સરદાર પટેલ

સરદાર પટેલ[૧૮૭૫-૧૯૫૦]
"કણબી પાછળ કરોડો કણબી કોઈની પાછળ નહિ "ગુજરાતના પાટીદારોના સંદર્ભમાં આ કહેવત કોઈએ સાર્થક કરી હોય તો સરદાર વલ્લભભાઈ પટેલે .આટલી ઓછી જગ્યામાં તો તેમના માટે વપરાયેલા વિશેષણો પણ સમાઈ ન શકે ત્યાં આ ભારત નિર્માતા વિષે શું લખવું?સરદારે ૭૫ વર્ષની આવરદામાં જે કામ કર્યા છે તે સેંકડો વર્ષોમાં ન કરી શકાય તેવા હતા.તેમની વ્યક્તિમત્તાની ખાસિયત એ છે કે આ દેશમાં જીવતો દરેક માણસ સરદારને પોતાના નેતા માને છે તે તેમના પાયાના અને રચનાત્મક કાર્યોને લઈને.. ખેડા સત્યાગ્રહથી લઇ હિન્દ છોડો આન્દોલન અને પ્લેગ- દુષ્કાળથી લઇ ભારત માતારૂપી હિન્દુસ્તાનના શરીરે પીળા ગુમડા રૂપી દેશી રજવાડાઓને એક કરવાની વાત હોય સરદારનો તેમાં સિહ ફાળો રહ્યો છે.૩,૪,૫ નવે.૧૯૧૭ના રોજ  ગોધરાની રાજકીય પરિષદથી પોતાની રાજકીય કારકિર્દી આરભનાર સરદારે ૧૯૫૦મા દેશી રીયાસતોનું વિલીનીકરણ સંપન્ન થયું ત્યાં સુધી શરીર પર અત્યાચાર ગણાય તે હદે અને સાસારિક જીવનની તમા રાખ્યા વિના  દેશસેવામાં પ્રવુત રહ્યા હતા .ખેડૂતો,મહિલાઓ,દલિતો આદિવાસીઓ,લઘુમતીઓ, કોના ન હતા સરદાર?સામાજિક પરિવર્તન અને અર્થતંત્રમાં સુધારા વિષે પણ તેમનાઆગવા અને  મૌલિક વિચારો હતા.તેમના  નેતૃત્વનો ઈતિહાસ બોધ તો એ છે કે આજે પણ સ્થાનિક કે રાષ્ટ્રીય કક્ષાની સમસ્યા વખતે તેમના વડપણની દુહાઈ દેવામાં આવે છે.આ તેમનો "વિચાર વારસો"[legacy] છે.આજથી સો વર્ષ પહેલા સરદારે ઉપાડેલા ખેડા સત્યાગ્રહ અને વેઠપ્રથા  વિરોધી આન્દોલનની આ વર્ષે શતાબ્દી છે તેના સ્મરણ સાથે સરદારને શ્રદ્ધાંજલિ ..................
અરુણ વાઘેલા 
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૩૧ ઓકટો.૨૦૧૭,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ