સાક્ષરવર્ય :ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ[૧૮૫૩-૧૯૧૨]
સાક્ષરવર્ય :ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ[૧૮૫૩-૧૯૧૨]
આજે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વી.વી. ગીરી ,અર્થશાસ્ત્રી કે .ટી.શાહ ,એ.કે ફોર્બ્સ કૃત "રાસમાળા "ના અનુવાદક રણછોડરામ ઉદયરામ દવે ,નવલકથાકાર પીતાંબર પટેલ અને જેઓની વાત અહી કરવામાં આવી છે તે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનો જન્મદિવસ છે સુરતમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમાં ૧૮૫૩ના વર્ષે તેમનો જન્મ થયો હતો તેમના પૂર્વજ નારાયણ દેસાઈને બાદશાહ અકબરે જમીન મહેસુલ આકારણીમાં કરેલી મદદ બદલ ભરૂચ અને સુરત જીલ્લાઓમાં મીઠાના અગર પર વેરો ઉઘરાવવાની સત્તા આપી હતી ત્યારથી તેમની અટક દેસાઈ પડી હતી છટ્ઠા ધોરણમાં હતા ત્યારે પિતાનું અવસાન થતા કમને અભ્યાસ છોડવો પડ્યો હતો જુદાજુદા ઠેકાણે નોકરીઓ કરી ,જુના કવિઓની હસ્તપ્રતો અને ગ્રંથો વાંચ્યા ,"મુંબઈ સમાચાર"માં પ્રૂફ રીડરનું કામ પણ કર્યું તેમણે સુરતમાં શારદાપૂજક મંડળી નામની સંસ્થા પણ સ્થાપી હતી,ગુજરાતમાં ઈચ્છારામની મુખ્ય ઓળખાણ સાહિત્યકાર અને પત્રકાર તરીકે છે "સ્વત્રંતતા " અને "ગુજરાતી "નામના સામયિકો સફળતાપૂર્વક ચલાવ્યા હતા.તેમની પસિદ્ધ નવલકથા "હિન્દ અને બ્રિટાનીયા"અહી જ હપ્તાવાર છપાઈ હતી.ગુજરાતી સામયિકોમાં દિવાળી અંકો કાઢવાની પ્રથા તેમણે શરુ કરી હતી .૧૯૦૧માં ગુજરાતી પંચાંગ પણ બહાર પડ્યું હતું ૧૮૭૮માં વાઇસરોય લોર્ડ લીટન ના સમયમાં થયેલા વર્તમાનપત્રોની સ્વતંત્રતાને રૂંધતા વર્નાક્યુલર પ્રેસ એક્ટનો પણ તેમણે વિરોધ કર્યો હતો ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે "બૃહદ કાવ્યદોહન "જેવા સંશોધન ગ્રંથ અને હિન્દ અને બ્રિટાનીયા "જેવી નવલકથા માટે પણ તેઓ પસિદ્ધ છે .હિન્દ અને બ્રિટાનીયા નવલકથા "રાજકીય કાદમ્બરી" તરીકે પસિદ્ધ થઇ હતી.ઈચ્છારામેં બધા મળીને ૪૬ પુસ્તકો લખ્યા હતા .ભાષાશુદ્ધિના અતિ આગ્રહી હતા .ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વના ક્ષેત્રે તેજલીસોટા સમાન ઈચ્છારામનું ૫ ડિસે.૧૯૧૨ના રોજ અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૧૦ ઓગસ્ટ,૨૦૧૭,અમદાવાદ
Comments
Post a Comment