સહુનો લાડકવાયો: બિરસા મુંડા


સહુનો લાડકવાયો:બિરસા મુંડા[૧૮૭૨-૧૯૦૧]
  એક ક્રાંતિકારીને શોધવા અંગ્રેજ અને દેશી સૈનિકો આકાશ પાતાળ એક કરી રહ્યા હતા.તેઓ  ઘનઘોર જંગલમાં એક ગુફા પાસે ઉભેલા યુવાનને તેના વિષે પૃચ્છા કરી ,યુવાને કહ્યું ક્રાંતિકારી આ ગુફામાં ગયો છે ૨૫ સૈનિકોનું ધાડુ ગુફામાં ધસી ગયું એ જ વખતે ગુફા પાસે ઉભેલા યુવાને એક વિશાલ પથ્થરને ગબડાવી ગુફાના દ્રાર પાસે મૂકી દઈ ગુફાને બંધ કરી દીધી પરિણામેં ૨૫ સૈનિકો ગૂંગળાઈને મૃત્યુ પામ્યા.ગુફા પાસે ઉભેલો આ યુવાન તે ભારતમાં આદિવાસીઓનો વીરનાયક બિરસા મુંડા.આજના દિવસે ઝારખંડ રાજ્યના ચલકદ ગામે  તેનો જન્મ થયો હતો.બચપણમાં  તે એવી તો મધુર વાંસળી વગાડતો કે તેના પશુઓ  પણ બિરસાની વાંસળીના સુરે ડોલતા.બિરસા જન્મે ઈસાઈ હતો પણ પછી તેણે વૈષ્ણવ ધર્મ સ્વીકાર્યો .પાંચ ફૂટ ચાર ઇંચની ઊંચાઈ ધરાવતા બિરસાનું  મહત્વનું કામ તે "ઉલગુલાન "[મહાન વિદ્રોહ]આન્દોલનનું નેતૃત્વ .બિરસાએ તેના બાહુબળ અને નેતૃત્વશક્તિથી આદિવાસી વિસ્તારોમાં આર્થિક અને સામાજિક શોષણ માટે તત્પર રહેતા પરિબળો વિરુદ્ધ મોરચો ખોલ્યો મુંડાઓના શોષકો  એવા અંગ્રેજો અને શાહુકારોને તે "દીકું" અને" સફેદ બકરા" તરીકે ઓળખાવતો હતો. આ મુદ્દે તેણે હિંસક આન્દોલન ચલાવ્યું આખરે બિરસા પકડાયો તેના પર કેસ ચાલ્યો કેદમાં પુરાયો અને કેદમાં જ તે શહીદ થયો પણ આજે તે માત્ર ઝારખંડનો જ ભારતનો વીરનાયક બની રહ્યો છે.બિરસાની સ્મૃતિમાં ટપાલ ટીકીટ ,બિરસા મેળાનું આયોજન,રાંચીના હવાઈ અડ્ડાનું નામ બિરસા મુંડા હવાઈ અડ્ડા,બિરસા મુંડા વિચારધારા  જેવા અનેક સન્માનો આ શહીદ નેતાને મળ્યા છે . આજે ગુજરાતના પ્રતિભાશાળી કવિ રાવજી પટેલનો પણ જન્મ દિવસ છે તેમને સ્મરણાજલી.
સૌજન્ય :દિવ્ય ભાસ્કર ,૧૫ નવે.૨૦૧૭,અમદાવાદ
અરુણ વાઘેલા 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ