રસાયણશાસ્ત્રી :ટી.કેગજ્જર [૧૮૬૩-૧૯૨૦]

  

       રસાયણશાસ્ત્રી :ટી.કેગજ્જર [૧૮૬૩-૧૯૨૦]

ટી.કે ગજ્જરના ટૂંકા નામે જાણીતા થયેલા ત્રિભુવનદાસ કલ્યાણરાય ગજ્જરનો આજે જન્મ દિવસ છે સુરતમાં જન્મેલા ગજજરના પૂર્વજો મૂળ અમદાવાદના હતા તેમના પિતા કલ્યાણરાય શિલ્પશાસ્ત્રી હતા તેમણે આને લગતું એક્ પુસ્તક પણ લખ્યું હતું .ટી .કે ગજ્જરે શરુનું શિક્ષણ સુરતમાં લીધું  અને મેટ્રિક મુંબઈથી કર્યું હતું ૧૮૮૨માં પ્રથમ વર્ગમાં બી.એસ.સી કર્યું ડિસે .૧૮૮૬માં વડોદરા કોલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે નિમાયા દરમિયાન પોતાની વિદ્વતાથી સયાજીરાવ ગાયકવાડને પણ પ્રભાવિત કર્યા હતા મહારાજાએ તેમણે રંગ અને છાપકામના ઉદ્યોગોનો અભ્યાસ કરી અહેવાલ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું આના પાયા પર તેમણે વડોદરા ,સુરત અને અમદાવાદમાં રંગકામની  શાળાઓ શરુ કરી હતી.ટી.કે ગજ્જર આજે ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ તરીકે પસિદ્ધ થયેલી "કલાભવન"ના પ્રયોજક તરીકે પણ જાણીતા છે.૧૮૯૦માં સ્થપાયેલી આ સંસ્થામાં ચિત્ર,રસાયણ અને રંગશાળા ,યંત્રશાળા ,શિલ્પ અને ઈજનેરી ,ખેતી અને માતૃભાષા એમ છ વિભાગો રાખ્યા હતા .પણ સ્થાનિક કાવાદાવાઓથી તંગ આવી તેઓ મુંબઈ ચાલ્યા ગયા અને વિલ્સન કોલેજમાં જોડાયા હતા સ્વદેશી અને બહિષ્કાર આન્દોલન દરમિયાન કેટલાક લોકોએ રાણી વિક્ટોરિયાના બાવળા પર ડામર ચોપડી દીધો હતો તેણે સ્વચ્છ કરવામાં ભલભલા રુસ્તમો નિષ્ફળ રહ્યા ત્યારે આ દેશે રસાયણશાસ્ત્રીએ એસેડીક એસીડ અને ક્લોરીનથી આ ડામર સાફ કરી પુતળાને પૂર્વવત કર્યું હતું .તેનાથી શ્રી ગજ્જરની પ્રતિષ્ઠામાં ખાસ્સો વધારો થયો હતો આ વિગતનો લેખ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પત્રમાં પણ પ્રકાશિત થયો હતો .વડોદરામાં એલેમ્બિકની  સ્થાપના અને મુંબઈમાં ઇન્ફ્લુંએન્ઝા અને સુરતમાં પ્લેગ વખતે પેટન્ટ દવાઓ બજારમાં મુકવી જેવા કાર્યો માટે અને સુરતમાં વનિતા વિશ્રામ જેવી નારી ઉત્થાનની સસ્થાઓમાં મદદરૂપ થવા માટે  પણ ટી.કે.ગજજર પ્રસિદ્ધ થયા હતા  તેમનું અવસાન ૧૬ જુલાઈ ૧૯૨૦ના રોજ થયું હતું .પરાધીન ભારતના રસાયણક્ષેત્રે માતબર યોગદાન આપનાર શ્રી ટી.કે ગજ્જરની  ગુજરાતમાં પર્યાપ્ત કદર થઇ નથી શું કારણ હશે ?
અરુણ વાઘેલા 
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૩ ઓગસ્ટ ૨૦૧૭ ,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ