રંગભૂમિ કલાકાર :શાંતા ગાંધી [૧૯૧૭-૨૦૦૨]


રંગભૂમિ કલાકાર :શાંતા ગાંધી [૧૯૧૭-૨૦૦૨]
ગુજરાતી રંગભૂમિના ઉચ્ચ દરજ્જાના કલાકાર શાંતા ગાંધીનો આજે જન્મ દિન છે.મહારાષ્ટ્રના નાસિકમાં જન્મેલા શાંતાબેન મુંબઈ અને પુનામાં ભણ્યા હતા.અહી તેઓ ઇન્દિરા ગાંધીના સહાધ્યાયી અને મિત્ર પણ બન્યા હતા.વિદ્યાર્થીવસ્થામાં સામ્યવાદી વિચારધારાનો રંગ પણ લાગેલો.એન્જીનીયર પિતાની ઈચ્છા મુજબ મેડીસીનનો અભ્યાસ કરવા  ઇંગ્લેન્ડ ગયા પણ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરુ થતા તેમનો મેડીકલનો અભ્યાસ અધુરો રહ્યો હતો.શાંતા ગાંધીનો જીવ નાટકનો હતો.યુવાવસ્થામાં સંસ્કૃત નાટકો પ્રત્યેના લગાવને લઇ ભરતમુનિના નાટ્યશાસ્ત્રથી લઇ કાલિદાસ,ભાસ,ભવભૂતિ જેવા અનેક પ્રાચીન નાટ્યકારોને આત્મસાત કર્યા  તેમના વિષે ભણ્યા અને ભણાવ્યું .નાટકોમાં તેમને  લોકનાટ્યનું ભવાઈ સ્વરૂપ વિશેષ પસંદ હતું  તેમના રઝીયા સુલતાન અને જસમા ઓડણ નાટકો વિશેષ પસિદ્ધિ પામ્યા હતા .તેમાય જસમા ઓડણ નાટક તો સમકાલીન નાટકોમાં સીમાચિન્હરૂપ લેખાયું હતું.શાંતાબેન ઇન્ડિયન પીપલ્સ થીયેટર એસોસિએશન [IPTA]ના સ્થાપક સભ્ય પણ હતા તેમણે ૧૯૮૧મા અવેહી નામની સંસ્થા પણ ઉભી કરી હતી.તારીખ ૬ મેં ૨૦૦૨ના રોજ  મુંબઈમાં ૮૪ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું .શાંતા ગાંધી સોવિયેત લેન્ડ નહેરુ એવોર્ડ,સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને પદ્મશ્રીથી વિભૂષિત થયા હતા બાલ ભવન અને રાષ્ટ્રીય  ચિલ્ડ્રન મ્યુઝીયમના નિયામક તરીકે પણ તેઓએ સેવા આપી હતી.
અરુણ વાઘેલા  
સૌજન્ય:દિવ્ય ભાસ્કર:૨૦ ડિસે.૨૦૧૭,અમદાવાદ
Attachments area

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ