ગુણવંતી ગુજરાત:અરદેશર ખબરદાર[૧૮૮૧-૧૯૫૩]


ગુણવંતી ગુજરાત:અરદેશર ખબરદાર[૧૮૮૧-૧૯૫૩]"ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી  ગુજરાત"અને "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત"જેવી અમર અને કહેવતરૂપ કાવ્યપંક્તિઓના સર્જક અરદેશર ખબરદારનો આજે જન્મદિવસ છે.દમણમાં જન્મેલા કવિની પહેલી અટક હિંગવાલા અને બીજી પોસ્ટવાલા હતી.પણ તેમના દાદાને  તેમની કાર્યદક્ષતા અને બાહોશીને લઇ મિત્રો "ખબરદાર" કહેતા .તેનાથી પોત્સાહિત થઇ છટ્ઠા ધોરણમાં દાખલ થતી વખતે અરદેશરે  જાતે જ ખબરદાર અટક ધારણ કરી લીધી.મેટ્રિક સુધી જ ભણેલા ખબરદાર વર્ષો શોધી મદ્રાસમાં વ્યવસાય અર્થે રહ્યા હતા.૧૬ વર્ષની વયે કાવ્યસર્જન આરંભનાર ખબરદારનો સર્જન કાળ લગભગ ૫૫ વર્ષનો છે.તે દરમિયાન પ્રકાશિકા,સંદેશિકા,ભારતનો ટંકાર,દર્શનિકા રાષ્ટ્રિકા,ગાંધીબાપુનો પવાડો ,ગાંધીબાપુને જેવા ૨૦ કાવ્યસંગ્રહો અને ૨ અગ્રેજી કાવ્યસંગ્રહો પણ લખ્યા.અગ્રેજીમાં પણ કવિતાઓ લખનારા ગણ્યા-ગાંઠયા ગુજરાતી કવિઓમાં તેમનો સમાવેશ થાય છે.તેમની કવિતામાં રાષ્ટ્રવાદ,અધ્યાત્મ ,ગાંધીપ્રેમ  અને ગુજરાત પ્રીતિ મુખ્યત્વે દેખાય છે.તેમણે જે રીતે અને જે સંખ્યામાં રાષ્ટ્રવાદ અને ગુજરાતનું ગૌરવગાન કર્યું છે તેવું અને તેટલુ બહુ ઓછા ગુજરાતી કવિઓ કરી શક્યા  છે.તેમના ગાંધીજી પ્રત્યેના આદરભાવને ગાંધીજીની હત્યા સમયે લખેલી કવિતામાં જોઈએ:
                         "ઉડતા વાયુ થંભી ગયા,થંભ્યા વાદળ યે વ્યોમ,
                            થંભી થંભી સિંધુ પૂછતો:આજ રોતી શે ભોમ "
                             
            અને
                             "આવ્યો આઝાદીના અમૃતનો કુંભ જ્યાં,
                               અમૃતનો પાનારો ચાલી ગયો,
                               સૂર્ય વધાવવાને ઉષા પધારી ત્યાં,
                               ઉષાનો રંગ નહિ એકે રહ્યો."
કવિ ખબરદારનું ૩૦ જુલાઈ ૧૯૫૩ના રોજ મુંબઈમાં અવસાન થયું હતું.
અરુણ વાઘેલા  
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૬ નવે.૨૦૧૭,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ