આર. સી.મજુમદાર
રાષ્ટ્રવાદી ઇતિહાસકાર:ડો.આર.સી.મજુમદાર[૧૮૮૮-૧૯૮૦]
ભારતનો શાસ્ત્રીય ઈતિહાસ અગ્રેજ અમલ દરમિયાન લખાવાની શરુઆત થઇ પણ તે કેટલો શાસ્ત્રીય એટલે કે પૂર્વગ્રહ વિનાનો હતો તેની સામે બહુ મોટા પ્રશ્નો છે.ધર્મ આધારિત પ્રાચીન,મધ્યકાલીન અને આધુનિક એમ ત્રણ ટુકડામાં ભારતના ઈતિહાસને વાઢી નાંખવાનું અધમ કૃત્ય પણ સામ્રાજ્યવાદી ઈતિહાસલેખન શાખાની કુપેદાશ છે.સામ્રાજ્યવાદી ઈતિહાસલેખન વિરુદ્ધ રાષ્ટ્રવાદી ઢબે ઈતિહાસલેખન કરવાનું બીડું આર.સી.મજુમદાર અને તેમના સાથીઓએ ઉપાડ્યું હતું .આર.સી.મજુમદારનું આખું નામ રમેશચંદ્ર મજુમદાર આજના બંગલાદેશના ફરીદ્પુર પાસે ખંડાપરામાં નદીકાંઠાની એક વસ્તીમાં ગરીબી આંટો લઇ ગઈ હોય તેવા ઘરમાં તેમનો જન્મ થયો હતો..અત્યંત ગરીબાઈમાંથી ઉપર ઊઠી તેમણે બી.એ,એમ.એની પદવી કલકતા યુનિ.માંથી મેળવી.તેમના પર રામકૃષ્ણ પરમહંસ,સ્વામિ વિવેકાનંદનો ઊંડો પ્રભાવ હતો.અનુસ્નાતક પછી મજુમદાર નવી સ્થપાયેલી ઢાકા યુનિ.માં ઈતિહાસના અધ્યાપક તરીકે જોડાયા અહી તેઓ સૌપ્રથમ અધ્યાપક હતા.ત્યાં જ કુલપતિ પણ થયા.એક ઇતિહાસકાર તરીકે તેમણે "corporate life in ancient india',"early history of bengal",'champa:ancient indian colonies in the far east and suvarndvipa","an advance history of india "જેવા નમૂનેદાર ગ્રંથો લખ્યા વસ્તુલક્ષીતા અને પૂર્વગ્રહ -અનુગ્રહવિહીન ઈતિહાસલેખન તેમની વિશેષતા રહી છે, મજુમદારના સંશોધનથી પ્રભાવિત થઇ ક.માં.મુનશીએ તેમને " the history end culture of indian people "ગ્રંથશ્રેણી[૧૧ ભાગ]ના પ્રધાન સંપાદક બનાવ્યા હતા .આ વિશાલ કામ પણ તેઓએ અનેક ઈતિહાસકરોની મદદથી સંપન્ન કર્યું.તેઓ અમેરિકાની શિકાગો અને પેન્સિલવેનીયા યુનિ.માં પણ ભારતનો ઈતિહાસ ભણાવવા જતા હતા.ભારતમાં ગ્રંથાલયો વાચકોને પર્યાપ્ત સુવિદ્યાઓ પૂરી નથી પાડતા તે તેમની ફરિયાદ રહી હતી. મજુમદાર હિંદુ મહાસભા તરફથી ચુંટણી લડ્યા હતા પણ પરાજિત થયા હતા. ઈતિહાસકારો લાંબુ જીવે છે તેમ આર.સી મજુમદાર પણ ૯૨ વર્ષનું દીર્ઘાયુ ભોગવી કલકતામાં અવસાન પામ્યા હતા.
અરુણ વાઘેલા
સૌજન્ય: દિવ્ય ભાસ્કર,4 ડિસે.2017,અમદાવાદ
Comments
Post a Comment