મોટા બેન :અનસુયાબેન સારાભાઇ[૧૮૮૫-૧૯૫૮]


મોટા બેન :અનસુયાબેન સારાભાઇ[૧૮૮૫-૧૯૫૮]અમદાવાદ એક બંગલા પાસેથી ચિંતાતુર ચ્હેરે પસાર થઇ રહેલા મજુરોને એક મહિલાએ તેમની ચિંતાનું કારણ પૂછયું મજુરોએ કહ્યું "સતત ૩૬ કલાક કામ કરી અમારા ઘરે જઈ રહ્યા છીએ"-સતત ૩૬ કલાક કામ સાંભળીને એ સવેન્દનશીલ મહિલા હચમચી ગયા ,તેમનું હૈયું કરાહી ઉઠ્યું ,મજુરોને આ અન્યાય  અને તેમને મળતા વળતર બાબતે સંગઠિત કર્યા ,પોતાના સગા ભાઈ સહિતના અમદાવાદના મિલમાલિકો સામે લગભગ ૨૧ દિવસ હડતાલ પાડી અને મજુરોને તેમના વ્યાજબી હક્કો અપાવ્યા .આ નારાયણીનું નામ અનસુયાબેન સારાભાઇ .જન્મ અમદાવાદના પસિદ્ધ સારાભાઇ પરિવારમાં ,નવ વર્ષની વયે માતા-પિતાની છત્રછાયા ગુમાવી ,૧૩ વર્ષની ઉમરે બાળલગ્ન નિષ્ફળ રહ્યું ૧૯૧૨મા બ્રિટન મેડિકલનું ભણવા ગયા પણ તેમાં જીવહત્યા થતી હોવાથી અને ખાસ તો જૈન હોવાથી  એ ભણવાનું માંડી વાળ્યું પણ ત્યાંથી ફેબિયન સમાજવાદથી ગાઢ રીતે પ્રભાવિત થયા હતા.અમદાવાદમાં આવી હોમરુલ આન્દોલનથી રાજકીય કારકિર્દીનો પ્રારંભ કર્યો.તે પછી તો ગુજરાતમાં થયેલા મોટા ભાગના આદોલનો અને જાહેરજીવનની પ્રવુંતિઓમાં અનસુયાબેન સક્રિય રહ્યા હતા.૧૯૧૪મા અમદાવાદમાં અમરપુરામાં જ્યુબીલી મિલ પાસે મજુર બાળકોની શાળા શરુ કરી મિલ મજુરોની દીકરીઓ માટે કન્યાગૃહો શરુ કર્યા તેમનું ઘર અને દિમાગ મજુરોના પ્રશ્ને સતત ધબક્તું  રહેતું હતું. આ ભુમિકા પર અમદાવાદમાં અમદાવાદ મજુર મહાજન સંઘ બન્યું હતું. તેઓ આઝાદ મનના અને ઇંગ્લેન્ડમાં ચાલતી સ્ત્રીઓની સમાન હક્કની લડતના રસિયા અને અભ્યાસી હતા.અનસુયાબેન આવા મુદ્દાઓ પર પુષ્કળ વાંચતા અને વિચારતા.ગુજરાતમાં મજુર અને મહિલા પ્રવુતિઓના પ્રણેતા અનસુયાબેન સારાભાઇનું ૧૧ સપ્ટે. ૧૯૫૮મા અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૧૧ નવે.૨૦૧૭,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ