પ્રથમ સુપરસ્ટાર :રાજેશ ખન્ના [૧૯૪૨-૨૦૧૨]


પ્રથમ સુપરસ્ટાર :રાજેશ ખન્ના [૧૯૪૨-૨૦૧૨]
"પુષ્પા એય પુષ્પા ,ઈન આસુઓ કો પોંચ ડાલો ,આઈ હીટ ટીયર્સ ............જેવા વિશિષ્ટ લહેકાવાળા  સંવાદો ,અને બાબુ મોશાય જેવા  અમર ચરિત્રો દ્રારા વર્ષો સુધી હિન્દી ચિત્રપટ જગત પર રાજ કરનાર રાજેશ ખન્નાનો આજે જન્મ દિવસ છે.પંજાબના અમૃતસરમાં જન્મેલા રાજેશ  ખન્નાનું મૂળનામ જતીન અને તેમનો ઉછેર ચુનીલાલ ખન્નાએ કર્યો હતો.રાજેશ ખન્નાને શાળા-કોલેજજીવનથી જ થીએટરમાં રસ હતો.જ્યાં જાણીતા અભિનેતા જીતેન્દ્ર પણ તેમના સહપાઠી હતા.ખન્ના નાટકોમાં અનેક પુરસ્કારો પણ જીત્યાં  હતા.૧૯૫૯-૬૧ દરમિયાન પુનાની નવરોજી વાડિયા કોલેજથી કલાના સ્નાતકની પદવી પણ લીધી હતી.૧૯૬૨મા "અંધાયુગ"નાટકમાં ધાયલ સૈનિકની ભૂમિકા  પછી ઇનામ વિતરણ પસંગે મુખ્ય મહેમાને ફિલ્મોમાં કામ કરવા સૂચવ્યું અને "કાકા" નીકળી પડ્યા સુપરસ્ટાર બનવાની દિશામાં.પહેલી ફિલ્મ આખરી ખતથી શરૂઆત કરનાર ખન્નાજીએ પછી તો સચ્ચા-જુઠા,ઇત્તેફાક,દો રાસ્તે,ડોલી,સફર,આરાધના,આન મિલો સજના,ટ્રેન,આનંદ,મહેબુબ કી મહેંદી,ખામોશી,હાથી મેરે સાથી,અમર પ્રેમ,દાગ,બાવરચી,મેંરે જીવનસાથી,નમક હરામ,રોટી,આવિષ્કાર જેવી અનેક સફળ ફિલ્મો આપી.૧૯૬૯ થી ૧૯૭૧ વચ્ચે રાજેશ ખન્નાએ ૧૫ હીટ ફિલ્મો કરી અને તે દરમિયાન આવેલી આરાધના ફિલ્મથી  રાજેશ ખન્નાનું સુપરસ્ટાર પદ શરુ થયું રાજેશ ખન્નાએ હિન્દી ફિલ્મ ક્ષેત્રે અંદાજે ૧૨૦ જેટલી ફિલ્મોમાં અભિનય આપ્યો તેમાંથી ૯૧ ફિલ્મો સફળ રહી .હિન્દી ફિલ્મોમાં ૧૯૯૧થી રાજેશ ખન્ના યુગ પૂરો થયો,છતાં તેઓ ત્રુટક-ત્રુટક ફિલ્મો કરતા રહ્યા હતા.તેમના જીવનનું બીજું પાસું તે રાજકારણી તરીકેનું.તેઓ ૧૯૯૧-૯૬ સુધી દિલ્હીના સંસદ તરીકે ચૂંટાયા હતા.હિન્દી ચિત્રપટ જગતના આ પહેલા સુપરસ્ટારનું તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૨ના રોજ મુંબઈ ખાતે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા 
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૯ નવે.૨૦૧૭,અમદાવાદ
Attachments area

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ