ભારત જોડો:બાબા આમ્ટે [૧૯૧૪-૨૦૦૮ ]
ભારત જોડો:બાબા આમ્ટે [૧૯૧૪-૨૦૦૮ ]
મહાત્મા ગાંધીના અવસાન પછી ગાંધીવાદીઓએ તેમની વિચારધારાને અખંડ રાખી તેમાંના એક બાબા આમ્ટેનો આજે જન્મદિવસ છે.મુળનામ મુરલીધર દેવીદાસ આમ્ટે અને જન્મ મહારાષ્ટ્રના વર્ધા પાસે હિંગલગઢ ખાતે.અત્યંત શ્રીમંત કુટુંબમાં જન્મેલા મુરલીધરને બાબા નામ તેમના પિતાએ આપ્યું હતું ધનિક પરિવારમાં બાબાનું શરુનું જીવન વૈભવી રહ્યું હતું.અભ્યાસની રીતે બી.એ ,એલ.એલ.બી થયા અને પછી વકીલાત શરુ કરી.દરમિયાન ગાંધીજીના પ્રભાવમાં આઝાદીની લડતોમાં જોડાયા ૧૯૪૨ના હિન્દ છોડો આન્દોલનમાં જેલવાસ પણ ભોગવ્યો. ખાદી અને ચરખાનું અનુસરણ કર્યું.ખુદ ગાંધીજીએ તેમને "અભય સાધક"નામ આપ્યું હતું.આઝાદી પછી તેમનું કાર્યક્ષેત્ર બદલાયું કલકતાથી રક્તપિતીયાઓની સેવાની ભાવના જન્મી તે માટે ૧૫ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ વર્ધામાં સેવા યજ્ઞ કરી આનંદવન નામની સંસ્થા શરુ કરી જે જમાનામાં રક્તપીતીયાઓ પ્રત્યે સમાજ જોજનોનું અંતર રાખતો હતો ત્યારે બાબાએ પોતાની સંસ્થા થકી દર્દીઓ પ્રત્યેનો અભિગમ જ સમૂળગો બદલી નાંખ્યો.આગળના ક્રમમાં ચંદ્રપુરમાં આદિવાસીઓ માટે લોકબિરાદરી નામની સંસ્થા સ્થાપી ગઢચીરોલીના આદિવાસીઓમાં તેમનું કામ નમુનારૂપ લેખાયું છે.બાબાનું નામ પર્યાવરણ સમતુલાની જાગૃતિ,નર્મદા બચાવો આન્દોલન,વન સરક્ષણ અને ભારત જોડો અભિયાન સાથે પણ ગાઢ રીતે સંકળયેલુ છે.૧૯૮૫માં તેઓએ ૧૧૦ યુવાઓ સાથે કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સાયકલયાત્રા કરી હતી.બાબા આમ્ટેનું કામ જમનાલાલ બજાજ પુરસ્કાર ,રમન મેગ્સેસે સન્માન ગાંધી પીસ પ્રાઈઝ અને પદ્મશ્રીથી પુરસ્કૃત થયું છે આઝાદ ભારતમાં ગાંધીવિચારને જીવંત રાખનાર બાબા આમ્ટેનું ૯ ફેબ્રુ.૨૦૦૮ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૬ ડિસે.૨૦૧૭,અમદાવાદ,
Attachments area
Comments
Post a Comment