ફ્રાંસની ક્રાંતિનું દર્પણ:જીન જેક રૂસો [૧૮૧૨-૧૮૭૮ ]

વિશ્વના અનેક દેશોની આઝાદી આંદોલનની પ્રેરકબળ સમી ૧૭૮૯ની ફ્રેંચ ક્રાંતિ માટે કહેવાય છે કે તે રેસ્ટોરાં અને હેર કટિંગ સલુંનોમાંથી પેદા થઇ હતી .એનું કારણ ક્રાંતિ પૂર્વે રચાયેલું બોદ્ધિક વાતાવરણ હતું . વોલ્તેર ,મોન્તેસ્ક ,રૂસો અને દીદેરો જેવા વિચારકો ફ્રાન્સની વિપદા સમયે ઉભા થયા અને દેશને ક્રાંતિ સુધી દોરી ગયા .આ બોદ્ધીકોમાંના એક રૂસોનો આજે જન્મદિવસ છે .રૂસો જન્મીને હજુ જગતને જુએ તે પહેલા તેની માએ અંતિમ શ્વાસ લીધા .૧૦ વર્ષની ઉંમરે પિતા પણ રુસોને છોડીને ચાલ્યો ગયો .લગભગ અનાથ સમો રૂસોને પારિવારિક પરવર્રીશને અભાવે અશ્લીલ સાહિત્ય વાંચવાની બુરી લત વળગી .પરિણામે અનેક આનુશંગીક દોષો પણ રૂસોના જીવનમાં પ્રવેશ્યા .જુઠૂં બોલવું ,ચોરી કરવી ,વ્યભિચાર વગેરે તેના માટે સહજ બાબતો હતી .લગભગ ૩૦ વર્ષ સુધી તેના જીવનમાં મહાનતાના કોઈ લક્ષણો ન હતા .પરંતુ તે પછી મહાપુરુષોના જીવનચરિત્રો અને ખ્રિસ્તી ધર્મ અને સામ્રાજ્યનો ઈતિહાસ જેવા ગ્રંથોએ તેની જીવન દિશા બદલી નાંખી .શાળાજીવન દરમિયાન વિનાકારણ સજા મળતા રૂસો ઘોર પ્રકૃતિવાદી બન્યો તેને લાગ્યું કે નિયમબદ્ધતા ,દંડ ,ઉપદેશો તથા બાહ્ય આડંબર મનુષ્યને પ્રકૃતિથી દુર રાખે છે ,તે કુત્રિમ અને બેઈમાન બને છે .
રૂસોએ "સામાજિક કરાર " અને "કોફેસ્યો "[આત્મકથા ] જેવા અનેક પુસ્તકો અને નિબંધો લખ્યા છે .તત્કાલીન ફ્રાન્સના વિચારકો શુષ્ક બોદ્ધિક તર્કથી જ જીવનને ચકાસવાના પ્રયત્નો કરતા હતા ત્યારે રુસોએ હદયના સ્પંદનો પર ઝોક આપ્યો .એણે કહ્યું છે કે જે સમાજમાં થોડાક લોકો બહોળા સમુદાયના પસીનાથી સમૃદ્ધ થઇ મહાલી શકતા હોય તે સમાજ પોતે જ પાયામાંથી લુણાયેલો છે અને આવા સમાજમાં પરિવર્તન આણવું એ ફક્ત બુદ્ધિના ગજા બહારનું છે ."સામાજિક કરાર "માં તેણે લખ્યું છે કે "મનુષ્ય જન્મથી મુક્ત હતો પણ આજે તે સર્વત્ર બંધનમાં છે ! મનુષ્ય નૈસર્ગિક સ્વત્રન્તતા ગુમાવ્યા પછી સામાંજીક સ્વત્રન્તતા ત્યારે જ પ્રાપ્ત કરી શકે ,જયારે તેની પોતાની વ્યકિતગત ઇચ્છા સમષ્ટિની ઈચ્છામાં પરિણમે અને દરેક જણ જનકલ્યાણ માટે આ "સમષ્ટિની ઈચ્છા "ને આધીન રહે .આજે પણ તરોતાજા લાગતા રૂસોના આ વિચારોએ પરાધીન ફ્રાંસ પર કેવી અસર પહોચાડી હશે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે .રૂસો"ફ્રાન્સની ક્રાંતિનું દર્પણ "કહેવાતો .ફ્રેંચ સરમુખત્યાર નેપોલિયને તો ત્યાં સુધી કહ્યું છે કે જો રૂસો ન જન્મ્યો હોત તો ફ્રાન્સની ક્રાંતિ[૧૭૮૯] પણ થઇ હોત .જગતને સ્વત્રન્તતા ,સમાનતા અને બંધુતા જેવા મહાન વિચારોની ભેટ આપનાર આ મહાન દાર્શનિકનું અવસાન ૧૨ જુલાઈ ૧૮૭૮ના રોજ ૬૬ વર્ષની ઉંમરે થયું હતું .
અરુણ વાઘેલા

Comments
Post a Comment