વસ્તુનિષ્ઠ ઈતિહાસલેખનના પિતા:રાંકે [૧૭૯૫-૧૮૮૬]

૨૧ ડિસે.માટે
વસ્તુનિષ્ઠ ઈતિહાસલેખનના  પિતા:રાંકે [૧૭૯૫-૧૮૮૬]
"હું પહેલા ઈતિહાસકાર છું અને પછી કેથોલિક છું 'એમ માંની જીવનભર ઈતિહાસ લેખનમાં પ્રવુત રહેનાર લિયોપોન્ડ વોન રાંકેનો આજે જન્મ દિવસ છે.જર્મનીના સેકસની પરગનામાં વિશ ખાતે જન્મેલા રાંકેના પિતા વકીલ હતા.શરૂના જીવનમાં તેને પ્રાચીન ગ્રીક અને લેટીન ભાષાઓમાં પુષ્કળ રસ હતો.લેઈપઝીગ યુનિ.માં ક્લાસિક શબ્દશાસ્ત્ર અને ધર્મ સાથે પદવી લઇ રાંકે  અનુવાદો કરવામાં પ્રવુત થયા.૧૮૧૭ થી ૧૯૨૫ સુધી શિક્ષક બન્યા  જ્યાં તેમના કામથી અત્યંત પ્રભાવિત થઇ જર્મન સરકારે  ૧૮૨૫મા તેમની નિયુક્તિ  બર્લિન યુનિ.માં પ્રોફેસર તરીકે કરી હતી. જ્યાં ૫૦ વર્ષ સુધી રહ્યા.રાંકેનું પહેલું પુસ્તક લેટીન અને ટ્યુટોનિક પ્રજાનો ઈતિહાસ હતું,તે  પછી તો યુરોપ અને વિશ્વ ઈતિહાસને લગતા ૧૦૦થી વઘુ પુસ્તકો લખ્યા જેમાં history of pops,french history,reformation in germani,history of englend,would history,serbian revolution,history of prussia,the thiory and practice of history વગેરે મુખ્ય છે.ઈતિહાસને તેની હકીકતો કહેવા ડો તેમ માનનાર રાંકે પ્રાથમિક સ્ત્રોતોને આધારે ઈતિહાસ લખવો જોઈએ અને ભૂતકાળને તેની શરતોએ જ સમજવાનું કહેતા હતા.પ્રભાવશાળી વક્તા અને મહાન શિક્ષક રાંકેએ બર્લિન યુનિ.માં પરિસંવાદો અને ઇતિહાસના સામયિકોનું પ્રકાશન કરી શિષ્યોની હારમાળા તૈયાર કરી હતી. જેમણે ઈતિહાસ લેખનની રાન્કેનીયન પદ્ધતિને આગળ વધારી હતી.વિશ્વ  ઈતિહાસલેખનના સીમા સ્તમ્ભ સમાન રાંકેનું ૧૮૮૬માં ૯૧ વર્ષની વયે અવસાન થયું હતું.પ્રશીયાની પ્રિવી કાઉન્સિલના સભ્ય,બર્લિનનું માનદ સભ્યપદ અને અમેરિકન હિસ્ટોરિકલ એસોસિએશનનું માનદ સભ્યપદ તેમને મળેલા બહુમાનો હતા.
સૌજન્ય:દિવ્ય ભાસ્કર ,૨૧ ડિસે.૨૦૧૭ ,અરુણ વાઘેલા 

Attachments area

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ