જોસેફ ગોબેલ્સ
ગોબેલ્સ પ્રચાર:જોસેફ ગોબેલ્સ[૧૮૯૭-૧૯૪૫]
"જુઠાણું પણ સો વાર બોલવામાં આવે તો તે સત્ય બની જાય છે આવું કહેનાર અને જેના નામ સાથે "ગોબેલ્સ પ્રચાર"શબ્દ રૂઢ થયો છે તેવા જોસેફ ગોબેલ્સનો આજે જન્મદિન છે .જર્મનીમાં હેયકટ મુકામે રોમન કેથલિક પરિવારમાં તેનો જન્મ થયો હતો.બચપણમાં નાદુરસ્ત રહેતો ગોબેલ્સ આગળ જતા સારો વિદ્યાર્થી સાબિત થયો માતા-પિતા તેને પાદરી બનાવવાનું સ્વપ્ન જોતા હતા .કોલેજમાં ઈતિહાસ અને સાહિત્ય સાથે ભણ્યો અને ૧૯૨૧માં તો પીએચ.ડી પણ થયો પણ પછી જીવનમાં આવેલા વળાંકમાં તે હિટલરે સ્થાપેલા નાઝી પક્ષનો સભ્ય બન્યો અને હિટલરની આત્મકથા "મારો સંઘર્ષ "વાંચ્યા પછી તો હિટલરને સમર્પિત થઇ ગયો .હિટલરના નેતૃત્વમાં ગોબેલ્સ પણ દિન-પ્રતિદિન વિકસતો ગયો .૧૯૨૬માં નાઝી પક્ષની બર્લિન જીલ્લા શાખાનો નેતા બન્યો ૧૯૩૩માં નાઝીઓ જર્મનીમાં સત્તા પર આવ્યા પછી માધ્યમોમાં નાઝી વિચારધારાના પ્રચારની જવાબદારી તેના શિરે હતી તે પત્રકાર અને પ્રકાશક પણ હોવાથી તેને રેડીઓ અને ફિલ્મો જેવા એ જમાનાના સંચાર માધ્યમોનો નાઝી વિચારધારાને ફેલાવવામાં બખૂબી ઉપયોગ કર્યો.૧૯૩૯માં હિટલરને બીજા વિશ્વ યુદ્ધ માટે ઉક્સાવનાર પણ ગોબેલ્સ જ હતો.૧૯૪૪માં યુદ્ધના અંત ભાગમાં યુદ્ધની તમામ સત્તા હિટલરે તેને સોંપી દીધી હતી.હિટલરની આત્મહત્યા પછી ૨૨ અપ્રિલ ૧૯૪૫ના રોજ જોસેફ ગોબેલ્સ જર્મનીનો ચાન્સેલર બન્યો પણ આ પદ પર તે માત્ર એક જ દિવસ રહી શક્યો બીજે દિવસે તેણે પોતાના છ સંતાનોને ઝેરી દવા પીવડાવી ખુદ પણ આત્મહત્યા કરી લીધી .ગોબેલ્સે "માઈકલ" નામથી આત્મકથનાત્મક લઘુનવલ અને ઘણું પ્રચાર સાહિત્ય લખ્યું છે.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૨૯ ઓક્ટોબર,૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment