૪૨નો શહીદ:વિનોદ કિનારીવાલા(૧૯૨૪-૧૯૪૨)
૪૨નો શહીદ:વિનોદ કિનારીવાલા [૧૯૨૪-૧૯૪૨]
"તમારો આદર્શ વિનોદ જે શહીદ થઇ ગયો છે એ છે.એણે જે બહાદુરી અને હિંમત બતાવી દેશદાઝનો નમુનો આપ્યો છે તેને તમારે સંગ્રહી રાખવાનો છે,તેમાંથી જીવનના પાઠ શીખવાના છે."પ્રસ્તુત શબ્દો સરદાર પટેલે ૧૯૪૨ના આન્દોલનમાં શહીદ થયેલા વિનોદ કિનારીવાળા માટે પ્રયોજ્યા હતા.ગુજરાતની સૌપ્રથમ કોલેજ, ગુજરાત કોલેજમાં ઇન્ટર આર્ટસમાં ભણતો વિનોદ ૧૯૪૨ના હિન્દ છોડો આન્દોલનમાં રાષ્ટ્રવાદના રંગે રંગાયો મહાત્મા ગાંધી અને રવિશંકર મહારાજથી પ્રભાવિત વિનોદ દેશ માટે ચંદ્રશેખર આઝાદ જેવું કરી બતાવવા માંગતા હતા..તારીખ ૧૦ ઓગસ્ટ ૧૯૪૨નો દિવસ સર એલ.એ.શાહ લો કોલેજમાં વિદ્યાર્થીઓની સભામાં પ્રવચનો થયા,ધ્વજવંદન થયુ બે હાજર ભાઈ-બહેનોનું એક સરઘસ "ઇન્કલાબ ઝીન્દાબાદ"ના નારા સાથે નીકળ્યું તેમનામાં ગંભીર કર્તવ્યભાવના હતી.મિશન ચર્ચ પાસે તેમના પર લાઠીઓ વીંઝાઇ .ધ્વજધારી વિનોદને ધ્વજ છોડી દેવા હુકમ થયો પણ વિનોદ એટલે મક્કમતાનું બીજું નામ.પરિણામે ગોરા અફસરોએ ગોળીઓ છોડી તેમની એક વિનોદને પેટ નીચે પેઢાના ભાગે વાગીઅને શહીદ થયા.વિનોદની શહીદી પછી સમગ્ર અમદાવાદ ઉશ્કેરાટ ફેલાયો વિનોદની શહીદીને ઠેરઠેર બિરદાવવામાં આવી ..૧૦ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ લોકનાયક જયપ્રકાશ નારાયણે આઝાદીના ૫ દિવસ પહેલા ગુજરાત કોલેજ પાસે તેમની આરસની ખાંભીનું ઉદઘાટન કર્યું.જે,પી .એ કહ્યું કે "કીનારીવાલાનું મૃત્યુ સામાન્ય મૃત્યુ ન હતું .,તે વીર ધ્વજ સાથે મૃત્યુને ભેટ્યો એજ એની મહત્તા છે અને તેથી જ તે વંદનને યોગ્ય છે."
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૦ સપ્ટે.૨૦૧૭ ,અમદાવાદ
Comments
Post a Comment