પૌર્વાત્યવાદી :સર વિલિયમ જોન્સ[૧૭૪૬-૧૭૯૪]
પૌર્વાત્યવાદી :સર વિલિયમ જોન્સ[૧૭૪૬-૧૭૯૪]૧૮મા
સૈકાના ઉતરાર્ધમાં" ભારતવિદ્યા" [-પાશ્ચાત્ય વિદ્વાનોનું પૂર્વદર્શન
-indology}પાયો નાંખનાર સર વિલિયન જોન્સનો આજે જન્મદિવસ છે જન્મ
લંડનમાં,પિતા ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક ન્યુટનના મિત્ર હતા.ત્રણ વર્ષની
ઉંમરે પિતાનું અવસાન થતા માતા મેરીનીક્સે અભ્યાસની તમામ જવાબદારી ઉપાડી
હેરો સ્કુલ અને ઓક્સફડ યુનિ. માં ભણાવ્યા તો ખરા સાથે બૌદ્ધિક વાતાવરણ પૂરી
પાડી જોન્સને પ્રતિભાશાળી વ્યક્તિ બનાવ્યા.૧૭ વર્ષની વયે ઓક્સફર્ડમાં
હિબ્રુ,ગ્રીક,લેટીન અને અરબી જેવી ભાષાઓ શીખ્યા પાછળથી સંસ્કૃત અને ફારસી
પર પણ પ્રભુત્વ મેળવ્યું.માર્ચ ૧૭૮૩મા ભારત આવ્યા કલકતા સર્વોચ્ચ અદાલતના
ન્યાયધીશ બન્યા .ગવર્નર વોરન હેસ્ટીગ્ઝની સહાયથી ૧૭૮૪ના જાન્યુ.મહિનામાં
ભારતના જ્ઞાનક્ષેત્રમાં અભૂતપૂર્વ ગણાય તેવી બંગાળ એશિયાટિક સોસાયટીની
સ્થાપના કરી .આ સંસ્થાના આશ્રયે ભારતશાસ્ત્રના વૈજ્ઞાનિક સંશોધન પદ્ધતિનો
પાયો નાખ્યો .ભગવત ગીતા,અભિજ્ઞાન શાન્કુન્તલ ,ગીત ગોવિંદ ,મનુંસ્મૃતિ જેવા
અનેક પ્રાચીન સંસ્કૃત ગ્રંથોના અનુવાદો કરાવ્યા તેમાં શાકુન્તલ અને
ઋતુસંહારનો અનુવાદ તો ખુદ વિલિયમે કર્યો હતો.પરિણામે સમગ્ર વિશ્વનું ધ્યાન
ભારત તરફ ખેંચાયું.જોન્સનું વધુ મહત્વનું કામ તે ભારોપીય[indo-europian]
નામના ભાષાશાસ્ત્રીય સિદ્ધાંતની રજૂઆત છે.તે પછી તરત જ યુરોપ અને ભારતની એક
આર્ય જાતિની વાત પણ કરી તેમના તત્ત્વચિંતને પૂર્વના ઈતિહાસ,સંસ્કૃતિ અને
સાહિત્ય પર મોટી અસર ઉપજાવી હતી.ભારતવિદ્યાનો મોટો વારસો {legacy} મૂકી
જનાર વિલિયમ જોન્સનું તારીખ ૨૭ એપ્રિલ ૧૭૯૪ના રોજ માત્ર ૫૦ વર્ષની ઉંમરે
વધુ પડતા બૌદ્ધિક શ્રમને કારણે અવસાન થયું હતું.કલકતામાં તેમની કબર
વિલિયમ જોન્સની સ્મૃતિ સાચવી રહી છે.
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૨૮સપ્ટે.૨૦૧૭,અમદાવાદ અરુણ વાઘેલા
Comments
Post a Comment