ફુલીયાભાઈ નાયક
અહી દર્શાવવામાં આવેલો ફોટોગ્રાફ ગુજરાતના મહાન આદિવાસી ક્રાંતિકારી રૂપસિંહ નાયક (૧૮૧૫..૧૮૬૮)ના વંશજ ફૂલિયાભાઈ જનિયાભાઈ નાયક ( ગામ ... પોયલો ,પંચમહાલ)છે.૧૫૦ વર્ષ પહેલાં (૧૮૬૮) માં તેમના વડદાદા રૂપસિંહ ૩ દાયકા સુધી અંગ્રેજો અને સ્થાનિક રજવાડાઓની બેવડી ગુલામી સામે ઝઝુમતા ફાંસી એ લટકી શહીદ થઇ ગયો.તેનો પુત્ર ગલાલ પણ એજ શૃંખલામાં શહીદ થયો પણ તેમના વારસોની સ્થિતિ તમે જોઈ શકો છો? શું એમનો ગુનો માત્ર આદિવાસી હોવું એ છે. આ વર્ષે તેમની શહીદીને ૧૫૦ વર્ષ એટલે કે સાર્ધ શતાબ્દી પૂરી થશે.
અરુણ વાઘેલા
Comments
Post a Comment