લાલશંકર ઉમિયાશંકર
દેવ મુનસુફ:લાલશંકર ઉમિયાશંકર [૧૮૪૫-૧૯૧૨]
૨૩
ઓગસ્ટ ગુજરાતના ઊંચા ગજાના સમાજ સુધારક લાલશંકર ઉમિયાશંકરનો જન્મ દિવસ છે
મૂળ અમદાવાદના પણ મોસાળ નારદીપુર[કલોલ]માં જન્મેલા લાલશંકરનું ભણતર
અમદાવાદ અને મુંબઈમાં થયું .પિતાની ઈચ્છા વિરુદ્ધ અંગ્રેજી
શીખ્યા.એલ્ફીન્સ્ન્ટ કોલેજના સીનીયર વિદ્યાર્થીઓની સ્કોલરશીપની ગણિતની
પરીક્ષા પહેલા નંબરે પાસ કરી હતી ૧૮૬૫મા મેટ્રિક થયા મદ્રાસ જઈ ફર્સ્ટ
એક્ઝામિનેશન ઇન આર્ટસની પરીક્ષા પાસ કરી તે પછી ગુજરાત કોલેજમાં ગણિત
શિક્ષક બન્યા .૧૮૭૩મા હાઈકોર્ટ પ્લીડર અને સબજજની પરીક્ષા પાસ કરી જજ તરીકે
પંઢરપુર ,નાસિક અને ગુજરાતમાં ઘણે ઠેકાણે નિમાયા .વ્યવસાયી કારકિર્દી
ઉપરાંત તેમની સામાજિક પ્રવુંતીઓ પણ ઘણી રસપ્રદ અને પ્રેરણાદાયી છે બાળલગ્ન
નાબુદી ,વિધવા પુન:લગ્ન ,કન્યા કેળવણી ,ગ્રંથાલયો અને વાન્ચનાલયો ઉભા
કરવા,દુષ્કાળ રાહત વગેરે ક્ષેત્રે તેમનું સીધું યોગદાન રહ્યું હતું .એવું જ
લેખન ક્ષેત્રે પણ ."અંકગણિતના મૂળતત્ત્વો ,""ભૂતલવિદ્યાના મૂળતત્ત્વ"જેવા
પુસ્તકો તેમને રચ્યા હતા .તેઓ મુંબઈ ઈલાકાના અજોડ ગણિતશાસ્ત્રી ગણાતા હતા
.તેમને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરકૃત પુસ્તકનો ગુજરાતીમાં "વિધવાવિવાહ "નામે
અને ૧૮૭૭મા સિવિલ પ્રોસીઝર કોડનો અનુવાદ પણ કર્યો હતો.ઉદારવાદી અને
સમાનતાના હિમાયતી લાલશંકરે સ્વખર્ચે ગામડાઓમાં વાંચનાલયો અને કન્યાશાળાઓ
ઉભી કરી હતી .તો ગુજરાતી શાળાપત્રમાં નિયમિત લખવા સિવાય બે વર્ષ સુધી
"ટીકાકાર"નામનું પત્ર પણ ચલાવ્યું હતું . સ્વામિ વિવેકાનંદ અમદાવાદની
મુલાકાત વખતે તેમના મહેમાન બન્યા હતા ૧૯મા સૈકાના ગુજરાતના આ બૌદ્ધિકનું ૧૯
ઓકટો.૧૯૧૨ના રોજ અવસાન થયું હતું . અમદાવાદની એસ.એલ.યુ .વિમેન્સ કોલેજ
તેમની સ્મૃતિમાં બની છે
સૌજન્ય:દિવ્ય ભાસ્કર,૨૩ ઓગસ્ટ ૨૦૧૭,અમદાવાદ
Comments
Post a Comment