સાધયામિ વા યાતયામિ :શહીદ ભગતસિંહ [૧૯૦૭-૧૯૩૧]


સાધયામિ વા યાતયામિ :શહીદ ભગતસિંહ [૧૯૦૭-૧૯૩૧]
"સુની પડી કબર પર દિયા જલાકે જાના ,
ખુશીઓ પર અપની  હમ પર ઝંડા લહેરા કે જાના ,
 બહતે હુએ રુધિર મેં દામન ભીગો કે જાના ,
દિન ખૂન કે હમારે યારો ન ભૂલ જાના "
પ્રસ્તુત પંક્તિ જેમને સાગોપાંગ લાગુ પડી શકે તેવા આજે પણ યુવાનોના આદર્શ સમા ભગતસિંહનો આજે જન્મદિવસ છે.આજના પાકિસ્તાનના બંગા જીલ્લાના લાયલપુર ગામે જન્મેલા ભગતસિંહ બચપણથી જ ચપળ,કુશાગ્ર બુદ્ધિશક્તિ અને અજબ ગ્રહણ શક્તિ ધરાવતા હતા.દેશ ભક્તિ અને ફનાગીરીના વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો.રામપ્રસાદ બિસ્મિલ્લ અને ચંદ્રશેખર આઝાદ અને સચિન્દ્રનાથ  સન્યાલના "બંદી જીવન" પુસ્તકે  તેમને ક્રાંતિનો રાહ ચીંધ્યો હતો.૧૯૧૭ની રશિયન ક્રાંતિ,અને કાર્લ માકર્સે તેમના વિચારોને ઉર્જા પૂરી પડી હતી.હિન્દુસ્તાની સોશ્યાલીસ્ટ રીપબ્લીકન એસોસિએશનની સ્થાપના કરી.ભગતસિંહ શ્રમિક ક્રાંતિનું સ્વપ્ન જોતા હતા.પણ પરિવારે ક્રાંતિના માર્ગેથી પાછા વાળવા લગ્ન કરાવવાનું વિચાર્યું તો ભગત ઘર છોડી નીકળી પડ્યા .૩૦ ઓકટો.૧૯૨૮ના રોજ સાયમન કમિશનના વિરોધમાં લાલા લજપતરાયની  શહીદીએ તેમને હલબલાવી મુક્યા હતા. લાલાજીના હત્યારા મિ.સ્કોટને મારવાનો પ્લાન કર્યો પણ ઝડપાઈ ગયો જે.પી  સોન્ડર્સ .તે પછી ૮ અપ્રિલ ૧૯૨૯ના રોજ લાહોર ધારાસભામાં મુલાકાત ગેલેરીમાંથી બોમ્બ ફેક્યા  અને ભારતભરમાં પસિદ્ધ થઇ ગયા.સોન્ડર્સ હત્યા કેસમાં તેમને ફાંસી અને ધારાસભા બોમ્બ કેસમાં આજીવન કાલાપાણીની સજા થઇ હતી ૨૩ માર્ચ ૧૯૩૧ના ગોઝારા દિવસે "ઇન્કલાબ ઝીન્દાબાદના નારા સાથે આ દૂધમલ ક્રાંતિકારી ફાંસીના માંચડે લટકી ગયો.તેમની શહીદી  પછી પંડિત નહેરુએ કહ્યું હતું કે "અંગ્રેજો આપણી સાથે સમજુતીની વાત કરે ત્યારે આપણે ભગતસિંહની શહાદતને ભૂલી જવી ન જોઈએ " ભગતસિંહનું જીવન એટલે
 'નથી કઈ પરવા કબર કે કફનની,
નથી કઈ પરવા દફન કે દહનની ,
નથી કઈ પરવા બદનના જતનની ,
મને એક પરવા છે બસ મારા વતનની"
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૭ સપ્ટે.૨૦૧૭,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ