન્ટીના પ્રિસ્ટન ખાતે તેમનો જન્મ થયો હતો ૧૩ સંતાનોમાં સૌથી મોટા પુત્ર રિચાર્ડને દરજીનું કામ કરતા પિતા ભણાવી શકે તેમ ન હતા તેથી ભણેલા પિતરાઈઓ પાસેથી અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યું .તેમણે હજામ તરીકે કામ શરુ કર્યું જ્યાં વાળની વીગ બનાવવા માટે વાળ ભેગા કરવાનું કામ શરુ કર્યું વોટરપ્રૂફ વીગ પણ બનાવી દરમિયાન વણકરો અને સ્પીનર્સના પરિચયમાં આવ્યા અને વિશ્વને કાપડ ઉદ્યોગના ક્ષત્રે ક્રાંતિ ગણી શકાય તેવા સંશોધનનો પાયો નંખાયો.આર્કરાઈટે ૧૭૬૦ના અરસામાં કાપડ વણવાનું મશીન બનાવવાની શરૂઆત કરી જેનું વિકસિત સ્વરૂપ સ્પીનીગ ફ્રેમ અને વોટર ફ્રેમ હતા ૧૭૭૫માં ઓછા બળથી ચાલતા કારડીન્ગ મશીન બનાવ્યા તેણે યુરોપમાં કારખાના પદ્ધતિનો આવિષ્કાર કર્યો.અને યુરોપ સડસડાટ ઔધોગિક પ્રગતિના માર્ગે ચાલી પડ્યું.પોતાની શોધખોળોના પાયા પર કારખાના અને મિલો સ્થાપી અને વિશ્વમાં ફેક્ટરી પદ્ધતિના પિતાનું બિરુદ પામ્યા.જે બાળક પૈસાના અભાવે ભણી શક્યો ન હતો તે રિચાર્ડ આ પછી ઇંગ્લેન્ડના શ્રીમંતોમાં ગણાવા લાગ્યો .૧૭૯૨માં અવસાન સમયે તેઓ ૫ લાખ પાઉન્ડના માલિક હતા.બ્રિટીશ સરકારે પણ તેમને "નાઈટ"નો ખિતાબ અને "સર "ની ઉપાધિથી નવાજ્યા હતા.શૂન્યમાંથી સર્જન જેવી કહેવતનું ઉમદા ઉદાહરણ ગણાય તેવા રિચાર્ડ આર્કરાઈટનું ૩ ઓગસ્ટ ૧૭૯૨ના રોજ ૫૯ વર્ષની વયે અવસાન થયું હતું.

અરુણ વાઘેલા

Comments

Post a Comment

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ