રાજકુમાર
જાની:રાજકુમાર [૧૯૨૯-૧૯૯૬]
"જાની હમ તુમ્હે મારેંગે ઓર જરૂર મારેંગે ,મગર વો બંદુક ભી હમારી હોગી,ગોલી ભી હમારી હોગી ઓર વક્ત ભી હમારા હોગા ",
"ચિનોય શેઠ,જિસકે ઘર શીશે કે હોતે હે વો દુસરે કે ઘર પર પથ્થર નહિ ફેંકતે "અને
"આપકે પૈર બહુત ખુબસુરત હૈ ,ઇન્હેં જમીન પર મત રખિયે મૈલે હો જાયેંગે "
જેવા અમર સંવાદોના અભિનેતા રાજકુમારનો આજે જન્મદિવસ છે.મુળનામ કુલભૂષણ પંડિત અને જન્મ આજના પાકિસ્તાનના બલુચિસ્તાનમાં થયો હતો.અભિનેતા બન્યા તે પહેલા પોલીસ ઇન્સ્પેક્ટર હતા પણ આસીસ્ટન્ટે કહ્યું કે" સાહેબ તમે તો ફિલ્મી હીરો થઇ શકો તેમ છો "અને કુલભૂષણ રાજકુમાર નામ ધારણ કરી નીકળી પડ્યા ફીલ્મી દુનિયાની સફરે. પહેલી ફિલ્મ બલદેવ દુબેની "શાહી બાઝાર"થી શરૂઆત થઇ પણ રીલીઝ થઇ "રંગીલી"[૧૯૫૨].તે પછી મધર ઇન્ડિયા,નીલકમલ,હીરરાંઝા ,કુદરત,ધરમ કાંટા,રાજ તિલક ,મરતે દમ તક,જંગબાઝ,તિરંગા,સૌદાગર,જેવી અનેક ફિલ્મોમાં પોતાની અભિનય ક્ષમતા અને વિશિષ્ઠ સંવાદ શૈલીથી ૪ દાયકા સુધી છવાયેલા રહ્યા.અભિનય ક્ષમતાને લીધે ફિલ્મ ફેરનો સહાયક અભિનેતાનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. છતાં રાજકમારે એવોર્ડ્સ ની ક્યારેય પરવા કરી ન હતી. પોતાની આગવી જિંદગી જીવતાં રાજકુમારનું તારીખ ૩ જુલાઈ ૧૯૯૬ના રોજ અવસાન થયું તે પહેલા પુત્ર પુરુને બોલાવી કહ્યું કે "દેખો મૌત ઓર જીંદગી ઇન્સાન કા નિજી મામલા હોતા હૈ ,મેરે મૌત કે બાદ મેરે મિત્ર ચેતન આનંદ કે અલાવા ઓર કિસી કો મત બતાના મેરા અંતિમ સંસ્કાર કરને કે બાદ હી ફિલ્મ ઉદ્યોગ કો સૂચિત કરના "
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,૮ ઓકટો.૨૦૧૭, અમદાવાદ
Comments
Post a Comment