ભગવા વિનાના સન્યાસી :ઠક્કરબાપા [૧૮૬૯-૧૯૫૧]

૧૯૧૭-૧૮ના વર્ષે ગુજરાતમાં ભયંકર દુષ્કાળ પડ્યો તેમાય પછાત પંચમહાલની સ્થિતિ તો ઉપર આભ અને નીચે ધરતી જેવી હતી આ સમયે ઝાલોદ તાલુકાના શંકરપુરા ગામેં એક કર્મશીલ એક ઝુંપડામાં કપડા અને અનાજ આપવા પહોચ્યા ત્યાં જ ઝુપડામાં રહેતી વુંદ્ધા એક ખૂણામાં જતી રહી ,કર્મશીલે તેમને વિંનતીના સુરમાં બહાર આવવા અને કપડા તથા અનાજ ગ્રહણ કરવા કહ્યું ,અંદરથી અવાજ આવ્યો "કેવી રીતે બહાર આવું ,ઝુંપડી ઓઢીને બેઠી છું "અને કર્મશીલનો આત્મા કરાહી ઉઠ્યો "મારી ભારતમાતા ને ઓઢવા કપડું પણ નહિ "અને ત્યાં પ્રશ્યાતાપનું એક આસુ પડ્યું ,પંચમહાલને કાયમ માટે દુષ્કાળના ખપ્પરમાંથી મુક્ત કરવા ૧ ડિસે.૧૯૨૨ના રોજ દાહોદ ખાતે ભીલ સેવા મંડળની સ્થાપના કરી .આ કર્મશીલ અને મહામાનવ એટલે ઠક્કરબાપા .આજના દિવસે તેમનો જન્મ ભાવનગરમાં લોહાણા પરિવારમાં થયો હતો.મુળનામ અમૃતલાલ વિઠલદાસ ઠકકર .તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા અમૃતલાલ ઈજનેર હતા .યુગાન્ડા રેલ્વે બંધાતી હતી ત્યારે ત્યાં પણ કામ કર્યું હતું ભારત પરત ફરી ગોખલે સ્થાપિત ભારત સેવક સમાજ(૧૯૦૪)માં જોડાયા હતા,.અને દેશમાં જ્યાં પણ દુષ્કાળ,પુર અને બીજી કુદરતી આપત્તિ ઉભી થાય ત્યારે આજની ૧૦૮ની ઝડપે પહોચી જતા.તેના ઉત્કૃષ્ટ દાખલા ગુજરાતમાં તેમણે આદિવાસીઓ,દલિતોમાં કરેલા કામો છે.ગુજરાતમાં "અમને ચારો દિશાઓમાંથી સારા અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ"નું વેદ વાક્ય કોઈએ આત્મસાત કર્યું હોય તો તે ઠક્કરબાપા હતા.બંધારણ સભાના સભ્ય તરીકે પણ પછાત વર્ગોના હિતોની મજબુતાઈથી રખેવાળી કરી હતી."અંત્યજોના ગોર ",આદિવાસીઓના "બાપા"તરીકે પંકાયેલા ઠક્કરબાપાનું તારીખ ૨૦ જાન્યુ.૧૯૫૧ના રોજ અવસાન થયું હતું.તેમને બાપાનું બિરુદ ઝવેરચંદ મેઘાણીએ આપ્યું હતું ૧૯૩૯મા તેમનું પહેલું જીવનચરિત્ર દીર્ઘદ્રષ્ટા મેઘાણીએ લખ્યું હતું.આપણી ભાષામાં ઠક્કરબાપાના આઠથી વધુ જીવન ચરિત્રો લખાઈ ચુક્યા છે .

सौजन्य:દિવ્ય ભાસ્કર,૨૯ નવે.૨૦૧૭,અમદાવાદ
અરુણ વાઘેલા
અરુણ વાઘેલા
Click here to Reply or Forward
|
We all wish, our life also become useful to other needy people.
ReplyDelete