ગુજરાતના પહેલા મહિલા સમાજશાસ્ત્રી :ડો.તારાબેન પટેલ(૧૯૧૮-૨૦૦૭)

ગુજરાતના પહેલા મહિલા સમાજશાસ્ત્રી :ડો.તારાબેન પટેલ(૧૯૧૮-૨૦૦૭)
આજથી ૬૦-૭૦ વર્ષ પહેલા ગુજરાતમાં કોઈ કલ્પના પણ કરી શકે કે ચરોતરના પાટીદારની દીકરી વિદેશમાં ભણવા જાય કે પીએચ.ડી કરી શકે .મન માને નહિ પણ આવો કિસ્સો સરદાર પટેલની પ્રેરણા અને દીકરી નામે તારાબેન પટેલના દ્રઢ સંકલ્પથી બન્યો.આજે ગુજરાતના પહેલા મહિલા સમાજશાસ્ત્રી તારાબેન પટેલનો જન્મ દિવસ છે.મૂળ વતન ખેડા જીલ્લાનું પીજ પણ આફ્રિકાના યુગાન્ડામાં તેમનો જન્મ થયો હતો.ખેડા જીલ્લાના સુણાવથી શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરનાર તારાબેનના ઘરે સરદાર પટેલ પધાર્યા અને તેઓએ જ તારાબેનને ઉચ્ચ અભ્યાસ અને વિદેશમાં અભ્યાસની પ્રેરણા અને પોત્સાહન પુરા પાડ્યા ડો.તારાબેને કોલમ્બિયા યુનિ.માંથી એમ.એ અને લંડન યુનિ.માંથી પીએચ.ડીની પદવી હાંસલ કરી હતી. ૧૯૫૪માં ગુજરાત યુનિ.ના સમાજશાસ્ત્ર વિભાગમાં અધ્યાપક તરીકે જોડાયા  પછી વિભાગના પહેલા અધ્યક્ષ પણ બન્યા અને પોતાના સંશોધનના બળે સમાજશાસ્ત્ર વિભાગને રાષ્ટ્રીય ફલક ઉપર મૂકી આપ્યો.તારાબેન પટેલે social study of rural gujarat, the social stutas of indian women during the last fifty years(1900-1950),who goes to college,social context of tribal education જેવા શુદ્ધ સંશોધન ગ્રંથો ઉપરાંત ,પાઠ્યપુસ્તકો તથા સંશોધન અહેવાલો તૈયાર કરી ગુજરાતના સમાજવિજ્ઞાયીય સાહિત્યમાં માતબર યોગદાન આપ્યું છે.બક્ષીપંચની જ્ઞાતિઓ  તથા ભીખારીઓ વિષે તારાબેને તૈયાર કરેલા અહેવાલો આજે પણ નમૂનારૂપ છે. તેઓએ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મૂળ સંકલ્પનાઓ અને સિદ્ધાંતો,સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિઓ તથા ભારતીય સામાજિક માળખાની સર્વગ્રાહી સમજ મળી રહે તેવા ઉદેશ્યો  સાથે ગુજરાતમાં  સમાજશાસ્ત્રીઓની પેઢીઓ તૈયાર કરી છે.  આ વર્ષ તાર્રાબેન પટેલનું જન્મશતાબ્દી વર્ષ છે.તેમની સ્મૃતિમાં ચાલતા તારાબેન નારણભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા "તારાબેન :સ્મરણાજલિ "શીર્ષકથી ગ્રંથ પણ તૈયાર થયો છે. જેમના પ્રદાનની વાત કર્યા વગર ગુજરાતમાં સમાજશાસ્ત્રના ઉદભવ  અને વિકાસનો ઈતિહાસ ન લખી શકાય તેવા ડો.તારાબેન પટેલનું ૩૧ જાન્યુ.૨૦૦૭ના રોજ અવસાન થયું હતું.
અરુણ વાઘેલા

Comments

Popular posts from this blog

બકસરનું યુદ્ધ

આઈ.પી.દેસાઈ

આઝાદીના જંગનો આદિવાસી રંગ : રાષ્ટ્રનો સ્વતંત્રતા સંગ્રામ અને ગુજરાતના આદિવાસીઓ