વીરાંગના: ઝલકારીબાઇ
વીરાંગના :ઝલકારીબાઈ [૧૮૩૦-૧૯૫૮]
આજે અહી જેની વાત કરવામાં આવી છે તે ૧૮૫૭ની વીરાંગના ઝલકારીબાઈ ઉપરાંત ઓરિસ્સાના નાગરિક હિતચિંતક લક્ષમણ નાયકનો જન્મ દિવસ છે.ઝલકારીબાઈનો જન્મ ઝાંસી પાસેના ભોજલા ગામે ગરીબ કુટુંબમાં થયો હતો.બચપણ માં જ માતાનું મૃત્યુ થયું હતું.પિતા એ તેમનો ઉછેર પુત્રની જેમ કર્યો હતો.બચપણથી જ ઘોડેશ્વારી અને હથિયારો ચલાવવાનો અનહદ શોખ હતો.ઝાંસી રાજ્યના બહાદુર તોપચી પુરણસિંહ સાથે તેમના લગ્ન થયા તેમના માટે કહેવાય છે કે જુવાનીમાં તેમણે ચિત્તાને કુહાડીથી મારી નાંખ્યો હતો.આવી શુરવીર યુવતી પુરણસિંહના કહેવાથી ઝાંસીના રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં સામેલ થયા અને તેમની સલાહકાર પણ બન્યા .૨૩ માર્ચ ૧૯૫૮ના રોજ અંગ્રેજ સેનાપતિ હ્યુરોજે ઝાંસી પર હુમલો કર્યો રાણી ૫ હજારના સૈન્ય સાથે ઝઝૂમી રહી હતી.ત્યારે રાણીને બચાવવા માટે પોતાને રાણી લક્ષ્મીબાઈ જાહેર કરી અંગ્રેજોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું દુશ્મનો ઝલકારીબાઈ પર હુમલાઓ કરવા લાગ્યા આખરે તે પકડાઈ ગયા તેમને ફાંસી થઇ ,પણ આ દરમિયાન લક્ષ્મીબાઈને ત્યાંથી નીકળવાનો અને બીજો મોરચો ખોલવાનો અવસર મળી ગયો . ઝલકારીબાઈને અનેક ઈતિહાસકારો ઈતિહાસના પાત્રને બદલે દંતકથાનું પાત્ર માંને છે પણ આજે બુન્દેલખંડમાં તેમનો શહીદ દિવસ મનાવાય છે અને તેના શૌર્ય અને વીરતાની અનેક ગાથાઓ અને લોકગીતો બુન્દેલખંડમાં ગુંજે છે. ભારત સરકારે પણ તેમની યાદમાં ટપાલટીકીટ બહાર પાડી છે તો રાષ્ટ્રકવિ મૈથલીશરણ ગુપ્તએ લખ્યું છે કે
"જા કર રણમેં લલકારી થી ,
વહ તો ઝાંસી કી ઝલકારી થી ,
ગોરો સે લડના શિખા ગઈ,
હૈ ઈતિહાસ મૈ ઝલક રહી ,
વહ ભારત કી નારી થી "
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨ નવે.૨૦૧૭,અમદાવાદ
અરુણ વાઘેલા
Click here to Reply or Forward
|
Comments
Post a Comment