મેકસમૂલર
પૌર્વાત્યવાદી :મેક્સમુલર[૧૮૨૩-૧૯૦૦]
"ગુરુ વગર જ્ઞાન મળે?"અનેક દાખલા ઉપલબ્ધ છે.આજે જેમનો જન્મ દિવસ છે તે મેક્સમુલર કોઈ પણ શિક્ષકની સહાય વગર સંસ્કૃત શીખ્યા અને મહારથ પણ હાંસલ કરી.
તેમના વિષે બીજી નવી વાત એ કે ગ્રામોફોનના શોધક થોમસ આલ્વા એડીસને તેમની આ શોધનો આવિષ્કાર કર્યો ત્યારે પ્રતિષ્ઠિત વિદ્વાન તરીકે મેક્સમુલરનો અવાજ રેકર્ડ કર્યો તેઓ તે વખતે "अग्निमिले पुरोहित .........."નામનો ઋગ્વેદના પહેલા સુક્તનો પહેલો છંદ બોલ્યા હતા.
જર્મનીના દેશા નગરમાં જન્મેલા ફેડરિક મેક્સમુલર ૧૯માં સૈકાના પસિદ્ધ સંસ્કૃતવેત્તા ,ભાષાશાસ્ત્રી અને પ્રાચ્યવિદ્યાવિશારદ(orientalist)હતા.ગ્રીક,લેટીન,
અરેબીક,પ્રશિયન અને સંસ્કૃત ભાષાઓના તેઓ નિષ્ણાત હતા.૧૮૪૫માં સંસ્કૃત શીખ્યા ,ઉપનિષદોનું ભાષાંતર શરુ કર્યું ૧૮૫૦માં ઓક્ષ્ફર્ડમાં આધુનિક યુરોપીય ભાષાઓના પ્રોફેસર બન્યા.
મેક્સમુલરનું મોટાભાગનું જીવન ઇંગ્લેન્ડમાં પસાર થયું હતું . કદી ભારત આવ્યા ન હતા.પણ છતાં સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં સીમાંસ્થંભ ગણાય તેવા કામો તેમના નામે જમા છે.
"history of the ancient sanscrit litaruture",
"introduction to the geniius of religion",
secred books from the east"
[50 vols.],
chips from a german workshop","
india what can teach us",
"my autobiography:Afragment" વગેરે તેના ઉદાહરણો છે.
ભારત વિષે આ અભ્યાસના આધારે તેમના ઘણા ઊંચા અભિપ્રાયો હતા.જુઓ:
"સૃષ્ટિના પ્રારંભકાળથી જે પ્રજાએ સપનાઓ જોવાની શરૂઆત કરી હતી તે ભારતીયો હતા "
"ભારત ઘણા અર્થમાં યુરોપની માતા છે"
ઉપનિષદો જેટલા રોમાંચક અને પ્રેરક ગ્રંથો દુનિયામાં બીજા કોઈ નથી"
"ધર્મ બાબતે વિશ્વનો કોઈ પણ દેશ ભારત જેટલો સમુદ્ધ નથી"
ભારતશાસ્ત્રી મેક્સમુલરનું ૨૮ ઓકટો.૧૯૦૦માં ૭૬ વર્ષની ઉમરે અવસાન થયું હતું.
અરુણ વાઘેલા
Comments
Post a Comment