રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ :કસ્તુરભાઈ લાલભાઈ[૧૮૯૪-૧૯૮૦]

અમદાવાદ નગરશેઠ કુટુંબના વંશજ,રાષ્ટ્રવાદી ઉદ્યોગપતિ અને દાનવીર કસ્તુરભાઈ લાલભાઈનો આજે જન્મદિવસ છે.પ્રાથમિક,માધ્યમિક અને થોડુક ઉચ્ચ શિક્ષણ મેળવી કસ્તુરભાઈ પિતાના વારસાગત મિલ ઉદ્યોગમાં જોડાયા હતા.વ્યવસાયની સાથે તેઓને ગુજરાતના જાહેરજીવનમાં પણ ઊંડો રસ હતો.૧૯૨૩-૧૯૨૬ દરમિયાન દિલ્હીની વડી ધારાસભામાં મીલમાંલીકોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા.વડી ધારાસભામાં તેમની કામગીરીના વખાણ તો" ટાઈમ્સ ઓફ ઇન્ડીયા" જેવા અખબારે પણ કર્યા હતા કસ્તુરભાઈએ એક નવાચારી ઉદ્યોગપતિ તરીકે વારસાગત ઉદ્યોગ-ધંધાઓનો વિકાસ તો કર્યો જ સાથે ગુજરાતની મહાજન પરમ્પરાના પ્રતિનિધિ તરીકે કેળવણીની સંસ્થાઓના વિકાસમાં પણ રસ દાખવ્યો હતો.કારણકે તેઓ જાણતા હતા કે આઝાદ ભારતમાં શિક્ષણનું મહત્વ શું રહેવાનું છે! આઝાદી પછીના ત્રણ દાયકાઓમાં તેમના પરિવારે માત્ર કેળવણીની સંસ્થાઓને દોઢ કરોડ કરતા વધુ રકમનું દાન કર્યું હતું ધાર્મિક સંસ્થાઓ અને જૈન સંસ્થાઓને કરેલા દાન તો જુદા .અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત નિર્માણ પામેલી શાળા-કોલેજો ઉપરાંત ગુજરાત યુનિ.,અટીરા વગેરેમાં કસ્તુરભાઈ પરિવારની ઉદાર સખાવતો રહેલી છે.ગુજરાત યુનિ. ને તો તેઓ ગુજરાતની "આરાધ્ય દેવતા"ગણતા હતા.શૈક્ષણિક સંસ્થાઓમાં આટલું માતબર દાન કરવા છતાં કદી તેની વહીવટી બાબતોમાં હસ્તક્ષેપ કરતા નહિ અમદાવાદની શિક્ષણ સંસ્થાઓના વાલી સમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈનુ ૨૦ જાન્યુ.૧૯૮૦નાં રોજ અવસાન થયું હતું. ભારત સરકારે ૧૯૬૯માં તેમનું પદ્મભૂષણથી સન્માન કર્યું હતું.
અરુણ વાઘેલા

સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૧૯ ડિસે.૨૦૧૭,અમદાવાદ
Attachments area
Comments
Post a Comment