સિદ્ધહસ્ત ઇતિહાસકાર:ડો.હરિપ્રસાદ શાસ્ત્રી[૧૯૧૯-૨૦૧૪]


સિદ્ધહસ્ત ઇતિહાસકાર:ડો.હરિપ્રસાદ શાસ્ત્રી[૧૯૧૯-૨૦૧૪]
ગુજરાતના જ્ઞાનવિશ્વમાં અન્ય વિદ્યાશાખાઓની તોલે ઈતિહાસશાખા એટલી સમૃદ્ધ નથી છતાં કેટલાક ઈતિહાસકારોએ સ્વબળે ગુજરાતની ઈતિહાસલેખનવિદ્યાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવી છે આવું ગૌરવવતું નામ એટલે ડો.હરિપ્રસાદ શાસ્ત્રી.ખેડા જીલ્લાના મલાતજ ગામે જન્મેલા હરિપ્રસાદ શાસ્ત્રી અમદાવાદ અને મુંબઈમાં ભણ્યા હતા.તે પછી રામાનંદ[આજની એચ.કે કોલેજ]અને શેઠ ભોળાભાઈ જેશીંગભાઈમાં અધ્યાપક તરીકે જોડાયા .ભો.જે.વિદ્યાભવનમાંથી તેઓ નિયામક તરીકે નિવૃત થયા હતા.અધ્યાપક ,અધ્યયન -અદ્યાપન અને સશોધનમાં કેવો હોવો જોઈએ તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ ડો.શાસ્ત્રી છે.મૈત્રક્કાલીન ગુજરાત(ભાગ ૧-૨),ગુજરાતનો પ્રાચીન ઈતિહાસ,ગુજરાતના પ્રાચીન ઇતિહાસની સાધન સામગ્રી,ઇતિહાસના સાધન તરીકે ગુજરાતના અભિલેખ,A historical and cultural study of the inscriptions of gujarat,ઇતિહાસની આરસીમાં ચરોતરનું પ્રતિબિંબ,અધ્યયન અને સંશોધન તેમના કીર્તિદા કામો છે તો ગુજરાતનો રાજકીય અને સાસ્કૃતિક ઈતિહાસ ભાગ ૧-૯ અને ગુજરાતના ઐતિહાસિક લેખો ભાગ ૪-૫ અને બુદ્ધિપ્રકાશ,સામીપ્ય અને પથિક જેવા સામયિકોનું સંપાદન તેમની ઉત્તમ સંપાદન શક્તિનો પરિચય કરાવે છે. સાથે તેમના ૮૦૦ કરતા વધુ લેખોએ ગુજરાતના પ્રાચીન અને મધ્યકાલીન ઈતિહાસને ભીતર-બહારથી પ્રકટાવ્યો,અનેક નવતર તથ્યો આપ્યા છે. છે.ડો.શાસ્ત્રી ગુજરાત ઈતિહાસ પરિષદના સ્થાપક પ્રમુખ પણ હતા.તેમના સંશોધનકાર્યો પ્રમાણે ગુજરાતે તેમની કદર પણ કરી છે.ઉદા.તરીકે નર્મદ સુવર્ણ ચંદ્રક,રણજીતરામ સુવર્ણ ચંદ્રક, કુમાર ચંદ્રક વગેરે.ગુજરાત ગૌરવ લઇ શકે તેવા આ મહાન ઈતિહાસકારનું ૨૦૧૪ માં અવસાન થયું ત્યારે વાસ્તવમાં ગુજરાતના ઈતિહાસલેખનનો એક યુગ પણ આથમી ગયો હતો.
અરુણ વાઘેલા 
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૧૭ ઓકટો.૨૦૧૭ ,અમદાવાદ 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ