રસકવિ:રઘુનાથ બહ્મભટ્ટ ૧૮૯૨-૧૯૮૩]


રસકવિ:રઘુનાથ બહ્મભટ્ટ ૧૮૯૨-૧૯૮૩]
રસકવિ  અને નાટ્યકાર તરીકે પસિદ્ધ થયેલા રઘુનાથ બહ્મભટ્ટનો આજે જન્મદિવસ છે.નડિયાદમાં જન્મેલા રઘુનાથ અત્યંત તેજસ્વી વિદ્યાર્થીપણ પિતાની ગરીબ સ્થિતિને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા.ડોકટરને ત્યાં કમ્પાઉડરની નોકરી કરતા સંસ્કૃતમાં કવિતાઓ લખતા,ભગવાન બુદ્ધ પર ૧૬ વર્ષની ઉમરે નાટક લખ્યું જેનું મંચન મુંબઈની પસિદ્ધ નાટક કંપનીએ કર્યું હતું. આ નાટક એટલું તો લોકપ્રિય થયું કે તત્કાલીન મુંબઈના ગવર્નર અને લેડી ગવર્નર પણ તે નાટક માણવા પધાર્યા હતા.જેનાથી તેઓ મુંબઈમાં પણ નાટ્યકાર તરીકે સ્થાપિત થયા  તેમની બીજી અને મહત્વની ઓળખ તે ગીતકાર તરીકેની. તેમણે  લખેલા ગીતોમાં  સૂર્યકુમારી,ભાવી પ્રભાતિયા,ઉષાકુમારી,સ્નેહમુદ્રા,અજાતશત્રુ,અને જય સોમનાથ જેવા નાટકોનો સમાવેશ થાય છે.રસકવિએ લખેલા ગીતોમાં મધુવનમાં ઝૂલે તારી બાલા જોગણ કોઈ તરસ્યાને પાણી પાશો,એક જ લટ વિખરાણી ,નવી દુનિયા વસાવીશું,મોહે પનઘટ પર નંદલાલ છેડ  ગયો રે ,સાહ્યબો મારો ગુલાબનો છોડ ગીતોએ જનમાનસને વિશેષ આકર્ષિત કર્યા  હતા."મોહે પનઘટ પે નંદલાલ છેડ  ગયો રે "ગીત પોતાનું  છે તે સિદ્ધ કરવા કોર્ટમાં ગયા અને કોર્ટમાં જીતી એક હજાર રૂપિયાનું વળતર પણ મેળવ્યું હતું.ગુજરાતી ચલચિત્રોના શરૂઆતના દોરમાં તેને અનુરૂપ ગીતો રચનાર રઘુનાથના ગીતોની ઉમાશંકર જોશી,ન્હાનાલાલ અને હરીન્દ્ર જેવા મોટા ગજાના કવિઓએ પણ પસંશા કરી છે,સરળ સ્વભાવના,ઓછી જરૂરિયાતોવાલા અને બીજાને અણસાર પણ ન આવે તે રીતે પોતાની જીંદગી જીવનાર રઘુનાથ બહ્મભટ્ટનું ૨૫ જુલાઈ ૧૯૮૩ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા 
સૌજન્ય:દિવ્ય ભાસ્કર ,૨૨ ડિસે.૨૦૧૭ ,અરુણ વાઘેલા 

Attachments area

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ