ઇતિહાસકાર ડો.સતીશચંદ્ર મિશ્ર [૧૯૨૫-૧૯૮૪]

૨૨ જુલાઈ માટે

                      ઇતિહાસકાર ડો.સતીશચંદ્ર મિશ્ર [૧૯૨૫-૧૯૮૪
 સર જદુનાથ સરકારે એવું લખ્યું છે કે "આખા ભારતમાં ઈતિહાસલેખનના સાધનોની  વિવિધતા અને વિપુલતાની દ્રષ્ટીએ ગુજરાત સૌથી સમૃદ્ધ છે ".આ વિધાનના હિસાબે ગુજરાતમાંથી સૌથી વધુ અને પ્રતિભાશાળી ઈતિહાસકારો પાકવા જોઈએ ,પણ કમનસીબે એમ થઇ શક્યું નથી.છતાં ગુજરાત ગૌરવ લઇ શકે તેવા કેટલાક ઈતિહાસકારો તો ગુજરાતમાં નીપજયા છે.તેમાં ડો.સતીશચંદ્ર મિશ્રનું નામ અગ્રણી છે.મધ્યપ્રદેશના હોશંગાબાદમાં જન્મેલા પ્રોફે..મિશ્રએ આગ્રા અને  બનારસ યુનિ.ઓમાંથી શિક્ષણ મેળવ્યું હતું .૧૯૫૦માં શેરશાહ સૂરિ પર તેમણે પીએચ.ડીની પદવી મેળવી હતી.તેઓ ૧૯૫૨માં વડોદરાની એમ.એસ .યુનિ.માં અધ્યાપક તરીકે જોડાયા હતા. મધ્યકાલીન ઇસ્લામી ઇતિહાસકાર તરીકે પંકાયેલા પ્રોફ. મિશ્રએ rise of muslim power in gujarat[1963]"muslim communities of gujarat"[1964],જેવા વિદ્વતાપૂર્ણ ઈતિહાસગ્રંથો લખ્યા છે.મુસ્લિમ કોમ્યુનીટીઝ ઓફ ગુજરાત ગ્રથમાં તેમને ૬૯ મુસ્લિમ કોમોની ખાસિયતો .રીતભાત અને જીવનદ્રષ્ટીનું વિવરણ કર્યું છે ."મિરાત -ઈ -સિકંદરી ",તારીખ-ઈ-મેહમુદી "અને ભરૂચના ઈતિહાસ વિષે લખાયેલો ઉર્દુ ગ્રંથ "કિસ્સા-એ -ગમગીન "નું સંપાદન મિશ્રા સાહેબના કુશળ સંપાદક હોવાનો પુરાવો આપે છે.તેમની સંશોધન-લેખન પ્રવૃત્તિથી એમ.એસ.યુનિ.અને ગુજરાતના ઈતિહાસલેખનનું આંતરરાષ્ટ્રીય ફલક ઉભું થયું હતું.તેઓ ૧૯૬૮-૭૦ દરમિયાન ગુજરાત ઈતિહાસ પરિષદ અને ૧૯૮૧માં ઓલ ઇન્ડિયા હિસ્ટરી કોંગ્રસના પ્રમુખ પણ બન્યા હતા.ઈતિહાસના સંશોધનમાં અત્યંત ચીવટ રાખતા આ ઈતિહાસકારે ઇંગ્લેન્ડ -અમેરિકાની  યુનિ.ઓમાં વ્યાખ્યાનો આપવા ઉપરાંત ઓક્સફર્ડ યુનિ.માં રીસર્ચ ફેલો તરીકે પણ કામ કર્યું હતું.સામાન્ય રીતે ઈતિહાસકારો લાંબુ જીવતા હોય છે પણ સતીશચંદ્ર મિશ્ર ૨૩ સપ્ટે.૧૯૮૪ના રોજ માત્ર ૫૯ વર્ષની ઉંમરે અવસાન પામ્યા હતા.આવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ઈતિહાસકારથી ગુજરાત ખાસ પરિચિત નથી .
અરુણ વાઘેલા 
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૨૨ જુલાઈ,૨૦૧૭,અમદાવાદ
                          

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ