દાદાસાહેબ :ગણેશ વાસુદેવ માવલંકર [૧૮૮૮-૧૯૫૬]
દાદાસાહેબ :ગણેશ વાસુદેવ માવલંકર [૧૮૮૮-૧૯૫૬]
આજે આઝાદ ભારતની લોકસભાના પહેલા સ્પીકર ગણેશ વાસુદેવ માવલંકર સમેત ક્રાંતિકારી સુધારક જોતિબા ફૂલે,કવિ શ્રી હરિવંશરાય બચ્ચન અને ઇતિહાસકાર કે.પી.જયસ્વાલનો જન્મદિવસ છે.દાદાસાહેબના હુલામણા નામથી જાણીતા થયેલા શ્રી માવલંકરનો જન્મ વડોદરામાં થયો હતો.તેઓ ૧૯૦૪માં મેટ્રિક અને ૧૯૦૬મા અમદાવાદની સૌથી જૂની કોલેજ ગુજરાત કોલેજથી બી.એ થયા હતા.તત્પશ્યાત વકીલાત ,ગુજરાતના જાહેર જીવન અને રાષ્ટ્રના આઝાદીના સંગ્રામમાં જોડાઈ અનેકવિધ ક્ષેત્રોમાં માતબર યોગદાન આપ્યું હતું .તેમની બહુવિધ પ્રવુંતિઓ હોવા છતાં તેમાં કેળવણી ક્ષેત્રની કામગીરી સરસાઈ ભોગવે છે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને ગુજરાત યુનિ.ની સ્થાપનામાં તેમનો સિંહફાળો હતો ગુજરાત યુનિ.સ્થાપના સમયે તેઓ કહેતા હતા કે "ગુજરાત યુનિ.ની કલ્પનાને હું મારૂ સ્વપ્ન નહિ પણ જાગૃત અવસ્થા કહું છું."વિશ્વ વિદ્યાલય એ પોતાના દેશકાળનું પ્રતિબિંબ છે,તેમ દેશકાળને ઘડ્નારું એક બળ પણ છે આમ માનતા હોવાથી તેઓએ એક વ્યક્તિના નામ સાથે ગુજરાત યુનિ.સંકળાય તેના બદલે હજારો ગુજરાતીઓની સખાવતથી ગુજરાત યુનિ.બને તેમ માન્યું અને ચરિતાર્થ કર્યું . આવા ઉમદા હેતુ માટે એક કરોડ રૂપિયાનું દાન પણ જતું કર્યું હતું.તેમની ઈચ્છા ગુજરાત યુનિ.ના કુલપતિ થવાની હતી અને તે માટે લોકસભાના સ્પીકરપદને પણ જતું કરવા તૈયાર હતા.પણ આખરે તેમણે બનવું પડ્યું લોકસભાના સ્પીકર.૧૫ મેં ૧૯૫૨ થી ૨૭ ફેબ્રુ.૧૯૫૬ સુધી તેઓ લોકસભાના સ્પીકર રહ્યા હતા .આવા બહુમુખી પ્રતિભાના ધની દાદાસાહેબ માવલંકરનુ ૨૭ ફેબ્રુ.૧૯૫૬ના રોજ અવસાન થયું હતું.દાદાસાહેબે "my life at the bar"જેવું વ્યવસાયી જીવનને નીરુપતું પુસ્તક પણ લખ્યું છે જેનો "मेरा वकिलाती जीवन"શીર્ષકથી હિન્દીમાં અનુવાદ પણ થયો છે.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૭ નવે.૨૦૧૭,અમદાવાદ
Comments
Post a Comment