આચાર્ય આનંદશંકર ધ્રુવ


આચાર્ય આનંદશંકર ધ્રુવ(૧૮૬૯-૧૯૪૨)
આજે ૨૨ જાન્યુ. આચાર્ય આનંદશંકર ધ્રુવનો જન્મ દિવસ.અમદાવાદમાં જન્મેલા આનંદશંકરે  એમ.એ,એલ.એલ.બી સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.૧૮૯૩માં  અમદાવાદની ગુજરાત કોલેજથી સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે શૈક્ષણિક કારકિર્દી  શરુ કરનાર પ્રોફે.ધ્રુવ ૧૯૩૬મા બનારસ વિશ્વ વિધાલયના ઉપકુલપતિ પદે  પણ રહ્યા હતા. ગુજરાતના વિદ્યાજગતમાં તેઓ "સુદર્શન "અને "વસંત" જેવા સાહિત્યિક સામયિકોના તંત્રી તરીકે જાણીતા છે તો "આપણો ધર્મ","હિંદુ ધર્મની બાળપોથી","હિંદુ (વેદ) ધર્મ","સાહિત્ય વિચાર" ,"કાવ્યતત્વ વિચાર" ,"દિગ્દર્શન","વિચાર માધુરી" જેવા અનેક ચિંતન ગ્રંથો તેમણે લખ્યા છે.ભારતીય તત્વજ્ઞાન પરિષદ અને ગુજરાત સાહિત્ય પરિષદ જેવી અનેક પરિષદો અને સંસ્થાઓના  તેઓ પ્રમુખ પણ રહ્યા હતા.ગુજરાતી પ્રજાએ એક સ્વતંત્ર યુનિવર્સીટી સ્થાપવાનું કામ જાતે ઊપાડી લેવું જોઈએ તેવા આહવાન સાથે ગુજરાત યુનિ,ની સ્થાપનાનું બીડું પણ તેમણે ઉઠાવ્યું  હતું. તેઓ ગુજરાત યુનિ.ના સ્વપ્નદ્રષ્ટાઓ  પૈકીના એક હતા.સ્ત્રી શિક્ષણ વિષે પણ આચાર્ય ધ્રુવના ખાસ વિચારો હતા તેઓ કહેતા કે "આપણે ત્યાં સ્ત્રી કેળવણીનો પ્રશ્ન આજે એક રાષ્ટ્રીય પ્રશ્ન તરીકે વિચારવાનો છે.તેમના શૈક્ષણિક વિચારો આજે પણ જુના નથી લાગતા .ગુજરાત અને ભારતના આ વિદ્યાપુરુષનું ૧૯૪૨મા અવસાન થયું હતું .
અરુણ વાઘેલા
સૌજન્ય :દિવ્ય ભાસ્કર,૨૨ જાન્યુ.૨૦૧૮ ,અમદાવાદ

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ