મહાનાયિકા :સાવિત્રીબાઈ ફૂલે(૧૮૩૧-૧૮૯૭)
મહાનાયિકા :સાવિત્રીબાઈ ફૂલે(૧૮૩૧-૧૮૯૭)
.૧૯માં સૈકાના મહાનાયિકા , ભારતમાં પહેલી પેઢીના નારીવાદી કર્મશીલ અને મરાઠીના આદ્ય કવયિત્રી સાવિત્રીબી ફૂલેનો આજે જન્મ દિવસ છે.મહારાષ્ટ્રના નયગાવમાં જન્મેલા સાવિત્રીબાઈના લગ્ન ૯ વર્ષની વયે ભાવિ સુધારક જોતિબા ફૂલે સાથે થયા હતા.લગ્ન પછી જોતિબાએ તેમને ભણાવ્યા એટલું જ નહિ ૧૮૪૮માં પોતે સ્થાપેલી શાળામાં શિક્ષિકા તરીકે પણ નિયુક્ત કર્યા .પણ તે જમાનામાં શિક્ષકા સાવિત્રીબાઈની સફર આસાન ન હતી .ઘરથી શાળાએ જતા તેમના પર રૂઢિચુસ્તો ગદકી,છાણ -મળ-મૂત્ર વગેરે ફેંકતા તેમને જવાબ આપવા તેઓ બે સાડીઓ રાખતા જેથી એક સાડી ખરાબ થાય તો શાળાએ જઈ બીજી પહેરી શકાય.આ સંઘર્ષયાત્રાએ સાવિત્રીબાઈને સુધારક બનાવ્યા પતિના સધીયારામાં બાળલગ્ન,બાળલગ્ન,વિધવાઓની કફોડી સ્થિતિ,વિધવા વિવાહની મનાઈ,અસ્પૃશ્યતા વગેરે જેવા લિંગ અને જ્ઞાતિને આધારે ચાલતા સામાજિક દુષણો વિરુદ્ધ અવાજ બુલંદ કર્યો.વિધવાઓએ ફરજીયાત માથું મુન્ડાવવું જેવી કુરીતિઓ વિરુદ્ધ તો તેઓએ હજામો સામે પણ આન્દોલન કર્યું હતું.તો બાહ્મણ વિધવા ગર્ભવતીને બાળકનો જન્મ અપાવી, દત્તક લઇ પસિદ્ધ ડોક્ટર બનાવ્યો તેનું નામ ડો.યશવંતરાવ . શિક્ષણ પ્રત્યે સાવિત્રીબાઈને વિશેષ લગાવ હતો."જાઓ જાકર પઢો લિખો,મહેનતી બનો આત્મનિર્ભર બનો તેમનું સૂત્ર હતું.દેશનું પહેલું બાલિકા વિદ્યાલય શરુ કરવા સાથે બાલિકાઓ માટે ૧૮ જેટલા વિદ્યાલયો પણ ખોલ્યા હતા.૨૪ સપ્ટે.૧૮૭૩ના રોજ જોતિબા ફૂલેએ સ્થાપેલા "સત્યશોધક સમાજ"માં તેઓએ મહિલા પાંખના વડા તરીકે શોષણમુક્ત સમાજની દિશામાં મહત્વપૂર્ણ જવાબદારી અદા કરી હતી સાવિત્રીબાઈ કવિયત્રી પણ હતા કાવ્ય ફૂલે બાવનકશી સુબોધરત્નાકર જેવા કાવ્ય સંગ્રહો તેઓએ રચ્યા હતા.મહારષ્ટ્રમાં તેમની મોડી મોડી કદર થઇ પુનાની યુનિ.ને સાવિત્રીબાઈ ફૂલે યુનિ.નામ અપાયું તેમની યાદમાં ટપાલટિકિટ પણ બહાર પડી હતી.સાવિત્રીબાઈએ સમાજના બધા ધર્મો અને જ્ઞાતિઓ માટે કામ કર્યું .૧૮૯૭ના વર્ષે એ જમાનામાં અસાધ્ય ગણાતા પ્લેગના રોગીઓની સેવા કરતા ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ ૧૮૯૭ના રોજ તેમનું અવસાન થયું .
અરુણ વાઘેલા

સૌજન્ય:દિવ્ય ભાસ્કર ,૩ જાન્યુ.૨૦૧૮,અમદાવાદ
Attachments area
Good thoughts,
ReplyDeleteખૂબ જ સારી માહિતી છે
ReplyDeleteવધુ માહિતી મુકવા પ્રયત્ન કરવો
આપનો લેખ બહુજ ગમ્યો 👌
ખૂબ સરસ અને સ - પ્રાસંગિક લેખ.
ReplyDeleteખૂબ ખૂબ અભિનંદન...