સુધારાના સારથી :મહીપતરામ રૂપરામ (૧૮૨૯-૧૮૯૧)

૧૯મા સૈકામાં પશ્રિમના પંથે ગુજરાતના સમાજને સુધારવા મથતા સુધારકો પૈકીના એક મહીપતરામ રૂપરામનો આજે જન્મ દિવસ છે.સુરતમાં વડનગરા નાગર જ્ઞાતિમાં જન્મેલા મહિપતરામે શિક્ષણ સુરત અને મુંબઈથી લીધું હતું. દોઢ વર્ષની ઉમરે માતાનું અવસાન થયું અને ચાર વર્ષની વયે તો તેમના લગ્ન ત્રણ વર્ષના પાર્વતીકુંવર સાથે થઇ ગયા.મહિપતરામ મુંબઈ નિવાસ દરમિયાન જ્ઞાન પ્રસારકસભા અને બુદ્ધિવર્ધકસભા જેવી સંસ્થાઓમાં સક્રિય થયા હતા.સન ૧૮૫૭ના વર્ષે મહીપતરામ અમદાવાદની હાઈસ્કુલમાં આચાર્ય તરીકે આવ્યા.આ પૃષ્ઠભૂમિ પર તેમને ઇંગ્લેન્ડનો શૈક્ષણિક પ્રવાસ કરવાની તક મળી આ સમય કાળું પાણી ઓળગવું અર્થાત વિદેશગમનની સામાજિક મનાઈનો સમય હતો છતાં તેને અવગણી પત્ની,રસોઈઓ અને સીધું-સામાન લઇ બ્રિટનના પ્રવાસે નીકળી પડ્યા પણ પાછા આવ્યા કે તરત જ સુરતની વડનગરા નાગર જ્ઞાતિએ તેમને નાત બહાર મુક્યા મહીપતરામેં નાતની માફી માગી ,ભારે રકમનો દંડ ભરી પ્રાયશ્ચિત પણ કરવું પડ્યું. સુરતની શેરીઓમાં તો આ દરમિયાન તેમની "વિલાયતી વાંદરું"કહીને મજાક પણ ઉડાવવામાં આવતી હતી. તેમના વિલાયતગમનનો પસંગ ગુજરાતના જાહેર જીવન ઉપરાંત સાહિત્યમાં પણ વિવાદનો વિષય બન્યો હતો.ઉદા.તરીકે તેમની ઇંગ્લેન્ડ યાત્રા પછી કવિ દલપતરામે તેમને બીરદાવતા લખ્યું કે

"નાગર નર હારે નહિ હારે હોય હજામ,
કહેવત તે સાચી કરી જય જય મહીપતરામ "
પણ જ્ઞાતિ સમક્ષ માફી માંગ્યા પછી કવિ નર્મદે લખ્યું કે
:નાગર નર હારે નહિ હારે હોય હજામ ,
ઇત્યાદિક ફેરવ હવે ડાહ્યા દલપતરામ"
પણ તેનાથી મહીપતરામના પ્રયાસોનું મહત્વ ઓછું થતું નથી
જાહેજીવનમાં તેઓ અમદાવાદ મ્યુ.ના કમિશ્નર અને ચેરમેન પણ બન્યા
હતા.તેમના જીવનનું બીજું ઉજળું પાસું તે તેમણે લખેલા પુસ્તકો છે.
મહીપતરામેં ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન,ઉત્તમ કપોળ કરશનદાસ મુળજી
,દુર્ગારામ ચરિત,પાર્વતીકુંવર આખ્યાન,સાસુ વહુની લડાઈ,સઘરા જેસંગ અને ઘણા
ચરિત્ર ગ્રંથો લખ્યા છે.ગુજરાતી સાહિત્યમાં પત્ની વિષે ચરિત્રગ્રંથ(પાર્વતીકુંવર આખ્યાન) લખનાર
તેઓ કદાચ પહેલા લેખક હતા. પત્રકાર તરીકે તેઓએ "પરહેજદાર"અને "ગુજરાતી
શાળાપત્ર"જેવા સામયિકોમાં સેવાઓ આપી હતી જયારે સંસ્થાકીય ક્ષેત્રે ગુજરાત
વર્નાક્યુલર સોસાયટી સમેત અમદાવાદ ,સુરત ,મુંબઈની મોટા ભાગની સંસ્થાઓમાં
મહીપતરામ સક્રિય હતા.૧૯મા સૈકાના આ મહત્વના સુધારક ,કેળવણીકાર અને ચિંતકનું
૩ સપ્ટે.૧૮૯૧ના રોજ અમદાવાદમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૩ ડિસે.૨૦૧૭,અમદાવાદ
Attachments area
Comments
Post a Comment