કલ્યાણજી મહેતા


વિધાનસભા પહેલા સ્પીકર :કલ્યાણજી મહેતા [૧૮૯૦-૧૯૭૩]
"જગતના આસુરી શસ્ત્રો ,થશે જુઠા પડી હેઠા,
છુટ્યા જ્યાં સત્યના બાણો,અમારા રામના છોડ્યા'
આ પક્તિના લેખક શ્રી કલ્યાણજી મહેતા દક્ષિણ ગુજરાત અને ગુજરાતમાં પણ જાહેરજીવન અને સ્વતંત્રતા આન્દોલનનું મોટું નામ .જન્મ સુરત જીલ્લાના ચોર્યાસી તાલુકાના વાંઝ ગામે.૧૯૦૭મા સુરતમાં કોન્ગ્રેસ  ભરાઈ ત્યાંથી તેમના રાજકીય જીવનનો પ્રારંભ થયો હતો ૧૯૧૧માં સુરતમાં પાટીદાર આશ્રમની સ્થાપના કરી તેના ગૃહપતિ બન્યા આ આશ્રમ સુરત જીલ્લમાં રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર બન્યો હતો.૧૯૧૬માં હોમરુલ આન્દોલનથી તેઓ વધુ સક્રિય થયા હતા શિક્ષક તરીકે રાજીનામું આપી જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું.તે પછી તો દેશનું એક પણ આન્દોલન એવું ન હતું કે જેમાં કલ્યાણજીભાઈ ન હોય !બારડોલી સત્યાગ્રહમાં તો તેમનો સિંહ ફાળો હતો.તો નમક સત્યાગ્રહમાં દાંડીની પસંદગી કરવામાં તેમની જ મહત્વની ભૂમિકા હતી.આઝાદીના આદોલનમાં ભાગ લેવાને કારણે તેમણે અનેકવાર જેલવાસ પણ ભોગવ્યો હતો.તેમની માલ મિલકતો પણ જપ્ત થઇ હતી. "નવયુગ"સામયિકના લેખો બદલ પણ તેમને જેલની સજા થઇ હતી. ૧૯૩૭મા મુંબઈ વિધાનસભામાં તેઓ ચોયાર્સી ક્ષેત્રમાંથી ચુંટાયા  હતા.૧૯૪૭માં તેઓ મુબઈ રાજ્યના સમાજ શિક્ષણ સમિતિના મંત્રી અને સ્વતંત્ર  ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યા હતા.કલ્યાણજીભાઈ એ "દાંડીકુચ"નામનું ચિત્રાત્મક પુસ્તક અને અનેક રાષ્ટ્રવાદી કવિતાઓ પણ લખી છે.પદ્મભૂષણથી સન્માનિત કલ્યાણજી મહેતાનું તારીખ ૧૧ જુલાઈ ૧૯૭૩ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૭ નવે.૨૦૧૭,અમદાવાદ
 

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ